નિર્માણકાર્ય પૂર્ણ થયા બાદ આવું દેખાશે શ્રી રામ નું મંદિર

અયોધ્યામાં આવતીકાલે રામ મંદિરનું ભૂમિ પૂજન થવા જઇ રહ્યું છે ત્યારે ભૂમિપૂજન પહેલા સરકાર તરફથી રામ મંદિરની પ્રસ્તાવિત તસવીર જાહેર કરવામાં આવી છે આ તસવીર મંદિર બન્યા બાદ કેવું દેખાશે તેની છે.

image source

અયોધ્યામાં નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ ભવ્ય મંદિર આ પ્રકારનું દેખાશે. તેના માટે અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળ પર મંદિર નિર્માણ પહેલા ભૂમિપૂજન નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અહીં મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. આ શિલાન્યાસ કાર્યક્રમ કરવા માટે ખૂદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા આવી રહ્યા છે. પીએમ મોદી પોતાના હાથે મંદિર નિર્માણની શરૂઆત કરાવી પહેલી ઈંટ મુકશે.

image source

આ કાર્યક્રમ માટે વડાપ્રધાન મોદી કુલ ત્રણ કલાક અયોધ્યામાં રોકાશે. આ કાર્યક્રમ પહેલા અયોધ્યાના હનુમાન ગઢી મંદિરના પૂજારી તરફથી કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી જન્મ ભૂમિ પર જતા પહેલા હનુમાન ગઢીમાં આવશે અને પૂજા કરશે. કારણ કે એવી માન્યતા છે કે ભગવાન હનુમાન ના આશીર્વાદ લીધા વગર ભગવાન રામના કોઈ કામ શરૂ થતા નથી. તેવામાં વડાપ્રધાન મોદી પહેલા ભગવાન હનુમાનની પૂજા કરી આશીર્વાદ લેશે ત્યાર બાદ તે ભૂમિ પૂજન કરવા જશે.

image source

પીએમ મોદી ભૂમિપૂજન માં મંદિર નિર્માણ માટે 40 કિલોની ચાંદીની આધારશીલા તરીકે મુકશે. આ પૂજા પહેલા ધાર્મિક અનુષ્ઠાન સોમવારથી જ અયોધ્યા ખાતે શરૂ થઇ ચુક્યા છે. ટ્રસ્ટના મહા સચિવ ચંપત રાયે સોમવારે કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમ ને લઇ 175 અતિથિઓને બોલાવવામાં આવ્યા છે. જેમાં અલગ-અલગ આધ્યાત્મિક પરંપરાઓથી આવતા 135 સંતો નો સમાવેશ થાય છે. જોકે મંચ ઉપર વડાપ્રધાન સિવાય માત્ર પાંચ લોકો જ હાજરી આપશે.

image source

જોકે ભૂમિપૂજન ના કાર્યક્રમ પહેલા અયોધ્યા નગરીમાં માત્ર મંદિરમાં જ નહીં પરંતુ ઘરેઘરમાં ગીતો અને દીવા ઝળહળી ઉઠયા છે લોકો હર્ષ અને ઉલ્લાસ સાથે 5 ઓગસ્ટ ની રાહ જોઈ રહ્યા છે.

image source

જણાવી દઈએ કે ભૂમિ પૂજન માટે દેશની દરેક નદીનું પાણી મંગાવવામાં આવ્યું છે. અહીં માનસરોવર થી પણ જળ મંગાવવામાં આવ્યું છે. આ સિવાય લગભગ 2000 સ્થાનોથી જળ અને માટી લેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત