વિશ્વના દાનેશ્વરીઓની યાદીમાં સ્થાન મેળવનાર એક માત્ર ભારતીય નીતા અંબાણી

અમેરિકાના અગ્રણી મેગેઝીન ટાઉન એન્ડ કન્ટ્રીની સમર સ્પેશિયલ આવૃત્તિમાં નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો વર્ષ 2020ના ટોચના દાનેશ્વરીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

image source

કોરોનાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવવા અને લોકો માટે આશાનું કિરણ બનવા બદલ તેમનો સમાવેશ આ યાદીમાં કરવામાં આવ્યો છે. આ તકે તેમની અનેક પ્રવૃતિઓને ધ્યાનમાં લેવામાં આવી છે. તેમાં મહામારી સામે લડનારા કોરોના વોરિયર્સને અને ગરીબોને ભોજન પહોંચાડવા, નાણાકીય સહાય પૂરી પાડવા અને ભારતની પહેલી કોવિડ–19 હોસ્પિટલ ઊભી કરવા જેવી રિલાયન્સ ફાઉન્ડેશનની કામગીરીનું નેતૃત્વ કરવા સહિતના કામો પર મેગેઝીને પ્રકાશ પાડ્યો છે.

ખાસ વાત એ છે કે ટીમ કૂક, ઓપ્રા વિનફ્રે, લોરેન પોવેલ જોબ્સ, ધ લાઉડર ફેમિલી, ડોનેટેલા વર્સેસ, માઇકલ બ્લૂમબર્ગ, લિયોનાર્ડો ડી કેપ્રિયો અને અન્ય લોકોની સાથે ભારતના નીતા અંબાણીનો આ યાદીમાં સમાવેશ થયો છે અને તેઓ એકમાત્ર ભારતીય તરીકે આ યાદીમાં ચમક્યા છે.

image source

ટાઉન એન્ડ કન્ટ્રી અમેરિકાનું લોકપ્રિય અને ટોચનું લાઈફસ્ટાઇલ મેગેઝીન છે. આ મેગેઝીન સતત 1846થી પ્રસિદ્ધ થતું સૌથી જૂનું મેગેઝીન પણ છે. આ મેગેઝીન દર વર્ષે એક અંક એવા લોકો માટે સમર્પિત કરે છે જે લોકો પોતાના સમર્પણ, કૌશલ્ય અને વિશાળ હૃદયનો પરિચય આપીને માનવ સમાજ માટે ઉત્તમ કાર્યો કરતા હોય છે. મેગેઝીને કોરોના અંગે ઉલ્લેખ કર્યો છે કે, વૈશ્વિક મહામારીના પગલે ઊભી થયેલી પરિસ્થિતિમાં આ વર્ષ વિશેષ મહત્વ ધરાવે છે અને આ લોકોએ માણસોના જીવન માટેની આશા જીવંત રાખી છે.

image source

નીતા અંબાણી અને તેમના ફાઉન્ડેશનના પ્રયાસોની સરાહના કરતાં મેગેઝીને લખ્યું છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરોપકારી કાર્યોની પહેલ કરનાર રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ મહામારી સામે લડનારા લાખો વોરિયર્સ અને ગરીબોમાં ભોજન અને માસ્કનું વિતરણ કર્યુ, ભારતની પહેલી કોવિડ–19 હોસ્પિટલ યુદ્ધના ધોરણે ઊભી કરાઈ જેથી કોરોનાના દર્દીઓને ઝડપથી સારવાર મળે. તેમણે આ ફંડમાં 72 મિલિયન અમેરિકી ડોલરનું યોગદાન પણ આપ્યું હતું.

image source

આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ કહ્યું હતું કે, કટોકટીમાં હંમેશા તાત્કાલિક અને સમયસરના પગલાં, રાહત, સંસાધનો પુરા પાડવામાં આવે તે જરૂરી છે. અમારા આટલા વર્ષોના અનુભવે અમને કટોકટીના સમયમાં તાત્કાલિક અને ગણતરીપૂર્વકના પગલાં લેવા માટે તૈયાર કર્યા છે જેનાથી અમારા પ્રયાસોનું ધાર્યુ પરિણામ મળે છે. અમારી પહેલની વૈશ્વિક સ્તરે સરાહના થતાં અમે સંતુષ્ટ પણ છીએ અને આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત