કોરોના નિયમ તોડવા પર માલિક સાથે તેમના કૂતરાની પણ ધરપકડ કરવા આવી હતી, તો જાણો શું છે…?

આ કોરોના જેવી મોટી બીમારીમાં કોરોના ના વધતા કેસને લીધે દેશમાં જુદા જુદા વિસ્તારમાં લોકડાઉન ચાલી રહ્યું છે. તો કોઈક જગ્યા પર કોરોના નામનું કર્ફ્યું પણ લગાડવામાં આવ્યું છે. પોલીસને બધી જગ્યા પર કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. કોરોના નિયમનું કોઈ જગ્યા પર ઉલ્લંઘન ન થાય તે માટે પોલીસની નજર બધા લોકો પર રાખવામાં આવી છે.

image source

પરંતુ ઈન્દોરમાં કોરોનાના પ્રોટોકોલને તોડીને જતા યુવક પર કાનૂની કાર્યવાહી કરવાનો એક જુદો જ કિસ્સો જોવા મળ્યો છે. કોરોનાના નિયમોના ઉલ્લંઘનના મામલે ઇન્દોરની પોલીસે એક કૂતરાને તેમજ તેના માલિકની ધરપકડ કરવામાં આવી હતી. કોરોના જેવી મહામારીમાં કરેલા લોકડાઉનમાં તે બહાર રખડતા પોલીસના નજરે પડી ગયા હતા. આ ઘટના ઇન્દોરના પલાસિયા વિસ્તારમાં બની હતી, જ્યારે તે વ્યક્તિ તેના કૂતરા સાથે ચાલતો હતો.

ત્યારે પોલીસની ટીમ કોરોનાના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસની ટીમ તેના પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે વ્યક્તિએ કોરોનાના નિયમનું પાલન ન કરવા પર તે વ્યક્તિને ગિરફ્તાર કરવામાં આવ્યો હતો. ઈન્ડિયાના આજના સમાચાર પ્રમાણે , પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી હતી. તે વ્યક્તિ એક મોટો ઉદ્યોગપતિ છે. જ્યારે તે કોરોના નિયમોનું ઉલ્લંઘન કરીને તેના કૂતરા સાથે ફરવા નીકળ્યો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે તેને કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરતી હોવાનું માનીને તે વ્યક્તિની ધરપકડ કરી હતી.

image source

મીડિયા જણાવ્યા રિપોર્ટ્સ પ્રમાણે પોલીસે આરોપી પર શખ્સ અને તેના કૂતરાને જેલમાં મોકલી આપ્યો છે. જોકે પોલીસે આ વાતનો ઇનકાર કર્યો છે. પ્રાણી અધિકારના કેટલાક કાર્યકરોએ બહાર ફરવા જવા માટે તે માણસ અને કૂતરાની ધરપકડનો વિરોધ પણ કર્યો છે. કુતરો એ પ્રાણી છે તે ગમે ત્યાં ફરી શકે છે. તેના માટે કોઈ નિયમો લાગુ પડતા નથી. આ કોરોનાની મહામારીમાં લોકોએ બહાર જવાનું ટાળવું જોઈએ. કોરોનાથી બચવા માટે આપણે ઘરમાં રહીને જ સુરક્ષિત રહી શકીએ છે.

માટે કોઈ પણ કોરોના પ્રોટોકોલનો નિયમ તોડવો ન જોઈએ. આપણે આપણા ઘરમાં જ રહી અથવા તો અગાસી પર જઈને વોક કરવું જોઈએ. અત્યારે કોરોના જેવી બીમારીમાં બહાર ન નીકળવું જોઈએ, નહિ તો કોઈ પણ કારણ વગર પોલીસ સ્ટેશને જવું પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!