જાણી લો કોરોના સિવાય આ 4 ખતરનાક બીમારીઓ વિશે તમે પણ, જેની આજ સુધી નથી શોધાઇ કોઇ વેક્સીન

કોરોના જ નહીં આ 4 ખતરનાક બીમારીઓની પણ નથી કોઈ વેકસીન.

image source

દુનિયાભરમાં કરોડો લોકો કોરોનાથી છુટકારો પામવા એની વેકસીન બને એની રાહ જોઈ રહ્યા છે. નિષ્ણાતો એ ચેતવણી આપી છે કે વેકસીન બનવાની પ્રક્રિયા ગમે તેટલી ઝડપથી ચાલતી હોય પણ એને બનવામાં સમય લાગી શકે છે અને જો સ્થિતિ વણસી તો વેકસીન ન પણ બને. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના હેલ્થ ઇમરજન્સીના ડાયરેકટર માઈકલ રેયાને કહ્યું છે કે “આ વાયરસ સાથે આપણે રહેવું પડી શકે તેમ છે.”

જોકે આ વાયરસ સાથે રહેવાની સંભાવના વિનાશકારી હોઈ શકે છે કારણ કે હકીકત તો એ છે કે 69 લાખથી વધુ લોકો આનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને ચાર લાખથી વધુ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. વેકસીનની શોધ વર્ષો સુધી કે દશકો સુધી ચાલી શકે છે. ક્યારેક આ પ્રયત્નો વ્યર્થ પણ થઈ શકે છે અને ક્યારેક સારા પરિણામ પણ મળી શકે છે જેમ કે ઇબોલા વખતે થયું હતું.

image source

1976માં પહેલી વાર ઇબોલા વિશે ખબર પડી હતી. ત્યારે એના કારણે મરનારની સંખ્યા 50% હતી. વર્ષની શરૂઆત સુધી એની કોઈ વેકસીન નહોતી બની શકી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને અમુક લોકોએ એને રોકવા માટે આખરે એક વેકસીનને માન્યતા આપી દીધી. પણ અહીંયા એવા બીજા ચાર જીવલેણ વાયરસની આપણે ચર્ચા કરીશું, જેની વેકસીન હજી સુધી નથી બની શકી.

એચઆઇવી.

image source

એચઆઇવી વાયરસ વિશે ખબર પડી એને ત્રીસ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. એચઆઇવી વાયરસના કારણે કોઈપણ વ્યક્તિને એઇડ્સની બીમારી થઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે એઇડ્સના લીધે અત્યાર સુધી દુનિયા ભરમાં 3.2 કરોડ લોકોનો જીવ ગયો છે. એચઆઇવી એ લોકોની જીવનશૈલી પર ઘણી અસર કરી હતી. લોકો પોતાની યૌન આદતો બદલવા માટે મજબૂર થઈ ગયા કારણકે શારીરિક સંબંધ એચઆઇવી સંક્રમનનું મુખ્ય કારણ છે. એઇડ્સના શરૂઆતના કેસ સમલૈંગિક લોકોમાં જોવા મળ્યા હતા. એ કારણે આ બીમારીને લઈને સામાજિક કલંકની મજબૂત ભાવના જોડાઈ ગઈ હતી. મીડિયા પર તો એને “ગે કેન્સર” પણ કહેવામાં આવતું હતું.

image source

આજે લગભગ ચાર દાયકા પછી પણ આની કોઈ દવા નથી બની. આખી દુનિયામાં ચાર કરોડથી વધુ લોકો આનાથી પ્રભાવિત થઈ ચૂક્યા છે. વાયરસ ખતમ થવાની વાત તો હજી ઘણી દૂર છે. જોકે કાળજી રાખીએ તો એનાથી બચી શકાય છે અને એની સારવાર કરી એની અસરને ઓછી કરી શકાય છે જેથી એનાથી સંક્રમિત માણસ એક સામાન્ય જીવન જીવી શકે.હાલમાં બે એવા કેસ આવ્યા છે જેમાં સ્ટેમ સેલની મદદથી એચઆઇવી સંક્રમિત લોકોનો ઈલાજ કરવામાં આવ્યો છે પણ નિષ્ણાતો એ ચેતવણી આપી છે કે આ ઈલાજ જોખમોથી ભરેલો છે ને એચઆઇવીથી સંક્રમિત બધા જ કેસમાં એનો ઉપયોગ નથી કરી શકાતો.

