હવે સેનામાં જઈ દેશની સેવા કરવાનું દીકરીઓનું સપનું થશે પુરૂ, સંરક્ષણ મંત્રાલયે લીધો મોટો નિર્ણય

સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણમાં સરકારના પ્રયત્નોની સાથે સંરક્ષણ મંત્રાલયે વર્ષ 2021-22 નાસત્રથી છોકરીઓ માટે સૈનિક શાળાઓમાં પ્રવેશ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. સૈનિક સ્કુલોમાં ભણીને દેશની સેવા કરવાનું અને અધિકારી બનવવાનું સપનું જોનારી છોકરીઓ માટે સારા સમાચાર આવ્યાં છે.

image source

ગુજરાતમાં સૈનિક સ્કુલ બાલાચડીની સ્થાપનાના 60 વર્ષ બાદ પોતાના દરવાજા છોકરીઓ માટે ખોલી દીધા છે. કારણ કે ભારતીય સશસ્ત્રદળોમાં પોતાની સેવા આપી શકે, સૈનિક સ્કુલ બાલાચડીમાં વર્ષ 2021માં છોકરીઓને એડમિશન આપવામાં આવશે.

67 ટકા સીટો ગુજરાતના સ્કુલની છોકરીઓ માટે આરક્ષિત

image source

જામનગરથી 32 કિલોમીટર દુર રક્ષા એકેડમી (NDA)માં પ્રવેશ કરવા માટે યુવાઓને પ્રશિક્ષિત કરવા માટે સ્થાપિત સૈનિક સ્કુલ બાલાચડીમાં આ પહેલા માત્ર છોકરાઓને જ પ્રવેશ આપવામાં આવતો હતો. અધિકારીઓએ જણાવ્યું છે. કે, આવનારા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં 10 છોકરીઓને પ્રવેશ આપવામાં આવશે. બાદમાં છોકરીઓ માટે સીટોની સંખ્યામાં વધારો કરાશે. સાથે જ તેમાં 67 ટકા સીટો ગુજરાતના સ્કુલની છોકરીઓ માટે આરક્ષિત રહેશે. જણાવી દઈએ કે આવાસીય વિદ્યાલય ધોરણ 6થી વિદ્યાર્થીઓને એડમિશન આપતા હતા અને તે એનડીએમાં પ્રવેશ કરીને છાત્રોને 11માં ધોરણથી પ્રશિક્ષણ આપતા હતા. હવે અહીંયા ધોરણ 6માં છોકરીઓ પણ એડમિશન લઈ શકશે.

છોકરીઓને એડમિશન આપવાનો નિર્ણય

image source

રક્ષામંત્રાલયે આશરે બે વર્ષ પહેલા દેશના 33 સૈનિક સ્કુલોમાં પાંચ છોકરીઓને એડમિશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમાં ચંદ્રપુર (મહારાષ્ટ્ર), બીજાપુર (કર્ણાટક), કોડાગુ(કર્ણાટક), કલિકીરી(આંધ્રપ્રદેશ) અને ધોડાખાલ (ઉત્તરાખંડ) સ્થિત સૈનિક સ્કુલોનો સમાવેશ થાય છે. તે બાદ પણ છાત્રાવાસ સહિત અન્ય વ્યવસ્થા નહીં હોવાના કારણે છોકરીઓને એડમિશન આપવામાં આવતું ન હતું. હવે 2020-21 સત્રમાં વિદ્યાર્થીઓના એડમિશનનો રસ્તો સાફ થઈ ગયો છે. સ્કુલોમાં વિદ્યાર્થીઓને અધ્યયન સંબંધી તમામ ક્રિયાકલાપ લગભગ પૂર્ણ કરી લેવાયો છે.

છોકરીઓ માટે સ્કૂલે એક વિશેષ છાત્રાલયની વ્યવસ્થા કરી

image source

સૈનિક સ્કૂલમાં કુલ ખાલી જગ્યાના દસ ટકા અથવા ઓછામાં ઓછા દસ જગ્યામાં જે વધારે હશે તે છોકરીઓ માટે અનામત રહેશે. છોકરીઓ માટે સ્કૂલે એક વિશેષ છાત્રાલયની સાથે અન્ય જરૂરી વ્યવસ્થા કરી છે. અભ્યાસની સાથે છોકરીઓને લશ્કરી તાલીમ તે રીતે આપવામાં આવશે જે રીતે છોકરાઓને લશ્કરી અધિકારી બનાવવા માટે આપવામાં આવે છે. આ વર્ષે પ્રથમ વખત નેશનલ ટેસ્ટીંગ એજન્સી સૈનિક સ્કૂલ માટેની પ્રવેશ પરીક્ષા યોજી રહી છે.

image source

સૈનિક સ્કુલોમાં માત્ર છોકરાઓને જ એડમિશન આપવામાં આવતું હતું પરંતુ હવે જ્યારે છોકરીઓ માટે રસ્તો સાફ થઈ ગયો છે. જો છોકરીઓ સૈન્ય અધિકારી બનીને દેશની સેવા કરવાનું સપનું જોતી હતી રક્ષા મંત્રાલયના નિર્ણય બાદ એડમિશન લઈને તેનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે.

છોકરીઓ અને છોકરાને ફકત છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળશે

image source

આગામી શૈક્ષણિક સત્ર માટેની પ્રવેશ પરીક્ષાના ફોર્મ તા.20 ઓક્ટોબર થી 19 નવેમ્બર દરમિયાન ઓનલાઈન ભરાશે. પ્રવેશ પરીક્ષાતા.10/1/2021 ના યોજાશે. પ્રવેશ પ્રક્રિયા વિશેની સંપૂર્ણ જાણકારીwww.nta.ac.in પર મેળવી શકાશે. રસ ધરાવતા ઉમેદવારો https://aissee.nta.nic.ac.in ઉપર ઓનલાઈન અરજી કરી શકશે. આ વર્ષે સૈનિક સ્કૂલ બાલાચડીમાં છોકરીઓ અને છોકરાને ફકત છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળશે નવમા ધોરણમાં પ્રવેશ મળશે નહીં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત