જાણો નોકિયાના આ ફોન વિશે, જે ઓછી કિંમતમાં આપે છે જોરદાર ફિચર્સ

મોબાઈલની દુનિયા એક સમયનું જાણીતું નામ બની ગયેલ નોકિયા કંપનીએ હવે ફરીથી ધીરે ધીરે માર્કેટ પર પોતાની પકડ જમાવી રહ્યું છે ત્યારે નોકિયા કંપની દ્વારા હાલમાં જ ચીન દેશમાં Nokia C3 એન્ડ્રોઈડ સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યો છે.

image source

HMD Global એ પોતાના લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન Nokia C3 ચીનમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. નોકિયા સી3ને ગત મહિનામાં જ ચીનની સર્ટીફિકેશન સાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યો હતો. નોકિયાના આ નવા હેંડ સેટમાં ૫.૯૯ ઇંચ એચડી + સ્ક્રીન અને એન્ડ્રોઈડ ૧૦ જેવી ખૂબીઓ છે. ચાલો જાણીએ આ સ્માર્ટફોનની કીમત, સ્પેસિફિકેશન અને ફીચર્સ વિષે જાણકારી આપવા જઈ રહ્યા છે…

image source

Nokia C3 : કીમત :

નોકિયા C3ને ૬૯૯ ચીની યુઆન (અંદાજીત ૭૫૦૦ રૂપિયા) માં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોન નોર્ડિક બ્લુ અને ગોલ્ડ સૈન્ડ કલરમાં મળશે. સ્માર્ટફોનનું વેચાણ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૦ થી શરુ થઈ શકે છે. નોકિયાના આ ફોનને ખરીદવાના ઈચ્છુક વ્યક્તિઓએ આજથી ચીનમાં ફોનને પ્રિ- બુક કરાવી શકો છો.

Nokia C3 : સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

image source

નોકિયાના આ સ્માર્ટફોનમાં રિયર પર ફિંગરપ્રિન્ટ સેંસર આપવામાં આવ્યા છે. ફોનમાં સાઈડ પર એક Xpress બટન છે જેનાથી ગુગલ આસિસ્ટન્ટ એક્ટિવ કરવામાં આવી શકે છે. કે પછી એની પર ડબલ ક્લિક કે પછી લોંગ પ્રેસ કરીને કોઈ બીજી એપ ખોલી શકાય છે.

image source

નોકિયા C3માં ૫.૯૯ ઈંચ (૧૪૪૦ * ૭૨૦ પિક્સલ) એચડી + ડિસ્પ્લે છે જેના આસ્પેક્ટ રેશિયો ૧૮:૯ છે. ફોનમાં ૧.૬ ગીગાહર્ટઝ ઓક્ટા- કોર Unisoc SC9863A પ્રોસેસર છે. ફોનમાં ગ્રાફિક્સ માટે IMG 8322 જીપીયુ આપવામાં આવ્યું છે. નોકિયાના આ હેંડ સેટમાં 3 જીબી રેમ અને ૩૨ જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ મળે છે. સ્ટોરેજને ૪૦૦ GB સુધી માઈક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.

image source

નોકિયાનો આ ફોન એન્ડ્રોઈડ 10 પર ચાલે છે. ફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. કનેક્ટીવીટી માટે 4G વીઓએલટીઈ, વાઈ- ફાઈ ૮૦૨. ૧૧ બી/જી/એન, બ્લુટુથ ૪.૨, જીપીએસ, ગ્લોનાસ, માઈક્રો યુએસબી પોર્ટ જેવા ફીચર્સ છે. નોકિયા C3 સ્માર્ટફોનમાં ૩.૫ એમએમ ઓડિયો જેક અને એફએમ રેડિયો પણ છે.

image source

નોકિયા C3માં અપર્ચર એફ/૨.૦ અને એલઈડી ફ્લેશની સાથે ૮ મેગા પિક્સલ રિયર કેમેરા છે. ફોનમાં અપર્ચર એફ/૨.૪ની સાથે ૫ મેગા પિક્સલ ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. નોકિયા C3 હેંડ સેટને પાવર આપવા માટે 3040mAhની બેટરી આપવામાં આવી છે. નોકિયા C3 સ્માર્ટફોનના ડાઈમેન્શન ૧૫૯.૯ *૭૭*૮.૬૯ મિલી મીટર અને તેનું વજન ૧૮૪.૫ ગ્રામ જેટલું છે.

Source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત