પૂરી દુનિયાને હચમચાવી નાખે છે ઉત્તર કોરિયા સાથે જોડાયેલી આ 5 રોચક વાતો, શું તમે જાણો છો?

પરમાણુ પરીક્ષણ હોય કે અમેરિકા જેવા દેશ સામે પડકાર ફેંકવાનો હોય ઉત્તર કોરિયા દેશ આવા કારનામાઓ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. સાથે જ આ દેશના પોતાના અમુક અજબ-ગજબ કાયદાઓ પણ છે આપણને ચોક્કસ નવાઈ પમાડે તેવા છે.

image source

અમુક કાયદાઓ તો એવા પણ છે કે જેને લઈને ઉત્તર કોરિયાની ટીકા પણ થતી હોય છે. જો કે કોઈની ટીકા કે પ્રશંસાથી ઉત્તર કોરિયાને કોઈ ઝાઝો ફેર નથી પડતો તે પોતાના દેશના નાગરિકો માટે પોતાના જ કાયદાઓ બનાવે છે જેનું સ્થાનિક નાગરિકોએ પાલન પણ કરવું પડે છે.

ઉત્તર કોરિયા દેશની સ્થાપના કિમ || સુંગએ કરી હતી જેનો જન્મ વર્ષ 1912 માં થયો હતો અને તેના જન્મના વર્ષથી જ ઉત્તર કોરિયા પોતાના નવા વર્ષની ગણના કરે છે.

image source

ઉત્તર કોરિયામાં લોકોને બ્લુ જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે જો કે આ કાયદો ફક્ત સ્થાનિકો માટે જ છે બહારથી અહીં ફરવા આવતા પર્યટકોને આ નિયમ લાગુ નથી પડતો. છતાં જો પર્યટકો કિમ || સુંગ કે કિમ જોંગ દ્રિતીયના મેમોરિયલમાં જવા ઇચ્છતા હોય તો તેઓએ અલગ રંગની પેન્ટ પહેરવી ફરજીયાત છે.

image source

ઉત્તર કોરિયામાં ગરીબ લોકોના ફોટા લેવા પર પ્રતિબંધિત અને કાનૂની અપરાધ છે કારણ કે સરકારનું માનવું છે કે આ રીતે ફોટા પડવાથી અને તેનો પ્રસાર કરવાથી દેશની છબી ખરાબ થઇ શકે છે.

image source

ઉત્તર કોરિયાનો એક અસામાન્ય નિયમ એ પણ છે કે ત્યાં લોકો પોતાની પસંદગીની હેર સ્ટાઇલ નથી રાખી શકતા. સરકારે અમુક હેર સ્ટાઇલ જાહેર કરી છે માટે સ્થાનિક લોકોએ એ હેર સ્ટાઈલમાંથી જ પોતાની હેર સ્ટાઈલનો વિકલ્પ પસંદ કરી વાળ કપાવવા પડે છે.

image source

ઉત્તર કોરિયામાં એક કાયદો એવો પણ છે કે અહીં સામાન્ય લોકોને કાર ખરીદવાની પરવાનગી નથી. કાર ફક્ત સેના અને સરકારના અધિકારીઓ જ ખરીદી શકે છે. જો કે આજના યુગમાં આ કાયદો એટલો વ્યવહારુ હોય તેવું લાગતું નથી.

image source

ઉત્તર કોરિયામાં કીજોંગ ડોંગ નામનું એક મોડલ શહેર બનાવવામાં આવ્યું છે. ઉત્તર કોરિયા આ શહેર બરાબર દક્ષિણ કોરિયાની સરહદે જ બનાવ્યું છે જેથી દક્ષિણ કોરિયાના લોકોને લલચાવી શકાય. જો કે આ શહેરમાં કોઈ નથી રહેતું અને તેને ભૂતીયું શહેર પણ કહેવાય છે.

source :amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત