સાસુ નીતા અંબાણી અને શ્લોકાને પણ ટક્કર મારે એવી સાડી પહેરીને નીકળી ભાવિ વહુ રાધિકા મર્ચન્ટ

નીતા અંબાણીની થનાર પુત્રવધૂ એટલે કે રાધિકા મર્ચન્ટ આમ તો ઘણીવાર હેડલાઇન્સમાં રહેતી જ હોય છે, પરંતુ જ્યારે તેણીને ભાવિ સાસુ સાથે ખૂબ સ્ટાઇલિશ રીતે મીડિયાને મળી ત્યારે તેને ખૂબ જ વાહવાહી મળી હતી.

image source

આજના સમયમાં, તમારા માટે સૌથી વધુ ખર્ચાળ અને તદ્દન અલગ ડ્રેસ ખરીદવું હવે એક ક્લિચ કોન્સેપ્ટ બની ગયું છે, અને એવું બને જ કેમ નહિ જ્યારે તમે ચોક્કસપણે કોઈ ડિઝાઇનર ડ્રેસ પહેરો છો, તો તેની ચમક ખરેખર જોવા યોગ્ય હોય છે. જો કે, આપણામાંના ઘણા એવા લોકો હોય છે જે હંમેશાં એમના વોર્ડરોબમાં ડિઝાઇનર પોશાક રાખવાનું સ્વપ્ન જુએ છે, પરંતુ કેટલાક એવા પણ લોકો છે જેઓ તેમના ચાહકોને તેમની સહજ ડ્રેસિંગથી પોતાની તરફ આકર્ષિત કરે છે, તેમાંથી એક રાધિકા મર્ચન્ટ છે, જે ક્યારેય પણ પોતાની સ્ટાઇલથી આપણને નિરાશ નથી કરતી.

image source

નીતા અંબાણીની ‘છોટી બહુ’ એટલે કે રાધિકા મર્ચન્ટ જે કંઈ પણ પહેરે છે તેમાં સુંદર જ લાગે છે, પરંતુ ટ્રેડિશનલ ફેશન-ફોરવર્ડ સીલ્હુટ્સ માટે તેના વોર્ડરોબમાં ખાસ સ્થાન છે. જો કે, રાધિકાએ હંમેશાં તેની સાર્ટોરિક તસવીરો સાથે તેની ફેશન ગેમમાં વધારો કર્યો છે.

image source

પરંતુ જ્યારે પણ ભાવિ સાસુ નીતા અંબાણી અને નણંદ ઇશા અંબાણીના સ્ટાઇલ સ્ટેટમેન્ટ સાથે મેળ ખાવાની વાત આવે છે ત્યારે તે બીજાને ખુશ કેવી રીતે કરવા તે ખૂબ જ સારી રીતે જાણે છે. જ્યારે તે કરીના કપૂરના ભાઈ અરમાન જૈનના રિસેપ્શનમાં પોતાના સાસરીના ફેમિલી સાથે ત્યાં પહોંચી ત્યારે અમને તે જોવા મળ્યું હતું.

image source

આમ તો નીતા અંબાણી ઘણીવાર પરિવારના અન્ય સભ્યોની જેમ જ રાધિકા મર્ચન્ટને મીડિયા સાથે રૂબરૂ કરાવતી રહે છે. પરંતુ આ વખતે કારણ થોડું ખાસ હતું. આ વખતે અરમાન જૈન અને અનીષા મલ્હોત્રાની રિસેપ્શન પાર્ટીમાં નીતા અંબાણી તેમ જ તેના પરિવારના લોકો પણ હાજર રહ્યા હતા, જેમાં રાધિકા મર્ચન્ટની સ્ટાઇલે બધાને પોતાના કાયલ કરી દીધા હતા. જી હા, આ દરમિયાન રાધિકા મર્ચન્ટ એક સીક્વિન સાડીમાં જોવા મળી હતી, જેમાં તેની સુંદરતા તેને જોતા જ દેખાઈ રહી હતી. સૌથી રસપ્રદ વાત એ છે કે આ સ્ટાઇલ બરાબર ભાવિ નવી પુત્રવધૂ જેવી હતી.

image source

આ પાર્ટી માટે, રાધિકા મર્ચન્ટે ફેમસ સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલી પ્રખ્યાત સીક્વિન સાડી પહેરી હતી, જેમાં સાથે ફ્લોરલ બોટકટ બ્લાઉઝ તેના દેખાવમાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો. તેના એકંદર દેખાવ વિશે વાત કરીએ તો, તેણે તેના રોમેન્ટિક પોશાકને પૂર્ણ કરવા માટે નાજુક સાજ શણગારો પસંદ કર્યા હતા, જેને તેણે હીરાનો ગળાનો હાર અને મેચિંગ એરિંગ્સ સાથે જોડયા હતા.

image source

જો કે, રાધિકા મર્ચન્ટની આ મોનોક્રોમ સાડીની ખાસિયત તેણીનો ડિઝાઇનર બ્લાઉઝ હતો, જેને પરફેક્ટ રીતે ફ્લોન્ટ કરવા માટે તેણે તેના સાડીના પલ્લુને કમરની બાજુથી ડાબી બાજુના હાથ તરફ ડ્રેપ કરી હતી. જો કે, અમને સટલ મેકઅપની સાથે રાધિકાનો અવતાર ગમ્યો હતો, જો તમે ઇચ્છો તો, આગામી લગ્નની સીઝનમાં રાધિકાના આ લુકની નકલ કરી શકો છો.

Source: Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત