નિર્જલા એકાદશીના દિવસે કરો આ મંત્રનો જાપ, દરેક મનોકામના થશે પૂર્ણ

નિર્જળા અગિયારસ

image source

એક વર્ષ દરમિયાન કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની મળીને ૨૪ અગિયારસ આવે છે હિંદુ ધર્મમાં અગિયારસના દિવસના વ્રત કરવાનું ખુબ મહત્વનું માનવામાં આવે છે. જયારે જેઠ માસના શુક્લ પક્ષના અગિયારસનું ખુબ મહત્વની માનવામાં આવે છે. જેઠ માસના શુક્લ પક્ષમાં આવતી આ અગિયારસને નિર્જળા અગિયારસના નામથી જાણવામાં આવે છે. ઉપરાંત નિર્જળા અગિયારસ આખા વર્ષ દરમિયાન આવતી ૨૪ અગિયારસ માંથી સર્વશ્રેષ્ઠ અગિયારસ માનવામાં આવે છે.

image source

નિર્જળા અગિયારસનું હિંદુ ધર્મમાં ખુબ મહત્વની હોવાથી નિયમિત રીતે અગિયારસ કરનાર વ્યક્તિઓએ આ વ્રત જરૂરથી કરવું જોઈએ. નિર્જળા અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા- અર્ચના કરવામાં આવે છે. નિર્જળા અગિયારસને લઈને એવી માન્યતા પ્રચલિત છે કે, આ દિવસે ઉપવાસ કરવાથી ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

નિર્જળા અગિયારસ વર્ષ ૨૦૨૦.:

image source

આ વર્ષે ૨ જુન, ૨૦૨૦ મંગળવારના રોજ નિર્જળા અગિયારસ આવે છે નિર્જળા અગિયારસના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત આજે અમે આપને કેટલાક એવા કાર્યો કરવાના રહેશે જેને કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા આપની પર હંમેશા માટે બની રહેશે અને આપની સર્વ મનોકામના પૂર્ણ થઈ જાય છે.

નિર્જળા રહીને ઉપવાસ કરો. (પાણી પીધા વગર):

image source

જો આપ નિર્જળા અગિયારસના ઉપવાસ કરો છો તો આ દિવસ દરમિયાન આપે પાણી પીવાનું હોતું નથી. આ ઉપવાસ અત્યંત કઠોર હોય છે અને જયારે ઉપવાસ પુરા થઈ જાય ત્યાર પછી જ આપે પાણી પીવું જોઈએ.

નિર્જળા અગિયારસના દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ આ કામ કરવા જોઈએ નહી.:

-નિર્જળા અગિયારસના દિવસે કોઇપણ વસ્તુ જેવી કે, ફળ, ફળાહાર વગેરે કરવું જોઈએ નહી.

image source

-નિર્જળા અગિયારસના દિવસે આપે પથારીમાં સુવાને બદલે જમીન પર સુવું જોઈએ. હિંદુ શાસ્ત્રમાં નિર્જળા અગિયારસના દિવસે બેડ પર કે પથારીમાં સુવું જોઈએ નહી.

-નિર્જળા અગિયારસના દિવસે આપે ઘરના અન્ય સભ્યોના ભોજનમાં પણ ડુંગળીનો પ્રયોગ કરવો જોઈએ નહી.

-નિર્જળા અગિયારસના દિવસે જીવમાત્રની હત્યા કરવી જોઈએ નહી. નાના કીડા કે જીવજંતુને મારવા જોઈએ નહી.

-નિર્જળા અગિયારસના દિવસે વિષ્ણુ પ્રિય તુલસીના છોડના પાન તોડવા જોઈએ નહી.

image source

-નિર્જળા અગિયારસના દિવસે આ મંત્રના જાપ કરો.:

હવે આપને કેટલાક મંત્રો વિષે જણાવીશું. જેના જાપ નિર્જળા અગિયારસના દિવસે કરવાથી આપને સામાન્ય દિવસ કરતા અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો. ઉપરાંત આપની પર વિષ્ણુ ભગવાનની અસીમ કૃપા સદા બની રહેશે.

ऊं नमोः नारायणाय. ऊं नमोः भगवते वासुदेवाय।

વિષ્ણુ ગાયત્રી મહામંત્ર- ऊं नारायणाय विद्महे। वासुदेवाय धीमहि। तन्नो विष्णु प्रचोदयात्।।

વિષ્ણુ કૃષ્ણ અવતાર મંત્ર- श्रीकृष्ण गोविन्द हरे मुरारे। हे नाथ नारायण वासुदेवाय।।

image source

વિષ્ણુ રૂપ પૂજન મંત્ર- शांता कारम भुजङ्ग शयनम पद्म नाभं सुरेशम।

विश्वाधारं गगनसद्र्श्यं मेघवर्णम शुभांगम।

लक्ष्मी कान्तं कमल नयनम योगिभिर्ध्यान नग्म्य्म।

-તુલસીની માળા પર મંત્ર જાપ કરવા.:

image source

-જે વિષ્ણુ ભક્ત નિર્જળા અગિયારસના ઉપવાસ કરે છે તેમણે નિર્જળા અગિયારસના દિવસે વિષ્ણુ ભગવાનના મંત્રોનો જાપ તુલસી માળા પર કરવાથી વધારે ફળદાયી નીવડે છે. નિર્જળા અગિયારસના દિવસે સવારના સમયે સ્નાનાદી કાર્ય પૂર્ણ કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી અને દિવસ દરમિયાન પણ શક્ય હોય એટલા તુલસીની માળા પર વિષ્ણુ મંત્રોના જાપ કરવા ત્યાર પછી બીજા દિવસે સવારે નિત્યક્રમ પતાવીને વિષ્ણુ ભગવાનની પૂજા કરીને પાણી પી લેવું અને પોતાનું વ્રત પૂર્ણ કરવું. જો શક્ય હોય તો આપે બીજા દિવસે એટલે કે બારસના દિવસે ગરીબ વ્યક્તિઓને ભોજન કરાવવું અને ખાવાની વસ્તુઓનું દાન પણ કરવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત