Site icon News Gujarat

જાણો આ 7 ખેલાડીઓ વિશે, જે નિવૃત થયા પછી કરી રહ્યા છે આવાં અવનવા કામો…

ક્રિકેટને અનિશ્ચિતતાની રમત કહેવામાં આવે છે અને એ જ રીતે ક્રિકેટ ક્ષેત્રે કેરિયર બનાવવું એ એથીય વધુ અનિશ્ચિત કામ છે. જો નસીબ સાથ આપે તો ક્રિકેટના શિખરો પણ સર કરી શકાય અને જો નસીબ સાથ ન આપે તો ભલભલા ટેલેન્ટેડ ખેલાડીઓ અંધારામાં જ રહી જાય છે. કોઈ ખેલાડી નવા ખેલાડીઓને સ્થાન મળે એ માટે તો કોઈ ખેલાડી પોતાના નસીબ ન ચાલવાના કારણે ક્રિકેટ છોડે છે અને નિવૃત્તિ જાહેર કરી દે છે. હવે જેના જીવનનો મુખ્ય સમય ક્રિકેટમાં વીત્યો હોય એ ખેલાડીઓ જ્યારે નિવૃત થાય ત્યારે તેને સમય કાઢવો મુશ્કેલ બની જાય છે.

આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે વિશ્વના 5 નિવૃત ક્રિકેટરો વિશે વાત કરીશું જેઓ નિવૃત્તિ બાદ અલગ અલગ કામોમાં પ્રવૃત છે.

image source

દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલરો પૈકી એક એવા મખાયા નતીનીનું ક્રિકેટ કેરિયર શાનદાર રહ્યું હતું. પરંતુ વર્ષ 1999 માં તેના પર એક યુવતી પર રેપનો મામલો સામે આવ્યો અને તેના માટે મખાયા નતીનીને 6 વર્ષની સજા થઈ હતી. ઘણો સમય જેલમાં વિતાવ્યા બાદ વકીલની મદદથી તેનો છુટકારો થયો હતો. મખાયા નતીનીએ દક્ષિણ આફિકા માટે 101 ટેસ્ટ, 173 વન-ડે અને 10 T20 મેચ રમ્યા હતા.

image source

એક સમયે ઝિમ્બાબ્વેનો પોસ્ટર બોય એવા હેનરી ઓલંગાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી તેને લગભગ 15 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. ઓલંગાએ ઝિમ્બાબ્વે વતી 30 ટેસ્ટ અને 50 વન-ડે રમ્યા હતા. ઝિમ્બાબ્વેની સરકાર સામે અવાજ ઉઠાવવા બદલ હેનરી ઓલંગાને દેશ છોડવો પડ્યો હતો. 1999 માં ભારત સામેના એક મેચમાં ઓલંગાએ 5 બોલમાં 3 વિકેટ ઝડપી મેચનું પાસું પલટાવી નાખ્યું હતું. ક્રિકેટ સિવાય ઓલંગાને ગાવાનો પણ શોખ હતો અને હાલ તે સ્ટેજ શો કરી પોતાનો શોખ પૂરો કરે છે.

image source

ટીમ ઇન્ડિયના દિગ્ગજ ખેલાડી સચીન તેંડુલકરનું ભારતીય ક્રિકેટમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે. 45 વર્ષના સચિન તેંડુલકર રાજ્યસભામાં પહોંચનાર પ્રથમ સક્રિય ક્રિકેટર અને ખેલાડી બન્યા હતા. લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 100 સદી પુરી કરી હતી. સચિને ડિસેમ્બર 2012 માં વન-ડે ક્રિકેટમાંથી અને 2013 માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. હાલમાં તે ક્રિકેટ કોમેન્ટ્રી કરતા નજરે પડે છે.

image source

ક્રિસ ક્રેઇન્સ ન્યુઝીલેન્ડના સફળ ક્રિકેટરો પૈકી એક છે પરંતુ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. મીડિયા અહેવાલો મુજબ ક્રિસ ક્રેઇન્સને નિવૃત્તિ બાદ ઘર ચલાવવા બસોને ધોવાનું અને ટ્રક ચલાવવાનું કામ પણ કરવું પડ્યું હતું. ક્રિસ ક્રેઇન્સે ન્યુઝીલેન્ડ વતી 62 વન-ડે 215 ટેસ્ટ અને 2 T20 મેચો રમ્યા હતા.

image source

જાવેદ મીંયાદાદ પાકિસ્તાનના ખ્યાતનામ ક્રિકેટરો પૈકી એક ગણાય છે. તેઓએ છ વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેનો બેટ્સમેન તરીકેનો દેખાવ પણ નોંધપાત્ર રહ્યો હતો. જાવેદ મીંયાદાદે 124 ટેસ્ટમાં 8832 અને 231 વન-ડેમાં 7381 રન બનાવ્યા હતા. મીંયાદાદે 1996 માં વિશ્વકપ પહેલા જ નિવૃત્તિ લઈ લીધી હતી પણ તે સમયના પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોના કહેવા પર 10 દિવસ બાદ પોતાની નિવૃત્તિ પાછી ખેંચી હતી.

image source

બ્રાઝીલ ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી રિકાર્ડો કાકાએ 35 વર્ષની ઉંમરે જ નિવૃત્તિ લઈ લીધી હતી. વર્ષ 2002 માં ફિફા વર્લ્ડકપ જીતનાર બ્રાઝીલ ટીમનો પણ તે સભ્ય રહ્યા હતા. મેદાન બહાર પણ કાકા તેની દરિયાદીલી માટે જાણીતા હતા. 2004 માં તેઓ યુનાઇટેડ નેશનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામમાં સૌથી યુવા એમ્બેસેડર પણ બન્યા હતા. વર્ષ 2008 અને 2009 માં પ્રખ્યાત મેગેઝિન ટાઈમે જાહેર કરેલા 100 સૌથી પ્રભાવી વ્યક્તિના લિસ્ટમાં તેનો સમાવેશ કર્યો હતો.

image source

ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમના પૂર્વ સુકાની જોન ટેરીએ નિવૃત્તિ બાદ કોચિંગ ક્ષેત્રે જવાની તૈયારી કરી હતી. તેના સમયમાં જોન ઇંગ્લેન્ડ ટીમના સૌથી મજબૂત ખેલાડીઓ પૈકી એક હતા. 37 વર્ષના જોન ટેરીએ 78 ઇન્ટરનેશનલ મેચોમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version