Site icon News Gujarat

દિવસે દિવસે વધતા જાય છે કોરોનાના કેસ, એક્સપર્ટ ટીમે કહ્યું, માત્ર ફેફસાં પર જ નહીં, શરીરના આ ભાગો પર પણ લાગે છે કોરોનાનો ચેપ

નિષ્ણાતોએ કહ્યું કે કોરોનાનો ચેપ માત્ર ફેફસાં પર જ નહીં, શરીરના આ ભાગો પર પણ થાય છે.

image source

હાલમાં જ ઈન્ડિયા ટુડે દ્વારા આયોજિત કરાયેલા ઈ-કોન્કલેવમાં, અમેરિકાના પ્રખ્યાત વાઇરોલોજિસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોવિડ -19 (કોરોના વાયરસ) ફેફસાં સિવાય શરીરના અન્ય ઘણા ભાગોને પણ અસર કરે છે. ઘણીવાર કોરોના સીધો પોતાનો પ્રભાવ સ્પષ્ટ કરતો નથી, પણ આ સ્થિતિ પણ લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે સારી નથી. ઉલટાનું તે વધુ ખતરનાક બને છે, અને કોરોનાનાં લક્ષણો ઘણા મોડાં નજરે આવવાના કારણે તે આપણા શરીર માટે વધુ જોખમી બને છે.

શરીરના અન્ય ભાગોને પણ ગંભીર રીતે અસર કરે છે : વાયરોલોજીસ્ટ

image source

અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાનું સક્રમણ અનેક ગણી ઝડપથી વધી રહી છે. આ વાયરસમાં મૃત્યુનું પ્રમાણ સાજા થઇ જવાની સરખામણીમાં ખુબ જ ઓછું છે, જેથી ઘણા લોકો એને હવે ઓછો જીવલેણ સમજવા લાગ્યા છે. પણ હકીકત આનાથી ઉલટી છે. આ જીવલેણ વાયરસનો ભોગ બન્યા પછી રીકવર થયા પછી પણ દર્દીઓના શ્વસનતંત્રમાં ઘણી સમસ્યાઓ લાંબા ગાળા સુધી જોવા મળી શકે છે. ઈન્ડિયા ટુડે દ્વારા આયોજિત ઈ-કોન્કલેવમાં, અમેરિકાના પ્રખ્યાત વાઇરોલોજિસ્ટે કહ્યું હતું કે કોવિડ -19 ફેફસાં સિવાય શરીરના અન્ય ઘણા ભાગોને પણ ગંભીર રીતે અસર કરે છે.

યકૃત, કિડની અને હૃદયને પણ નુકશાન થાય છે

image source

એમણે કહ્યું હતું કે કોરોના વાયરસ દ્વારા શરીરની શ્વસન પ્રણાલી સાથે અન્ય ઘણા અવયવોને પણ નુકશાન પહોચી રહ્યું છે. કોરોના વાયરસ માત્ર શ્વસન તંત્ર જ નહિ પરંતુ શરીરમાં યકૃત, કિડની અને હૃદય જેવા શરીરના અન્ય અવયવોને પણ નુકસાન પહોંચાડે છે. આમ જોતા કેટલા મૃત્યુ થઇ રહ્યા છે, એ જોવા સાથે જ રીકવર થયેલા લોકોમાં પણ કઈ કઈ સમસ્યાઓ કોરોનામાંથી મુક્ત થયા પછી ઉદભવે છે તે જોવું પણ અગત્યનું છે. કારણ કે કોરોના વાયરસના ચેપમાંથી મુક્ત થયા પછી પણ જે તે દર્દીના સ્વાસ્થ્ય પર કોરોનાની અસરો યથાવત રહે છે.

આનુવંશિક સ્વરૂપને ઝડપથી બદલી શકતો નથી

image source

વાઇરોલોજિસ્ટે જણાવ્યું હતું કે આ કહેવું ઘણું મુશ્કેલ થઇ શકે છે કે તેના લક્ષણો ભવિષ્યમાં ચેપ લાગતા લોકોમાં પણ જોવા મળશે કે નહીં. કારણ કે આ વાયરસ પોતાના આનુવંશિક સ્વરૂપને એટલી ઝડપથી બદલી શકતો નથી. આમ કરવું ખુબ જ મુશ્કેલ છે. આ વાયરસ જાણે કે કોઈ પણ પ્રકારની ભૂલ કરવા માંગતો નથી.

લક્ષણોની અસરમાં વિલંબ વધારે જોખમી બને છે

image source

આપને એ પણ જણાવી દઇએ કે કોરોનાના ચેપમાં તીવ્ર તાવ, શ્વાસ લેવામાં તકલીફ થવી, સુકી ઉધરસ આવવી, શરદી અને શરીરના દુખાવા જેવા તમામ લક્ષણો અત્યાર સુધીમાં જોવા મળ્યા છે. જો કે, કેટલાક લોકોમાં, કોરોનાના લક્ષણોની અસરમાં વિલંબ થતાં તે વધારે જોખમી બની જાય છે.

Source: AajTak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version