નોરા ફતેહીએ ટ્રેડિશનલ આઉટફિટમાં કર્યો જોરદાર ડાન્સ, જોઇ લો વિડીયોમાં એની હોટ અદાઓને

નોરા ફતેહીએ ટ્રેડિશનલ આઉટફિટમાં કર્યો જબરદસ્ત ડાન્સ, તમે પણ જોઈ લો આ વીડિયો.

નોરા ફતેહી એના ડાન્સથી સૌ કોઈને હોશ ઉડાવી દે તેમ છે. નોરા ફતેહી આમ તો ઘણીવાર પોતાના બેલી ડાન્સિંગથી તેમના ફેન્સને પાગલ કરી ચુકી છે. પણ હાલમાં જ નોરાનો એક ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નોરા ફતેહીએ આ ડાન્સ વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી નોરા ફતેહી કોરિયોગ્રાફર સાથે ડાન્સ પ્રેક્ટિસ કરી રહી છે. આ વાયરલ વીડિયોમાં નોરાએ ટ્રેડિશનલ આઉટફિટ પહેરેલો દેખાઈ રહ્યો છે, જે એની સુંદરતા પર ચાર ચાંદ લગાવી રહ્યો છે.

image source

નોરા ફતેહી પોતાના પ્રભાવશાળી ડાન્સ માટે ખૂબ જ જાણીતી છે પણ એમનું ફેશન સેન્સ પણ ખૂબ જ ગજબ છે. બાટલા હાઉસમાં કામ કરી ચુકેલી નોરા લગભગ બધા જ કપડામાં સારી લાગે છે પછી એ સ્ટ્રીટ સ્ટાઇલ હોય કે કલાસી કપડાં કે પછી ટ્રેડિશનલ ડ્રેસ. આ વાયરલ વીડિયોમાં પણ નોરાએ ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યો છે.

image source

નોરા ફતેહીના આ વાયરલ વિડીયો પર એમના ફેન્સ ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી નોરા ફતેહી હાલના દિવસોમાં ઈંડિયાઝ બેસ્ટ ડાન્સરમાં જજ તરીકે જોવા મળી રહી છે. વીતેલા દિવસોમાં નોરાએ ન ફક્ત ઈંડિયાઝ બેસ્ટ ડાન્સર જજ કર્યું હતું પણ પોતાના ડાન્સથી સ્ટેજ પર પણ ખૂબ જ ધમાલ મચાવી હતી.

image source

નોરા ફતેહીએ ઘણી બૉલીવુડ ફિલ્મોમાં પણ પોતાના ડાન્સથી ચાર ચાંદ લગાવવામાં કોઈ કસર નથી છોડી. દિલબર થી લઈને સાકી સાકી સુધી દરેક ગીતમાં નોરા ફતેહી અલગ જ અંદાજમાં જ જોવા મળી હતી. હાલમાં જ અભિનેત્રી નોરા ફતેહી બૉલીવુડ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરમાં અગત્યની ભૂમિકામાં દેખાઈ હતી. ફિલ્મમાં એમના ગરમી સોંગે તો રિલીઝ થતા પહેલા જ ધમાલ મચાવી દીધી હતી. તો હવે જલ્દી જ અભિનેત્રી નોરા ફતેહી અજય દેવગન સાથે ફિલ્મ ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં નજર આવશે. એ હિન્દી ફિલ્મો સિવાય તમિલ અને તેલગુ ફિલ્મોમાં પણ સક્રિય છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરા ફતેહીનો જન્મ કેનેડામાં થયો હતો. નોરા એક કેનેડિયન મોડેલ અને અભિનેત્રી છે. નોરા મોડેલ અને અભિનેત્રી સિવાય એક ખૂબ જ સારી બેલી ડાન્સર પણ છે. નોરા ફતેહીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત રોર- ટાઈગર્સ ઓફ સુંદરવન્સથી કરી હતી. એ પછી એ તેલગુ ફિલ્મ ટેમ્પરમાં દેખાઈ હતી. નોરા તેલગુ ફિલ્મ કીક 2 અને બાહુબલીમાં પણ દેખાઈ ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત