લોકડાઉન દરમિયાન નો-મેકઅપ લૂકમાં આવી બોલીવૂડ અભિનેત્રીઓ – તમે જ કહો કોણ લાગે છે મેકઅપ વગર પણ સુંદર

કરીના કપૂર ખાન અને દીપિકા પાદુકોણ સહિતની આ કેટલીક અભિનેત્રીઓ મેકઅપ વિના નજર આવી, જેમણે લોકડાઉન દરમ્યાન આ ફોટા શેર કર્યા.

image source

બોલિવૂડ સ્ટાર્સ લોકડાઉન દરમ્યાન પોતાના ઘરોમાં જ બંધ છે. આવી સ્થિતિમાં, કેટલીકવાર તેઓ રસોઈ બનાવે છે અને કેટલીકવાર તેઓ ઘરના અન્ય કામો કરતા જોવા મળે છે. આ દરમિયાન, આ સ્ટાર્સ તેમના ચાહકો માટે તેમની સેલ્ફી અથવા વીડિયો પણ શેર કરી રહ્યાં છે. જેમાં તેઓ મેક અપ કર્યા વિના જોવા મળી રહ્યા છે. આજે અમે એવી અભિનેત્રીઓની તસવીરો બતાવીએ છીએ જેઓ આ સમય દરમિયાન નો મેકઅપ લુકમાં નજર આવી હતી.

image source

બોલિવૂડ ડિવાઝ માટે એવું કહેવામાં આવે છે કે તે માત્ર મેકઅપના કારણે જ સારી લાગે છે. તેમના સોશિયલ એકાઉન્ટ્સ ફિલ્ટર્સથી ભરપૂર છે અને ચહેરો મેક અપ થી. તમને જણાવી દઇએ કે આ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે જે મેક અપ કર્યા વિના પણ ખૂબ જ સુંદર લાગે છે.

મલાઇકા અરોરા પોતાની ફેશન સેન્સને લીધે સૌથી વધુ ચર્ચામાં રહે છે. સ્ટાઇલિશ મલાઇકા મેકઅપ વગરના ફોટા શેર કરવામાં ક્યારેય અચકાતી નથી. તે ઘણીવાર મેક-અપ વિનાની તસ્વીર પોસ્ટ પણ કરે છે.

image source

કરીના કપૂરે સોશિયલ મીડિયા પર પોતાની નો-મેક-અપ સેલ્ફી પોસ્ટ કરી હતી. કરીનાની આ તસવીર ચર્ચાઈ હતી જે તેણે વર્કઆઉટ દરમિયાન લીધી હતી. આ પહેલીવાર નથી બન્યું જ્યારે કરીનાએ મેકઅપ વગરની આ પ્રકારની સેલ્ફી શેર કરી હોય, આ પહેલા પણ તે ઘણી વખત ચાહકો સાથે આવી તસવીરો શેર કરી ચૂકી છે. કરીના કપૂરનો પિંક કોમ્પ્લેકશન અને તેનો અણીદાર ચહેરો મેકઅપ વગર પણ સુંદર લાગે છે. આ કારણોસર તે મેકઅપ કરતા નો મેક અપ લૂકમાં જોવા મળી રહી છે. પછી ભલે તે તેમના જીમ પર જઇ રહી હોય કે એરપોર્ટ લુકમાં. બધે જ તે મેકઅપ કર્યા વગર દેખાય છે.

image source

આલિયા ભટ્ટે ચાહકો માટે આવી જ એક સેલ્ફી પોસ્ટ કરી છે. તસવીરમાં આલિયા ભટ્ટ નો મેકઅપ લુકમાં છે. આ પહેલા પણ તે ઘણી વખત એરપોર્ટ પર મેક-અપ વિના સ્પૉટ થઈ ચુકી છે.

જેક્લીન ફર્નાડીઝ મેકઅપમાં જેટલી સુંદર દેખાય છે તેટલી જ તે મેકઅપ વિના પણ સુંદર લાગે છે. તેનું સ્મિત તેને વધારે સુંદર બનાવે છે.

image source

મિસ વર્લ્ડ રહી ચૂકેલી પ્રિયંકા નો મેક અપ લુકમાં. પ્રિયંકા સેલ્ફીની શોખીન છે, તે પોતાના સોશિયલ એકાઉન્ટ પર ઘણી બધી તસવીરો શેર કરતી રહે છે.

મિસ એશિયા પેસિફિક રહી ચૂકેલી દિયા મિર્ઝાનો ગ્લોઇંગ ચહેરો મેકઅપ વિના પણ ખૂબસૂરત લાગી રહ્યો છે.

પ્રીતિ ઝિન્ટા 42 વર્ષની ઉંમરે પણ આશ્ચર્યજનક લાગે છે. મેકઅપ વિના તેનો કુદરતી દેખાવ તેને વધુ સુંદર બનાવે છે.

નરગીસ ફકરીનો આ ફ્રેશ લુક. સવારના સમયનો તાજો તડકો લેતી આ સેલ્ફીમાં તેણી એ કોઈ મેકઅપ કર્યો નથી.

image source

લોકડાઉન દરમ્યાન સોનમ કપૂર દિલ્હીમાં આવેલ તેના સસુરાલ માં છે. તે લોકડાઉનના થોડા દિવસ પહેલા લંડનથી પરત આવી હતી. આ તસવીરમાં સોનમનો નો મેકઅપ લુક જોવા મળ્યો હતો. સોનમ નવરાશના આ સમયમાં વેબસરીઝ જોઈ રહી છે અને પુસ્તકો વાંચી રહી છે.

અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે આ તસવીર શેર કરી છે. તસવીરમાં અનુષ્કાની તોફાની સ્ટાઇલ જોવા મળી રહી છે. તે મેકઅપ વિના પણ એટલી જ સુંદર લાગે છે. તેમજ આ બંને કપલ અવનવા ફની વિડીયો બનાવીને પણ પોતાના ફેન્સ સાથે શેર કરી રહ્યા છે.

image source

કેટરિના કૈફ જાતે જ ઘરકામ કરી રહી છે. કેટલીકવાર તે સફાઈ કરતા વિડીયો પોસ્ટ કરે છે તો કેટલીકવાર વાસણ સાફ કરતા. એક વીડિયોમાં કેટરિના તેની નાની બહેન ઇસાબેલ સાથે જોવા મળી હતી.

તાજેતરમાં જ દીપિકાએ એક સેલ્ફી શેર કરી હતી. સેલ્ફીની તસવીરોમાં દીપિકા ફ્રૂટ જ્યુસ પીતી જોવા મળી હતી, તે જોતા એવું લાગી રહ્યું છે કે તે દાડમ અથવા તડબૂચનો જ્યૂસ છે. આ સાથે દીપિકાએ બીજી એક સેલ્ફી શેર કરી છે જેમાં તરબૂચ ખાતી જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે; ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત