દીકરીનો જન્મ થાય તો આ ડોક્ટર નથી લેતા ફી, અને વહેેંચે છે મીઠાઇ

ડૉ.શિપ્રા ધર શ્રીવાસ્તવ

image source

દીકરી વગર આપણે સમાજની કલ્પના પણ નથી કરી શકતા, પણ આને વિડંબણા જ કહીશું કે, આજે પણ આપણા સમાજમાં દીકરીને એ સ્થાન નથી મળી શક્યું જેની તે હકદાર છે. સરકાર ભલે ભ્રુણ પરીક્ષણ અને ભ્રુણ હત્યા પર પ્રતિબંધ લગાવી દીધો હોય, તેમછતાં આજે પણ છુપાઈને ગર્ભ પરીક્ષણ થઈ રહ્યું અને ભ્રુણ હત્યા પણ થઈ રહી છે. જે લોકો આ નિંદનીય કામ કરી રહ્યા છે.કદાચ તે સમયે તેઓ ભૂલી જાય છે કે તેઓ પણ કોઈ દીકરીના કારણે જ આ ધરતી પર આવ્યા છે. દીકરીઓ તો જગ જનની છે, આપણે હવે તેની રક્ષા કરવાની છે.

સમાજ માટે મિસાલ છે ડૉ.શિપ્રા ધર શ્રીવાસ્તવ (Dr.shipra dhar shrivastav):

image source

દીકરીઓના જીવ લેનારને રોકવા માટે અને દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે વારાણસી(Varanasi)ના ડૉ.શિપ્રા ધર શ્રીવાસ્તવ (Dr.shipra dhar shrivastav) એ એક અનોખા અભિયાન હેઠળ તેમના નર્સિંગ હોમમાં જો કોઈ મહિલા દીકરીને જન્મ (girl’s birth) આપે છે, તો તેમની પાસેથી કોઈ ડીલીવરી ચાર્જ લેવામાં આવતો નથી.

અત્યાર સુધી ૧૦૦ દીકરીઓના જન્મ થવા પર કોઈ ચાર્જ નથી લીધો.:

image source

ડૉ.શિપ્રા ધર શ્રીવાસ્તવ (Dr.shipra dhar Shrivastav)એ દીકરીઓના જન્મ (girls birth) પછી તેમનો જીવ લેનારને રોકવા માટે અને લોકોની વિચારસરણીમાં પરિવર્તન લાવવા માટે પ્રયત્ન શરુ કર્યા. ડૉ.શિપ્રા ધર શ્રીવાસ્તવ (Dr.shipra Dhar Shrivastav) જણાવે છે કે, લોકો આજે પણ દીકરીઓ પ્રત્યે નકારાત્મક વિચારસરણી ધરાવે છે. જયારે પરિવારના સભ્યોને ખબર પડે છે કે, દીકરીએ જન્મ લીધો છે તો તેઓ ઉદાસ થઈ જાય છે. ગરીબીના કારણે કેટલાક લોકો તો રડવા પણ લાગે છે. આ જ વિચારસરણીને બદલવાની તેઓ પ્રયત્ન કરી રહ્યા છે, જેથી માસુમ બાળકને લોકો ખુશીથી અપનાવે. એટલા માટે તેઓ દીકરીના જન્મ (girl’s birth) પર કોઈ ફી નથી લેતા. બેડ ચાર્જ પણ નથી લેવામાં આવતો, જો ઓપરેશન કરવું પડે તો તે પણ મફતમાં કરે છે.

પીએમ મોદીએ પણ વખાણ કર્યા છે.:

image source

ડૉ.શિપ્રા ધર દ્વારા તેમની હોસ્પિટલમાં દીકરીનો જન્મ થવા પર કોઇપણ ફી ના લેવાની જાણકારી થતા જ મે મહિનામાં વારાણસીના પ્રવાસે આવેલ પીએમ મોદી ખુબ જ પ્રભાવિત થયા હતા. પીએમ મોદીએ પછીથી મંચ પરથી પોતાના સંબોધનમાં દેશના બધા ડોકટરોને આહ્વાન કર્યું હતું કે, તેઓ દર મહીનના નવ તારીખના રોજ જન્મ લેનાર દીકરીઓ માટે કોઈ ફી લે નહી. એનાથી ‘બેટી બચાઓ, બેટી પઢાઓ.’ના અભિયાનને પ્રોત્સાહન મળશે.

એટલું જ નહી ડૉ.શિપ્રા ધર (Dr.shipra Dhar Shrivastav)એ ગરીબ છોકરીઓના ભણતર માટે પણ બીડું ઝડપ્યું છે. તેઓ નર્સિંગ હોમમાં જ છોકરીઓને ભણાવે છે. ઘરોમાં કામ કરનાર કેટલીક દીકરીઓ તેમની પાસે ભણવા આવે છે. આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને ‘સુકન્યા સમૃધ્ધિ યોજના’નો લાભ અપવવામાં પણ મદદ કરે છે. ડૉ.શિપ્રાએ જણાવ્યું છે કે, તેમના પતિ ડૉ.મનોજ કુમાર શ્રીવાસ્તવ એક ફીઝીશીયન છે અને તેઓ પણ પોતાની પત્નીને આ બધા કામમાં સંપૂર્ણ સહકાર આપે છે.

અનાજ બેંક પણ ચલાવે છે ડોક્ટર મેડમ.:

image source

બાળકો અને પરિવારોને કુપોષણથી બચાવવા માટે ડૉ.શિપ્રા ધર અનાજ બેંક પણ સંચાલિત કરે છે. અતિ નિર્ધન વિધવા અને અસહાય ૩૮ પરિવારોને દર મહિનાની પહેલી તારીખના અનાજ ઉપલબ્ધ કરાવે છે. દરેકને આપવામાં આવતા અનાજમાં ૧૦ કિલો ઘઉં અને ૫ કિલો ચોખા આપવામાં આવે છે. ડૉ.શિપ્રા ધરનું માનવું છે કે, સનાતન કાળથી દીકરીઓને લક્ષ્મીનું સ્થાન આપવામાં આવ્યું છે. દેશ-વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ આગળ વધી રહી છે. આમ પણ જ્યાં દીકરીના જન્મ લેવાથી ખુશી નથી, ત્યાં પૈસા ક્યાં કામના, જો દીકરીઓ પ્રત્યે સમાજની વિચારધારાને બદલી શકશે, તો તેઓ પોતાને સફળ સમજશે.