ના હોય! કરિનાના લાડલા તૈમુર સાથે આ હોટ અભિનેત્રીને કરવા માગે છે લગ્ન, કંઇક આવું હતુ બેબોનું રિએક્શન

તૈમુર અલીખાન સાથે નોરા ફતેહી લગ્ન કરવા માંગે છે !મમ્મી કરીના પણ આ જાણીને રહી ગઇ દંગ

નોરા ફતેહીએ કરીના કપૂર ખાનને થોડીક સેકન્ડ માટે આવું કહીને આશ્ચર્યચકિત કરી દીધી. તેણે કહ્યું કે તે તૈમૂર અલી ખાન સાથે લગ્ન કરવા માંગે છે જ્યારે તે મોટો થશે. નોરા ફતેહી પોતાના સારા ડાન્સના કારણે બોલીવુડમાં પોતાની સારી ઓળખ બનાવી ચૂકી છે. લોકો નોરા ફતેહીના ડાન્સ મૂવને કોપી કરી રહ્યા છે અને તમામ પ્રકારના ડાન્સ કરવા માંગે છે.

image source

નોરા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર પોતાની ઘણી સુંદર અને હોટ ફોટોઝ શેર કરતી રહે છે. આમ તો હવે નોરા ફતેહી પોતાની લગ્નને લઇને ચર્ચામાં છે. બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીએ કરીના કપૂર ખાનના પુત્ર તૈમૂર અલી ખાન સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

image source

કરીના કપૂર ખાનના ચેટ શો વોટ વુમન વોન્ટ્સ, પર નોરાએ કહ્યું હતું કે તે તૈમૂર અલી ખાન મોટો થાય ત્યાં સુધી રાહ જોશે કારણ કે નોરા તૈમૂર અલી ખાન સાથે લગ્ન કરવા માંગે છે. નોરાનો પ્રસ્તાવ સાંભળીને કરીના આશ્ચર્યચકિત થઈ ગઈ અને નોરાને કહ્યું, ‘તૈમૂર અલી ફક્ત 4 વર્ષનો છે. મને લાગે છે કે હજી ઘણો સમય છે. ‘ જેના જવાબમાં નોરા ફતેહીએ કહ્યું કે કોઈ વાંધો નહીં, હું રાહ જોઇશ.


ચેટ શો દરમિયાન કરીનાએ નોરાને કહ્યું હતું કે તે અને તેનો પતિ સૈફ અલી ખાન તેમના શાનદાર ડાન્સ મૂવ્સના મોટા ચાહક છે. નોરાએ તેમનો આભાર માનતાં કહ્યું, ‘મને આશા છે કે તૈમૂર બહુ જલ્દી મોટો થશે. ત્યારે આપણે મારી અને તેની વચ્ચેની સગાઈ અથવા લગ્ન વિશે વિચારી શકીએ છીએ. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દીકરો પાપારાઝીનો જન્મ થયો ત્યારથી જ તેની પસંદીદા રહ્યો છે. તૈમૂર તેના ફોટા અને વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર પણ ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે.

image source

કરીના વિશે વાત કરતાં તેણે ઓગસ્ટ મહિનામાં તેની ગર્ભાવસ્થા વિશે માહિતી આપી હતી. પ્રેગ્નન્સીમાં કરીનાએ આગામી ફિલ્મ લાલ સિંહ ચડ્ડાનું શુટિંગ પણ કર્યુ હતું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, નોરા છેલ્લે રેમો ડીસુઝાની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3 માં મોટા પડદે જોવા મળી હતી. જે વર્ષ 2020 માં જાન્યુઆરીમાં રજૂ કરવામાં આવી હતી. તાજેતરમાં જ નોરા ગુરુ રંધાવાનાં નવા ગીત નાચ મેરી રાની પર પણ આવી હતી. આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ સફળ રહ્યું હતું અને યુટ્યુબ પર અત્યાર સુધીમાં 300 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત