જો તમે પણ JEE ટોપર નિસર્ગ ચઢ્ઢાની જેમ મહેનત કરશો તો ઓછી મહેનતે મેળવશો સારું પરિણામ, અને બની જશો ટોપર

JEE ટોપર નિસર્ગ ચઢ્ઢા પાસેથી જાણો કે તેમણે કેવી રીતે કર્યો ટોપ સ્કોર

તમને જણાવી દઈએ કે નિસર્ગ ચઢ્ઢાએ સમગ્ર દેશમાં લેવાયેલી JEE મેઇન્સની એક્ઝામ્સમાં બીજો રેન્કે મેળવ્યો છે. તેઓ જણાવે છે કે વિદ્યાર્થીએ પોતાના અભ્યાસમાં ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી છે. અને તેઓ એ પણ જણાવે છે કે ચાલુ કોર્સની સાથે સાથે વિદ્યાર્થીએ રિવિઝન પણ કરતા રહેવું જોઈએ. તેઓ જણાવે છે કે વિદ્યાર્થીએ પોતાના કંટાળા તેમજ સ્ટ્રેસને પોતાની ગમતી પ્રવૃત્તિઓ કરીને દૂર કરવા જોઈએ.

વડોદરાના આ યુવાનનો રેન્ક દેશમાં બીજો આવ્યો છે અને તેમણે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમણે જાન્યુઆરી 2020માં જેઈઈની મેઇન્સ એક્ઝામનો પ્રયાસ કર્યો હતો જેમાં તેમણે 100 પર્સેન્ટાઇલ સાથે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અને આ વર્ષની જેઈઈ મેઇન્સમાં નિસર્ગ સમગ્ર દેશમાં સેકન્ડ રેન્ક પર છે.

image source

ચાલો જાણીએ તેમણે આ મુકામ કેવી રીતે મેળવ્યું.

આ રીતે બનાવ્યું JEE મેઇન્સનું ટાઇમટેબલ

નિસર્ગ જણાવે છે કે તેમણે પોતાના અભ્યાસ માટે કોઈ ખાસ ટાઇમટેબલ નહોતું બનાવ્યું, પણ તેઓ જેટલો પણ અભ્યાસ કરતાં તે ચોકસાઇપૂર્વ કરતા હતા. અને તેમણે અભ્યાસ માટે કોઈ ચોક્કસ કલાકો પણ નક્કી નહોતા કરી રાખ્યા. તેમણે અભ્યાસના કલાકો ફ્લેક્સિબલ રાખ્યા હતા. તેમને સમય મળે તેમજ મૂડ હોય ત્યારે તેઓ પૂરા મનથી અભ્યાસ કરવા બેસી જતા. અને જો ભણવાનો મૂડ ન હોય તો તેવા સમયે તેઓ મ્યુઝિક સાંભળતા કે ફિલ્મ જોઈને રિલેક્સ થતાં.

રિવિઝનને આપ્યું આગવું મહત્ત્વ

ઘણા વિદ્યાર્થીઓને એવી આદત હોય છે કે પરિક્ષાના થોડા સમય પહેલાં જ તેઓ રિવિઝન કરતા હોય છે પણ તેની જગ્યાએ તેમણે ચાલુ કોર્સની સાથે સાથે જ રિવિઝન કરતા રહેવું જોઈએ. તેઓ પોતાના ચાલુ અભ્યાસની સાથે સાથે પાછલા અભ્યાસનું પણ સાથે સાથે રિવિઝન કરતા રહેતા હતા. અને છ મહિના થાય એટલે તેનું ફરી રિવિઝન કરવામા આવતું અને તેનું પરિણામ તેમને ખુબ સારું મળ્યું.

સ્ટ્રેસ મેનેજમેન્ટ કંઈક આ રીતે કર્યું

image source

વિદ્યાર્થીઓને હંમેશા અભ્યાસનો સ્ટ્રેસ રહેતો હોય છે અને ક્યારેક ક્યારેક કંટાળો પણ આવતો હોય છે. તો આવ સમયે નિસર્ગ કંટાળો દૂર કરવા ટીવી જોઈ લેતા. તો વળી ઘણીવાર લાંબો બ્રેક પણ લઈ લેતા. અને જ્યારે તેમને સ્ટ્રેસ જેવું લાગે ત્યારે તેઓ પોતાને ગમતી રમત જેમ કે બેડમિન્ટન કે ઓનલાઈન ગેમ્સ પણ રમી લેતા. અને સાથે સાથે શારીરિક કસરતો પણ કરી લેતા.

