નીતા અંબાણીનું વજન પણ થઈ ગયું હતું 90 કિલો, આ ડાયટ અને દિનચર્યા ફોલો કરી 56 વર્ષે પણ છે એકદમ ફીટ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હાલ ચર્ચામાં છે. કારણ છે કે અમેરિકાના પ્રતિષ્ઠિત સામયિક ‘ટાઉન એન્ડ કન્ટ્રી’ દ્વારા વર્ષ 2020ના ટોચના દાનેશ્વરીઓમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે. તેમની સાથે રિલાયન્સ ફાઉન્ડેશનને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. નીતા લાંબા સમયથી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમાજ સેવાના કામોમાં જોડાયેલા છે.

image source

કોરોના વાયરસ રોગચાળા અને લોકડાઉન દરમિયાન સમાજના ગરીબ વર્ગ માટે રાહતકાર્યો કરવામાં આવ્યો અને દેશની પ્રથમ કોવિડ -19 હોસ્પિટલ બનાવવા જેવા કામનો ઉલ્લેખ આ સામયિકમાં કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે અત્યંત વ્યસ્ત હોવા છતાં નીતા અંબાણીના ચહેરા પર ક્યારેય થાક નથી જણાતો આ કારણ છે તેમની તંદુરસ્તી અને ખાસ લાઈફસ્ટાઈલ. આજે અમે તમને નીતા અંબાણીના ફિટનેસના સિક્રેટસ જણાવવા જઈ રહ્યા છીએ.

image source

સખત વ્યસ્ત દિનચર્ચા વચ્ચે નીતા અંબાણી પોતાને ફીટ રાખવા માટે નીતા સવારથી સાંજ સુધી શું કરે છે અને કયા રુલ્સ ફોલો કરે છે તે તમને જણાવીએ. નીતા અંબાણીના સ્વાસ્થ્ય પાછળ તેનો આહાર અને ખાસ કરીને વ્યાયામ મહત્વનો ભાગ ભજવે છે.

image source

થોડા વર્ષો પહેલા તેમણે એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે જ્યારે તેના લગ્ન થયા હતા ત્યારે તેનું વજન 47 કિલો હતું પરંતુ જ્યારે તેના ત્રણ બાળકોના જન્મ થયા ત્યારે તેનું વજન વધીને 90 કિલો થઈ ગયું હતું જ્યારે નીતાને પુછવામાં આવ્યું કે તમારું વજન ઓછું કરવા માટે તેમણે શું કર્યું. તો તેણે કહ્યું હતું કે તેના માટે પ્રેરણા તેનો નાનો પુત્ર અનંત હતો. નાના પુત્રએ વજન ઘટાડવામાં અને ફિટ રહેવા માટે તેને ખૂબ પ્રેરણા આપી છે

image source

નીતા અંબાણીની દિનચર્યાની વાત કરીએ તો તે રોજ સવારે કસરત, યોગ અને સ્વિમિંગમાં 40 મિનિટ પસાર કરે છે. આ એક્ટિવીટી તેના માટે ફેટ બર્નિંગનું કામ કરે છે સાથે જ કેલેરી બર્ન થાય છે. આ સિવાય ફીટનેસ માટે તે નૃત્ય પણ કરે છે. નૃત્યથી પણ ઘણી કેલરી બર્ન કરવામાં મદદ મળે છે. કામ પૂરું થયા પછી તેઓ રોજ સાંજે 30 મિનિટની કસરત અને યોગ કરે છે.

image source

આહારની વાત કરીએ તો તેઓ દિવસની શરૂઆત બદામ અને અખરોટ ખાવાથી કરે છે. સવારના નાસ્તામાં તે ઓમેલેટ લે છે. આ ઉપરાંત તે દિવસભરના આહારમાં પણ તે પૌષ્ટિક વસ્તુનું સેવન કરે છે. તે ખૂબ ઓછા પ્રમાણમાં કાર્બ્સ લે છે. તેમના બપોરના ભોજનમાં વધુને વધુ લીલા શાકભાજી અને સૂપ શામેલ છે. તે પ્રોટીનથી ભરપૂર નાસ્તો સાંજે કરે છે. રાત્રિના ભોજનમાં ફરીથી તે લીલા શાકભાજી, સૂપ અને સ્પ્રાઉટ્સ લે છે.

image source

પોતાની સુંદરતા અને ફીટનેસ માટે નીતા અંબાણી કહે છે કે શારીરિક વ્યાયામ અને આહાર ફક્ત વજન નિયંત્રણમાં મદદ કરે છે. આ સાથે તણાવ મુક્ત જીવન પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના માટે સકારાત્મક વિચારસરણી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

source : asianetnews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત