અંબાણી પરિવારમાં ઈશાના લગ્ન બાદ આવ્યો મોટો વળાંક, જાણો શું કહ્યું નીતા અંબાણીએ

કહેવાય છે કે માતા અને દીકરીનો સંબંધ સૌથી પ્રેમભર્યો હોય છે. કેમકે દીકરી પોતાના મનની દરેક વાત માતા સાથે શેર કરે છે કેમકે તે માતાને પોતાની દોસ્ત પણ માને છે. આ સાથે દરેક માતા દીકરીની ગુરુ પણ હોય છે. આવો જ સંબંધ ઈશા અંબાણી અને નીતા અંબાણીનો રહ્યો છે. ઈશા અંબાણી કોઈ પણ પાર્ટીમાં જતા પહેલા કપડાથી લઈને ફૂટવેર પણ નીતા અંબાણી પાસે સિલેક્ટ કરાવતી હતી પણ હવે લગ્ન થયા બાદ બધું બદલાઈ ગયું છે. તે ચીજોને નીતા અંબાણી મિસ કરી રહી છે.

માતા સાથે ઝઘડો થાય તો પિતાને ફોન કરે છે ઈશા

દરેક માતા અને દીકરીના સંબંધની જેમ નીતા અને ઈશા અંબાણીનો સંબંધ પણ નોકઝોક વાળો રહ્યો છે. શરૂઆતથી જ નીતા અંબાણીએ પોતાના ત્રણેય બાળકો માટે કડક નિયમો પણ બનાવી રાખ્યા છે. આ નિયમોને લઈને ઈશાનો માતા સાથે ઝઘડો થતો રહે છે. આ વાતનો ઉલ્લેખ ઈશાએ પોતે વોગ મેગેઝીનના એક ઈન્ટરવ્યૂમાં કર્યો છે. ઈશાના કહેવા પ્રમાણે જો તેમનો તેમની માતા સાથે ઝઘડો વધી જાય છે તો તે પોતાના બચાવમાં પિતા મુકેશ અંબાણીને ફોન કરે છે. આ પછી તેઓ માતા અને દીકરીનો ઝઘડો સુલઝાવે છે.

લગ્ન બાદ ઈશાને મિસ કરે છે નીતા

વર્ષ 2019માં ફેમિનાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે લગ્ન બાદ તે ઈશાને બહુ મિસ કરે છે પણ તેને એ પણ ખ્યાલ છે કે ઈશાનો પોતાનો પરિવાર છે અને તેણે તે સંભાળવાનો છે. નીતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઈશાની નાની નાની વાતો, જેવી કે નાઈટ આઉટને માટે એક સાથે તૈયાર થવું, તેને બહુ મિસ કરે છે. જો કે ઈશા માતાથી દૂર થયા બાદ પણ ક્યાંય પણ જવું હોય તો વીડિયો કોલિંગ કરીને નીતાને પોતાના આઉટફિટ બતાવે છે.

ઈશા માતાને કંઈક આવા નામથી બોલાવે છે

એક ઈન્ટરવ્યૂમાં ઈશાએ કહ્યું હતું કે તેની માતા નીતા અંબાણીને ટાઈગર મોમ કહીને બોલાવે છે. ઈશાના અનુસાર તેની માતા નીતા કામ પર હોવા છતાં પણ તેના ત્રણેય બાળકો પર નજર રાખે છે. તેની માતા કડક હતી પણ કંઈ પણ હોય તેઓને ક્યારેય સ્કૂલમાં રજા મળતી નહી. નીતા અંબાણી તેમને હંમેશા સ્કૂલ મોકલતી.

ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારની એકમાત્ર દીકરી ઈશા સૌની દુલારી છે. તેમના પરિવારમાં સારું બોન્ડિંગ છે અને માતા પણ તેમની નજીક છે. ઈશા હવે પીરામલ પરિવારની વહુ છે. ઈશાએ પોતાના મિત્ર આનંદ પિરામિલ સાથે લગ્ન કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!