Site icon News Gujarat

નિયમિત કરો આ દસ કાર્યો અને જુઓ તમારા જીવનમા આવતા પરીવર્તનો…

મિત્રો, આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક માન્યતાઓ પર ચાલનાર દેશ છે. આપણી પાવન અને પવિત્ર ધરા પર અનેકવિધ વિદ્વાન લોકો જન્મ લઇ ચુક્યા છે અને તેમણે પોતાનો અનુભવનો નીચોડ સ્વરૂપે અનેકવિધ ગ્રંથોનુ નિર્માણ કર્યુ છે. આ ગ્રંથોમા જણાવેલી બાબતોને જે કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમા સારપૂર્વક અનુસરે છે તો તે તેના માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આજે આ લેખમા આપણે પણ અમુક આવી જ બાબતો વિશે ચર્ચા કરીશુ.

image source

કોઈપણ વ્યક્તિનુ જીવન એ અમુક નિયમોથી કટિબદ્ધ હોય છે. દરેક વ્યક્તિ પોતાના જીવનના અમુક મૂળમંત્રો અને નિયમો બનાવીને રાખે છે અને પોતાનુ આખુ જીવન તેના આધાર પર જ પસાર કરે છે. જો કોઈ વ્યક્તિ નિયમના આધાર વિના પોતાનુ જીવન પસાર કરે છે તો તેનુ જીવન એક્દમ અસ્તવ્યસ્ત અને અનિશ્ચિત બની જશે.

image source

એવા ઘણા લોકો હોય છે કે, જે નિયમિત સાત વાગ્યે ઊઠે છે અને ત્યારપછી પોતાની નિત્યક્રિયા પતાવીને નિર્ધારિત સમયે પૂજા કરીને બીજુ કામ કરે છે. જો દિવસની શરૂઆત સારી હોય તો આખો દિવસ પણ ખુબ જ સારી રીતે પસાર થાય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, આપણે દરરોજ કઈ-કઈ વસ્તુઓ કરવી જોઈએ.

image source

આપણે નિયમિત ભૂલ્યા વિના પૂજાપાઠ કર્યા પછી હનુમાન ચાલીસા, બજરંગ તીર અથવા સુંદરકાંડનુ પાઠ કરવુ જોઈએ. આ ઉપરાંત નિયમિત ગીતાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરવી પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આખા દિવસમા ૨૪ વાર ગાયત્રી મંત્રનો મંત્રોચ્ચાર કર્યા પછી જ દિવસની શરૂઆત કરો.

આ સિવાય નિયમિત મંદિરમાં જઈને ઈશ્વરની વિધિવત પૂજા કરીને તેમના આશીર્વાદ લેવા. આ સિવાય નિયમિત મંદિરે જઈને ૫-૧૦ મિનિટ માટે ઈશ્વરના સાનિધ્યમા ચાલ્યા જવુ. આ સિવાય આખા દિવસમા પાંચ વખત મહામૃતંજય મંત્રનો જાપ કરવો, તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થશે.

image source

આ સિવાય નિયમિત વહેલી સવારે અને સાંજે તમારા પ્રભુભજન કરો અને બધાને સંભળાવો. આ સિવાય નિયમિત વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને પ્રભુ સૂર્યનારાયણને જળ અર્પણ કરો. આ સાથે જ સૂર્યવંદનના મંત્રનુ પણ ઉચ્ચારણ કરો. નિયમિત માતા-પિતાના ચરણ સ્પર્શ કરીને જ તમારા દિવસની શરૂઆત કરો.

આ સિવાય અઠવાડિયામા એકાદ વાર દુર્ગા, રામ, ચંડી, ગણેશ, કૃષ્ણ સ્ત્રોતનુ પઠન કરો. બસ ફક્ત આ ક્રિયાનુ જો તમે નિયમિત અનુસરો તો તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવી કશે અને તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version