નિસર્ગ વાવાઝોડાને પગલે સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસમાં થયુ ભારે અતિશય નુકસાન, જોઇ લો પહેલાની અને હાલની તસવીરો

નિસર્ગ વાવાઝોડાએ સલમાન ખાનના પનવેલ ખાતેના ફાર્મહાઉસની કરી આ હાલત

image source

હાલ ભારત પર એક પછી એક સંકટના વાદળો ઘેરાયા કરે છે, છેલ્લા લગભગ ત્રણ મહિનાથી કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે તેમાં ઓછું હોય તો આખાએ દેશમાં અવારનવાર ભુકંપના આંચકા આવતા રહે છે અને તેમાં પણ કંઈ બાકી રહી જતું હોય તેમ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા તેમજ દક્ષિણના કેટલાક રાજ્યોના સમુદ્ર વિસ્તારો પર નિસર્ગ વાવાઝોડાનું જોખમ તોળાયું. જો કે કૂદરતે આ વાવાઝોડાથી બહોળુ નુકસાન નથી સર્જ્યું. પણ નિસર્ગ વાવાઝોડામાં બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના પનવેલ ખાતેના ફાર્મ હાઉસને કેટલાક અંશે નુકસાન પહોંચ્યું છે.

image source

લોકડાઉન દરમિયાન સલમાન ખાન છેલ્લા બે-અઢિ મહિનાથી પોતાના પનવેલ ખાતેના ફાર્મ હાઉસમાં ફસાઈ ગયા છે. તેઓ સતત બે મહિના સુધી પોતાના માતાપિતાને પણ નહોતા મળી શક્યા પણ થોડા દિવસ પહેલાં તેમણે પોતાના માતા-પિતાની મુંબઈ ખાતે ઉડતી મુલાકાત લીધી છે.

તાજેતરમાં સલમાન ખાનની કહેવાતી ગર્લફ્રેન્ડ યુલિયા વંતુરે સલમાન ખાનના પનવેલ ખાતેના ફાર્મહાઉસને નિસર્ગ વાવાઝોડાથી જે નુકસાન પહોંચ્યું છે તેની વિડિયો તેમજ તસ્વીરો પોતાના સોશયિલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં નિસર્ગ વાવાઝોડા દરમિયાન ફાર્મહાઉસની અંદરના વૃક્ષો કેવા હવામાં ફંગોળાઈ રહ્યા છે તે જોઈ શકાય છે.

image source

યુલિયા વંતુરે પોતાની ઇન્સ્ટા સ્ટોરીઝમાં પણ કેટલીક તસ્વીરો શેર કરી હતી. જેમાં નિસર્ગ વાવાઝોડું આવ્યું તે પહેલાંના અને પછીના દ્રશ્યો હતા. ફાર્મહાઉસ પર કેટલાક વૃક્ષો પણ ભારે પવનના કારણે ધરાશાઈ થયા હતા. ફાર્મ હાઉસમાં સલમાન ખાન સાથે યુલિયા વંતુર ઉપરાંત બોલીવૂડની જાણીતી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ પણ છે.

image source

થોડા સમય પહેલાં જેકલિન અને સલમાન આસપાસના વિસ્તારમાં સાઇકલીંગ કરતા પણ જોવા મળ્યા હતા અને તેની પણ વિડિયો સોશિયલ મિડિયા પરવ વાયરલ થઈ હતી. 5મી જૂને વર્લ્ડ એનવાયરનમેન્ટ ડેના દિવસે સલમાને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર એક વિડિયો શેર કરી હતી જેમાં તે પોતાના ફાર્મ હાઉસની સફાઈ કરતો જોવા મળ્યો છે તેની સાથે યુલિયા વંતુર તેમજ તેના સાથીઓ પણ ઝાડુ સાથે સફાઈ કરતા જોવા મળ્યા હતા.

image source

સલમાને આ દરમિયાન ફાર્મહાઉસ પરથી આસપાસના કેટલાક વિસ્તારોમાં અનાજની કીટ પણ લોકોને મોકલી હતી. આ ઉપરાંત પણ સલમાન ખાને ઘણી બધી મદદ કરી છે. મળેલી માહિતી પ્રમાણે સલમાને પોતાની બ્રાન્ડ એટલે કે બિંગ હ્યુમનના એક લાખ હેન્ડ સેનેટાઇઝર મુંબઈ પોલીસને ભેટ આપ્યા છે. લોકડાઉન દરમિયાન સલમાને પોતાની આવનારી ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ માટે બે ગીતો લોન્ચ કર્યા છે. લોકડાઉનના કારણે ફિલ્મનું શૂટિંગ પાછું ઠેલાયું છે અને મહારાષ્ટ્રમાં હજુ પણ 30 જૂન સુધી લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત