ચાર દીકરીઓ જન્મી તો તૂટી ગયું હતું પિતાનું દિલ, આજે એ દીકરીઓ બૉલીવુડ પર કરે છે રાજ

એવું જરૂરી નથી કે દરેક ઘરમાં દીકરીઓના જન્મ થયા તો ખુશી જ મનાવવામાં આવે. ખાસ કરીને જ્યારે એક પછી એક ઘરમાં ચાર દીકરીઓનો જન્મ થાય છે. આવી જ વાર્તા મોહન બહેનોની છે, જ્યારે ચાર દીકરીઓ થયા પછી તેમના પિતા એક ક્ષણ માટે નિરાશ થઈ ગયા હતા. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એ જ દીકરીઓ આજે બોલિવૂડમાં ધમાલ મચાવી રહી છે. જો આપણે નીતિ મોહન વિશે વાત કરીએ તો, નીતિ મોહનએ બોલિવૂડમાં એક કરતાં વધુ ફિલ્મોમાં ગીતો ગાયા છે. આજે તે બોલીવુડના પ્રખ્યાત ગાયકોની યાદીમાં સામેલ છે. તો ચાલો આજે જાણી લઈએ નીતિ મોહન અને એમની બહેનો વિશે રસપ્રદ વાતો

નીતિ મોહન

image soucre

નીતિ મોહન આજકાલ બોલિવૂડની ટોચની ગાયિકાઓમાંની એક છે. આ સાથે નીતિ મોહને ઘણા રિયાલિટી શો પણ હોસ્ટ કર્યા છે. તેમનો જન્મ 18 નવેમ્બર 1979ના રોજ થયો હતો. ચાર બહેનોમાં નીતિ મોહન સૌથી મોટી છે. તેણે પહેલીવાર ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી પોતાનું સિંગિંગ ડેબ્યૂ કર્યું હતું.નીતિ મોહન અને નિહાર પંડ્યાએ ફેબ્રુઆરી 2019માં લગ્ન કર્યા હતા. કપલે હૈદરાબાદમાં સાત ફેરા લીધા હતા. નીતિ અને નિહાર અવારનવાર એકબીજા સાથેની પ્રેમાળ તસવીરો શેર કરતાં રહે છે.

શક્તિ મોહન

image soucre

કોને ખબર હતી કે એક સમયે ડાન્સ ઈન્ડિયા ડાન્સ અને ડાન્સ દીવાને જેવા રિયાલિટી શોમાં સ્પર્ધક તરીકે ડાન્સ કરનાર શક્તિ મોહન બોલિવૂડના મોટા સ્ટાર્સને પણ ડાન્સ કરાવશે. નંબર ટુ બહેન શક્તિ મોહન આજે ઘણા રિયાલિટી શો હોસ્ટ કરી રહી છે. આ સાથે શક્તિ મોહન બોલિવૂડ સ્ટાર્સને ડાન્સ પણ શીખવે છે.

મુક્તિ મોહન

image soucre

ત્રીજા નંબરની બહેન મુક્તિ મોહન પણ તેની મોટી બહેનોથી જરાય ઓછી નથી. મુક્તિ મોહને પોતાના કરિયરની શરૂઆત રિયાલિટી શો ‘જરા નચ કે દિખા’માં સ્પર્ધક તરીકે કરી હતી. હવે મુક્તિ મોહન તેની યુટ્યુબ ચેનલ પર કોરિયોગ્રાફી અને ડાન્સને લગતા વીડિયો મૂકી રહી છે

કૃતિ મોહન

image soucre

મોહન બહેનોમાં સૌથી નાની કૃતિ મોહનને એની અન્ય બહેનોની જેમ બોલિવૂડ સાથે કોઈ લેવાદેવા નથી. તે નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર હતી. તેથી તેણે સોફ્ટવેર એન્જિનિયર તરીકેની પોતાની કારકિર્દી પસંદ કરી છે. ખાસ વાત એ છે કે ચારેય બહેનો પોત-પોતાના ક્ષેત્રમાં ચમકી રહી છે અને એ જ કારણે આજે તેમના માતા-પિતા તેમના પર ગર્વ અનુભવે છે.