Site icon News Gujarat

મુકેશ-નીતા અંબાણીની આ તસવીરો જોતાની સાથે જ તમને ગમી જશે જોરદાર

એશિયાના સૌથી અમીર પરિવાર તરીકે પ્રસિદ્ધ થયેલ અંબાણી પરિવાર હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે. ત્યાં જ નીતા અંબાણી પોતાના કામ અને ચેરીટીની સાથે જ સ્ટાઈલ માટે પણ ખુબ જ પ્રસંશા કરવામાં આવે છે.

image source

ફોર્મલ લુક હોય કે પછી ઘરની કોઈ પૂજા, દરેક અવસરમાં નીતા અંબાણીને જોઇને દરેક ઉમરની છોકરીઓ ફેશન ટીપ્સ લેતી જોવા મળે છે. અહિયાં સુધી કે આ ઉમરમાં પણ નીતા અંબાણી પોતાની દીકરી ઈશા અંબાની ઉતરતા નથી જોવા મળતા. પરંતુ આ વખતે નીતા અંબાણીની દુલ્હન બનેલ ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં નીતા અંબાણી દુલ્હનના કપડામાં અને મુકેશ અંબાણી દુલ્હાના બનેલ જોવા મળી રહ્યા છે.

image source

આપને જણાવીએ કે, દુલ્હન બનેલ નીતા અંબાણીની આ બ્લેક એન્ડ વાઈટ ફોટોમાં નીતા અંબાણી અત્યંત સુંદર દેખાઈ રહ્યા છે. આંખો પર કાજલ અને ઘાટા રંગની લિપસ્ટિકની સાથે જ કપાળમાં પ્લેન બિંદી નીતા અંબાણીના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. તેમજ જ્વેલરીની વાત કરીએ તો નીતા અંબાણીએ માંગટીકાની સાથે જ હાથમાં બંગડીઓ પહેરેલ ફોટામાં જોઈ શકાય છે. આ સાથે જ ગળામાં વરમાળા ધારણ કરેલ નીતા અંબાણીએ પોતાના હાથ દ્વારા પુજાના કળશને સહારો આપી રહ્યા છે આવું ફોટામાં જોવા મળી રહ્યું છે. મુકેશ અંબાણીએ પોતાના હાથમાં પૂજાનો કળશ પકડી રાખ્યો છે તે જ કળશને નીતા અંબાણી પોતાના હાથથી સહારો આપી રહ્યા છે.

image source

નીતા અંબાણીએ દુલ્હનના રૂપમાં જે બાંધણી વર્કનું કામ કરેલ ચુનરી છે તે જ માથા પર રાખેલ ચુનરીની બોર્ડરમાં જરીનું કામ જોવા મળી રહ્યું છે. એમ પણ આપને જણાવી દઈએ કે, નીતા અંબાણીની આ બાંધણી વર્કની ચુનરીને દીકરી ઈશા અંબાણીએ પોતાના લગ્નમાં ખભા પર રાખી હતી. લાલ રંગની આ ચુનરી માતા નીતા અંબાણીના લગ્ન સમયની ચુનરી છે.

image source

નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીએ પોતાના લગ્નમાં ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડીઝાઈન કરવામાં આવેલ ગોલ્ડન અને બીજ રંગનો લેહેંગા પહેર્યો હતો. જેને ખાસ બનાવવા માટે ઈશા અંબાણીએ પોતાની માતાની ચુનરીને ખભા પર નાખી હતી. ઈશા અંબાણીના ફોટોઝ જોઇને ખબર પડે છે કે, માતા નીતા અંબાણીએ પોતાના લગ્નમાં લાલ રંગના લગ્નના કપડા પહેરવામાં આવ્યા છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version