એવીયન ઈંફ્લુએન્ઝા.

image source

નેવુંના દાયકામાં છેલ્લા વર્ષોથી લઈને અત્યારસુધી એવીયન ઈંફ્લુએન્ઝાના બે પ્રકાર સામે આવી ચુક્યા છે અને ઘણા બધા લોકો આનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને મૃત્યુ પણ પામ્યા છે. આ વાયરસનું સંક્રમણ ચકલીઓની ચરક માંથી માણસોમાં ફેલાય છે.1997માં એચ5એન1 વાયરસ વિશે સૌથી પહેલા હોંગકોંગમાં ખબર પડી હતી. એના કારણે ત્યાં મોટા પ્રમાણમાં મરઘીઓને મારી નાખવામાં આવી હતી. અત્યાર સુધી આફ્રિકા, એશિયા અને યુરોપના પચાસથી વધુ દેશોમાં આ વાયરસ પહોંચી ચુક્યો છે.આ વાયરસના કારણે થતો મૃત્યુદર 60 ટકા છે. મે 2013માં ચીનમાં એચ7એન9 વિશે ખબર પડી હતી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર 2013 અને 2017ની વચ્ચે 1565 સંક્રમણના કેસ સામે આવ્યા હતા એમાંથી 39 ટકા સંકર્મીતોનું મૃત્યુ થયું હતું. આ વાયરસનું માણસથી માણસમાં થતું સંક્રમણ અસામાન્ય છે. એકવાર આ સાબિત થઈ જાય તો એને રોકવું સરળ રહેતું.

સાર્સ.

image source

સાર્સ કોવી એક પ્રકારનો કોરોના વાયરસ જ છે. આ વિશે સૌથી પહેલા 2003માં ખબર પડી હતી. અત્યાર સુધીની શોધ અનુસાર એવું માનવામાં આવે છે કે આ વાયરસ ચામચીડિયામાંથી માણસમાં આવ્યો છે. ચીનના ગુઅંગુજ વિસ્તારમાં વર્ષ 2002માં આના સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો. આ વાયરસના કારણે શ્વાસ લેવાની ગંભીર બીમારીઓ થાય છે. 2003માં 26 દેશોમાં આ વાયરસથી લગભગ 8000થી વધારે લોકો સંક્રમિત થયા હતા. ત્યારથી આના સંક્રમણના ઓછા કેસ સામે આવ્યા છે.

એવીયન ઈંફ્લુએન્ઝાથી વિપરીત આ વાયરસનું સંક્રમણ માણસથી માણસમાં જ ફેલાય છે અને હકીકતમાં સ્વાસ્થ્ય કેન્દ્રો પર જ આનાથી ફેલાતા સંક્રમણમાં કેસ વધુ છે કારણ કે ત્યાં આનાથી ફેલાતા સંક્રમનને રોકવા માટે ત્યાં જરૂરી કાળજી નથી રાખવામાં આવતી.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર જેમ આ સંક્રમણને રોકવા માટે કાળજી રાખવાની શરૂઆત થઈ તેમ જુલાઈ 2003માં આનું સંક્રમણ અટકી ગયું. 8400થી વધુ સંક્રમણના કેસ સામે આવ્યા હતા. જેમાંથી 916 લોકોનું મૃત્યુ થયું હતું. મૃત્યુ દર 11 ટકા હતો.

મર્સ.

image source

મર્સ કોવ પણ એક પ્રકારનો કોરોના વાયરસ જ છે. આ વિશે સૌથી પહેલા 2012માં ખબર પડી હતી. આના કારણે મર્સ નામની બીમારી થાય છે. આ બીમારીમાં મૃત્યુદર વધુ છે. નવેમ્બર 2019 સુધી આખી દુનિયામાં આ વાયરસથી 2494 લોકો સંક્રમિત થયા હતા. એમાંથી 858 લોકોનું મોત નીપજ્યું હતું. આ વાયરસ વિશે સૌથી પહેલા સાઉદી અરબમાં ખબર પડી હતી પણ એ પછી 27 દેશોમાં આ વાયરસ ફેલાઈ ચુક્યો છે. એમાં મધ્ય પૂર્વના 12 દેશો સામેલ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર મધ્ય પૂર્વથી બહારના જે દેશોમાં સંક્રમણના જે કેસ મળ્યા છે એ પણ આ જ ક્ષેત્રોમાં સંક્રમિત થયા હતા. અરબી ઊંટને આ વાયરસનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. માણસોથી માણસોમાં ફેલાતા સંક્રમણ દુર્લભ છે.મર્સ અને સાર્સ બંને બાબતમાં સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ વેકસીન બનાવવાના પ્રયત્નો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યા છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત