Site icon News Gujarat

મૃત્યુના 20 દિવસ બાદ ફરી એકવાર ઋષિકપૂરને યાદ કરતાં નીતુ કપૂરે તસ્વીર કરી શેર – લખ્યું કદાચ આ તસ્વીર…

મૃત્યુના 20 દિવસ બાદ ફરી એકવાર ઋષિકપૂરને યાદ કરતાં નીતુ કપૂરે તસ્વીર કરી શેર – લખ્યું કદાચ આ તસ્વીર…

image source

બોલીવૂડના સદાબહાર અભિનેતા ઋષિ કપૂરના નિધનને લગભગ 20 દિવસ પસાર થઈ ગયા છે. પણ તેમની યાદ તેમના પ્રિયજનોને હજુ પણ સતત સતાવી રહી છે. એક જાતનો ખાલીપો આખુંએ કપૂર ખાનદાન અનુભવી રહ્યું છે જે એક સ્વાભાવિક લાગણી છે. ખાસ કરીને તેમના પત્ની નીતૂ કપૂર, ઋષિ કપૂરના ગયા બાદ પોતાના દુઃખને ભુલાવી નથી શકતા. એમ પણ નજીકની વ્યક્તિના મૃત્યુનું દુઃખ આજીવન હૃદયના કોઈને કોઈ ખૂણે તાજું જ રહે છે. તાજેતરમાં નીતૂ કપૂરે ઋષિ કપૂરને યાદ કરતી એક ફેમિલી તસવીર શેર કરતાં ખૂબ જ ભાવુક વાત લખી છે.

નીતૂ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના કુટુંબીજનો સાથેની એક તસ્વીર શેર કરી છે, જેમાં તે પોતે, દીકરો રણબીર કપૂર, દીકરી રિદ્ધિમા કપૂર અને તેમની પૌત્રી અલાવા સ્મીત કરી રહી છે અને તેમની સાથે ઋષિ કપૂર પણ સુંદર સ્પિત આપી રહ્યા છે. આ તસ્વીર શેર કરતાં નીતૂ કપૂરે લખ્યું છે – કદાચ આ તસવીર તેમનીતેમ જ અકબંધ રહી હોત. આ નાનકડી ઇમોશનલ નોટ સાથે તેમણે એક હાર્ટ ઇમોજી પણ મુક્યું છે. આ તસ્વીર પર ઘણા બધા સેલેબ્રીટીઝે પ્રતિક્રિયાઓ પણ આપી છે.

અમિતાભની દીકરી શ્વેતા બચ્ચન નંદાએ આ તસ્વીર પર કમેન્ટ કરતાં લખ્યું છે – તમને મારો પ્રેમ મળે. મહીપ કપૂર, સુઝૈન ખાન અને સોની રાજદાને પણ નીતૂની આ તસ્વીર પર સાંત્વના આપી છે. ઋષિ કપૂરનું મૃત્યુ 30મી એપ્રિલની સવારે થયું હતું, તેમની તબિયત લથડતાં તેમને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઋષિ કપૂરના અંતીમ સંસ્કાર તે જ દિવસે ઇલેક્ટ્રિક વિધિથી કરવામાં આવ્યા હતા. લોકડાઉનના કારણે તેમની અંતિમ યાત્રા કાઢી શકાઈ નહોતી. ઋષિ કપૂરના પાર્થિવ દેહને ફુલોથી સજાવવીને એમ્બ્યુલન્સ દ્વારા શવગૃહ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. કુટુંબીજનો તેમજ ગણતરીના મિત્રો થઈને માત્ર 24 લોકો જ તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહી શક્યા હતા.

જેમાં ઋષિ કપૂરના બન્ને ભાઈ રણધીર કપૂર અને રાજીવ કપૂર, પત્ની નીતૂ કપૂર, દીકરો રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન વિગેરેએ હાજરી આપી હતી. દીકરી રિદ્ધિમાં લોકડાઉનના કારણે પિતાના છેલ્લા દર્શન નહોતી કરી શકી, જો કે તેણી તે જ દિવસે કાર દ્વારા દિલ્લીથી મુંબઈ આવવા નીકળી ગઈ હતી અને બીજા દિવસે મુંબઈ પહોંચી શકી હતી. પણ અંતિમ સંસ્કાર દરમિયાન આલિયાએ ફોન દ્વારા રિદ્ધિમાને પિતાના અંતિમ દર્શન કરાવ્યા હતા. અંતિમ સંસ્કાર બાદ મુંબઈના નજીકના તીર્થ સ્થળ તેવા બાણગંગામાં તેમના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કુટુંબીજનોએ તેમના અસ્થિને હરિદ્વારમાં વિસર્જિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ પ્રશાસને તેની મંજૂરી આપી નહોતી.

image source

ઋષિ કપૂરના નિધનથી આખોએ દેશ શોકમગ્ન થઈ ગયો હતો. બોલીવૂડના નાના-મોટા બધા જ કલાકારો તેમજ દેશના રાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રી ઉપરાંત અન્ય રાજનેતાઓ દ્વારા તેમને સોશિયલ મિડયા દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

Source : Jagaran

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version