સંભવિત વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વાંચો વધુમાં તમે પણ

દક્ષીણ ગુજરાતમાં સંભવિત વાવાઝોડાના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી, ૭૦-૮૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની સંભાવના

• ગુજરાતના સુરત જિલ્લાના 32 ગામો હાઈ અલર્ટ પર મુકાયા

• 4 જૂન સુધી સુરતના સમુદ્ર કિનારા બંધ, NDRF ટીમ સુરતમાં તૈનાત

image source

અરબ સાગરમાં ઉદ્ભવી રહેલું નિસર્ગ નામનું વાવાઝોડું કોઈ પણ સમયે સિવિયર સાઇક્લોનમાં ફેરાવાઈ જવાની સંભવતતા દેખાઈ રહી છે. આવા સમયે ગુજરાતના સુરત જીલ્લા સાથે દક્ષીણ ગુજરાતમાં ૭૦ થી ૮૦ કિમીની ગતિમાં પવન ફૂંકાવા તેમ જ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાતા તંત્ર સાબદું થઇ ચુક્યું છે. આ સાથે જ સુરતમાં રહેલા લોકોને સંભવિત ખતરા સામે લડવા માટે તૈયારીઓ પણ શરુ થઇ ચુકી છે.

સાઇક્લોનની સંભવિત અસર દક્ષિણ ગુજરાત પર

image source

ગુજરાતના સુરત શહેરથી 900 કિમી દુર અરબ સાગરમાં જન્મ લઇ રહેલી ડિપ્રેશન સિસ્ટમ આવનાર 24 કલાકમાં સાઇક્લોન સ્ટ્રોમ તરીકે ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. આ સાથે જ પવનનું સુસવાટાભેર વાવઝોડું પણ 2 જુનની રાત્રે દમણ અને મહારાષ્ટ્રના હરિહરેશ્વર રાયગઢ વચ્ચેથી પસાર થવાની સંભાવના તંત્રને દેખાઈ રહી છે. જો કે આ શક્યતાઓને જોતા દક્ષીણ ગુજરાત પર ખતરો તોળાઈ રહ્યો છે તેમ જ 2જી અને 3જી જુનના દિવસે ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સુરત જિલ્લામાં 3 જૂનની સાંજે 70 કિમીથી લઇને 90 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. આ આગાહી ધ્યાનમાં રાખીને માછીમારોને પણ તા. 4 જુન સુધી દરિયો નહીં ખેડવા માટેની સુચના આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા સુરતમાં NDRF અને SDRFની એક એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

4 જુન સુધી તમામ દરિયા કિનારા બંધ રહેશે.

image source

સાઇક્લોન અને વાવાઝોડાની આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સુરત જિલ્લા કલેકટરે દરિયો ખેડવા ગયેલા માછીમારોને પણ પાછા બોલાવી લીધા છે. જો કે કોઈ માછીમાર રહી ગયા હોય તો એમને પણ આ સુચના સુરક્ષિત સ્થળે પરત ફરવા અંગે આપી દેવાઈ છે. આ સાથે જ તંત્ર દ્વારા સાવધાની રૂપે ડુમસ, સુવાલી, ડભારી જેવા દરિયા કિનારાઓ પર જવા બાબતે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

સુરત જિલ્લાના 32 ગામો એલર્ટ પર

image source

સાઇક્લોન અંગેની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં લેતા સુરત જિલ્લા કલેકટરે દરિયા કાંઠાના વિસ્તારમાં આવેલા લગભગ 32 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં ઓલપાડના 21, ચોર્યાસીના 7 અને મજુરાના 4 ગામોનો સમાવેસ થાય છે. આ સાથે જ સંભવિત આપતકાલીન સ્થિતિ ઉભી થાય એ માટે શેલ્ટર હોમની વ્યવસ્થા પણ ઉભી કરી દેવામાં આવી છે.

તંત્ર દ્વારા સમાધાની અંગે આપાયેલ નિર્દેશ

image source

– શક્ય હોય ત્યાં સુધી લોકોએ ઘરમાંથી બહાર નિકળવું નહીં.

– નીચાણવાળા વિસ્તાર અથવા કાચા મકાનમાં રહેતા હોય એવા લોકોએ તંત્રના કહ્યા પ્રમાણે જરૂરિયાત જણાતા શેલ્ટર હોમમાં રહેવું.

– વીજળીના થાંભલા, હોર્ડિંગ, વૃક્ષો તેમજ જર્જરિત મકાનોથી દુર રહેવું.

image source

– હવામાં ઉડી જાય એવી સંભવિત વસ્તુઓ મજબુત બાંધવા અથવા વ્યવસ્થિત મુકવા. જેમ કે ડબ્બા…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત