DyCM કોરોના સંક્રમિત: ગઈકાલે જ ગૃહમંત્રી અમિત શાહ અને CM રૂપાણી હતા સાથે

ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આવ્યા કોરોનાની ઝપેટમાં, વિજય રૂપાણી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે હતા બે દિવસથી સતત સંપર્કમાં.
દેશ પર જાણે કોરોના પોતાની લાલ આંખ કરીને બેઠો છે. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દિવસેને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં રોજ રેકોર્ડબ્રેક કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. એવામાં હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ પણ કોરોના સંક્રમણથી ન બચી શક્યા. હાલ તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

image source

મળેલી માહિતી અનુસાર ડેપ્યુટી સીએમ નીતિન પટેલની તબિયત ખરાબ થતાં તેમણે એમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમનામાં કોરોનાનાં પ્રાથમિક લક્ષણો જણાયાં હતાં. જોકે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે.


આ અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું, કોરોનાના શરૂઆતના પ્રાથમિક લક્ષણો જણાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જે પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 900 બેડની કોવિડ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં જ કોરોનાની પરિસ્થિતિ અંગે મહત્વની બેઠક યોજાઈ હતી. તો આજે તેઓ ગાંધીનગરના કોલવડા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અહીં PSA ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું હતું. અહીં પણ અમિત શાહની સાથે નીતિન પટેલ અને રૂપાણી સાથે હતા.


રાજ્યમાં કોરોનાના કારણે ખૂબ જ કફોડી સ્થિતિ છે. રોજ જ કેસની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે.

છેલ્લા 4 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

  • તારીખ. કેસ. મોત
  • 23 એપ્રિલ. 13804 142
  • 22 એપ્રિલ. 13015 137
  • 21 એપ્રિલ. 12553 125
  • 20 એપ્રિલ. 12206 121
  • કુલ. 51,578 525

ગુજરાતમાં કોરોનાની શું છે સ્થિતિ

શુક્રવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 13,804 કેસ નોંધાયા હતા અને 142 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક મૃત્યુઆંક 6019 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 5618 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધી 3,61,493 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ નો આંકડો 100128 પર પહોંચ્યો છે. જેમાંથી 384 લોકો વેન્ટિલેટર પર અને 99744 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.30 ટકા છે.

જેટલી ઝડપે કોરોનાના કેસ વધી રહ્યા છે એટલી જ ઝડપે વેકસીનેશન કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92,15,310 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,86,321 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 1,10,01,631 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!