Site icon News Gujarat

1 જૂનથી નોન એસી ટ્રેનો શરૂ થશે, વાંચી લો A TO Z માહિતી એક ક્લિકે તમે પણ

લોકડાઉન ૪ની જાહેરાત પછી રેલવેએ આજ એક બહુ મોટી જાહેરાત કરી છે. ભારતીય રેલવે તરફથી શ્રમિકોને મળી મોટી રાહત.

image source

ભારતીય રેલવે ૧ જૂનથી ટાઈમટેબલ પ્રમાણે રોજની ૨૦૦ નોન એ.સી ટ્રેન દોડાવવાની શરૂ કરશે. રેલ મંત્રી પિયુષ ગોયેલે જણાવ્યું છે કે આ ટ્રેનો માટે ઓનલાઈન બુકિંગ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. પિયુષ ગોયેલે કહ્યું કે ભવિષ્યમાં યઅ સંખ્યા હજુ ઘણી વધારે થઈ શકે છે, રાજ્ય સરકારનો આગ્રહ છે કે રેલવે વિભાગ શ્રમિકોની મદદ કરવા આગળ આવે અને તેમને વતન પહોંચાડવામાં મદદ કરે.

રેલવે મંત્રીએ એમ પણ જણાવ્યું કે શ્રમિકો પોતાના નજીકના મેનલાઇન રેલવે સ્ટેશન ઉપર રજીસ્ટર કરાવે, લિસ્ટ રેલવેને મળશે તે મુજબ રેલવે ટ્રેનની વ્યવસ્થા કરી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવશે. શ્રમિકોને વિયણતી છે કે તેઓ જ્યાં છે ત્યાં રહે રેલવે તેમણે ઝડપથી પોતાના વતન પહોંચાડવા કટિબદ્ધ છે.

image source

ટ્રેન વિશેના શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર થશે. ઓપરેશનલ ટાઈમ ટેબલ પ્રમાણે વેઇટિંગ લિસ્ટની ટિકિટ પણ મળી શકશે. આ ટ્રેનમાં તત્કાળ કે પ્રીમિયમ તત્કાળ જેવી કોઈ કેટેગરી નહીં હોય પરંતુ વેઇટિંગ લિસ્ટની ટિકિટ શક્ય બનશે. રેલવે મંત્રી પિયુષ ગોયેલે આગળ જણાવ્યું કે જરૂર પડશે તો ટ્રેનની સંખ્યા ૨૦૦ માંથી ૪૦૦ સુધી વધારીશું પણ શ્રમિકોને તેમના વતન જરૂર પહોંચડીશું. રાજ્ય સરકારોને અમે રેલવે તરફથી વિનંતી કરી છીએ કે તમારા રાજ્યના શ્રમિકોને અમારા સુધી પહોંચવામાં મદદ કરો. એક જરૂરી વાત જાણવી જરૂરી છે કે આ ટ્રેનમાં એ.સી ડબ્બાઓની વ્યવસ્થા નહીં હોય.

image source

રેલ મંત્રી પિયુષ ગોયેલે એમ પણ જણાવ્યું કે આ આખી મુસાફરી દરમ્યાન શરૂઆતથી લઈને અંત સુધી કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે પ્રમાણેની પૂરેપૂરી સાવચેતી રાખવામાં આવશે અને યાત્રીઓને પોતાના ગંતવ્ય સ્થાન સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવશે. રેલવે દ્વારા આપવામાં આવેલી આ સુવિધા અને સાવધાનીને લોકો તરફથી પ્રસંશા મળી રહી છે. શ્રમિકો રાહત અને આશ્વાસન અનુભવી રહ્યા છે અને તેમનામાં પોતાના ઘરે પહોંચવાની એક આશા જાગી છે.

હાલ ઉતરપ્રદેશના પ્રયાગ રાજ રેલવે સ્ટેશન ઉપર શ્રમિકોની સ્ક્રિનિંગ, સેનેટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટનસિંગ જેવા નિયમોનું પાલન કરી, યાત્રિકોને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

 

image source

એ પણ જાણવું જરૂરી છે કે ભારતીય રેલવેએ ૧ મેથી ૧૫૬૫ શ્રમિક ટ્રેન દોડાવી ૨૦ લાખથી પણ વધારે પ્રવાસી શ્રમિકોને પોતાના વતન પાછા પહોંચાડ્યા છે. માત્ર ઉતરપ્રદેશ રાજ્ય ૮૩૭, બિહાર રાજ્ય ૪૨૮ અને મધ્યપ્રદેશ ૧૦૦ થી વધારે ટ્રેન દોડવાવની મંજૂરી આપી ચૂક્યા છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version