સારી રેન્ક મેળવવા માટે આ રીતે કરી મહેનત

નિસર્ગ જણાવે છે કે રેન્ક મેળવવા માટે મહેનત તો કરવી જ પડે છે. તેઓ ધોરણ 11માં આવ્યા ત્યારથી જ જેઈઈ એડવાન્સની તૈયારીમાં લાગી ગયા હતા. માટે તેઓ આ એક્ઝામ્સ માટે પહેલેથી જ તૈયાર હતા. તેમના કોન્સેપ્ટ પહેલેથી જ બિલ્ટ થઈ ગયા હતા અને ત્યાર બાદ તેમણે જેઈઈ મેઇન્સની તૈયારી પણ શરૂ કરી દીધી. માટે તેમને છેલ્લી ઘડીએ વધારાની કોઈ મહેનત ન કરવી પડે. અને તેવું જ થયું

જેઈઈ મેઇન્સમાં ટોપર બનવા માટે પ્લાનિંગનું ખૂબ મહત્તવ છે

image source

નિસર્ગ જણાવે છે કે આ એક્ઝામ્સમાં સારારેન્ક મેળવવા માટે પ્લાનિંગ ખૂબ જરૂરી છે. તેમના કહેવા પ્રમાણે તેમણે સતત મહેનત કરી છે અને પરિક્ષા પહેલાના છેલ્લા મહિનામાં તેમણે જૂના પેપર્સ પણ ખૂબ વાંચ્યા છે. તેમજ છેલ્લા મહિનામાં તેમણે 3 કલાકમાં પેપર સોલ્વ કરવાની પણ ખૂબ જ પ્રેક્ટિસ કરી હતી.

જેઈઈમાં બે વાર સફળતા મળવા પાછળનું કારણ

નિસર્ગ જણાવે છે કે તેમણે સતત મહેનત કરી છે. અને તેમણે તૈયારી કરતી વખતે કેટલા રેન્ક આવશે, કેટલા કલાકો વાંચવું પડશે તે વિષે નહોતું વિચાર્યું માત્ર પોતાની મહેનતને જ ધ્યાનમાં રાખી હતી. તેમણે જેઈઈની તૈયારી કરતી વખતે ખોટા સ્ટ્રેસ નહોતા લીધા અને એન્જોય કરતા કરતાં ચિંતા કર્યા વગર તેમણે મહેનત કરી છે.

image source

તેઓ જણાવે છે કે 12માં ધોરણના વિષય જ જેઈઈની પરિક્ષામાં હતા. પણ પરીક્ષાની પેટર્ન અલગ હોય છે. ધોરણ 12ની વાર્ષિક પરિક્ષામાં લખવાનું હોય છે જ્યારે અહીં જેઈઈની એક્ઝામ્સમાં ટીક કરવાની હોય છે. માટે ધોરણ 12નો અભ્યાસ અને તેની મહેનતે તેમને જેઈઈમાં ખૂબ મદદ કરી છે.

મતાપિતાનું સતત પીઠબળ રહ્યું છે

તેઓ જણાવે છે કે આ સફળતામાં સૌથી મોટું યોગદાન તેમના માતાપિતાનું રહ્યું છે. તેમણે ઘરના વાતાવરણને ખૂબ જ સારો રાખ્યો જેથી કરીને તેઓ શાંતિથી અભ્યાસમાં મન પરોવી શકે. યોગ્ય સમયે જમવું, મૂડને શાંત રાખવો, અભ્યાસને ફરીથી ટ્રેક પર લાવવો, આ બધી જ બાબતનું તેમના માતા પિતા ખૂબ ધ્યાન રાખતા. તેમા માતાપિતા પોતે ડોક્ટર હોવાથી તેમના માટે દીકરા માટે સમય કાઢવો પણ અઘરો હતો પણ તેમણે દીકરા પર પૂરતું ધ્યાન આપ્યું અને તેનું પરિણામ સામે જ છે.

કોચિંગ વિષે નિસર્ગ જણાવે છે

તેઓ જણાવે છે કે કોચિંગે તેમને આ મુકામ પર પહોંચવામાં ખૂબ મદદ કરી છે. કોચિંગમાં તેમને ખૂબ જ તાલિમ મળી છે, કોઈ પણ અજાણ્યા પ્રશ્નનો સામનો કેવી રીતે કરવો, તેને કેવી રીતે હેન્ડલ કરવું આ બધામાં કોચિંગે તેમને ખૂબ મદદ કરી છે, અને તેઓ પોતાની શાળાને પણ આ માટે યશ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત