હવે સરકારે રસોઈ ગેસને લઈ બનાવી સબસીડી, જાણો તમારું શું થશે, અને મળશે તો શું પ્રોસેસ કરવી પડશે

રસોઈ ગેસ સિલિન્ડરની સબસીડીને લઇ ગ્રાહકોને મોટી ખબર મળી શકે છે. પરંતુ આ વચ્ચે ચર્ચા છે કે ઘરેલુ ગેસની કિંમત 1000 સુધી પહોંચી ગઈ છે. સરકાર એના માટે પ્લાન કરી રહી છે.

LPG સિલિન્ડર વધતી મોંઘવારીને લઇ વિચાર હજુ સામે આવ્યો નથી. પરંતુ સરકાર એક આંતરિક મૂલ્યાંકનમાં એના સંકેત મળી રહ્યા છે કે ઉપભોક્તા એક સિલિન્ડર માટે 1000 રૂપિયા આપવા માટે પણ તૈયાર છે. સૂત્રો મુજબ, LPG સિલિન્ડરને લઇ સરકારે બે રસ્તા અપનાવી શકે છે. પહેલો, કે સરકાર સબસીડી વગર સિલિન્ડર સપ્લાય કરે. બીજો, કોઈ પસંદગીના ઉપભોક્તાને પણ સબસીડીનો લાભ આપવમાં આવે.

સબસિડી અંગે સરકારની શું યોજના છે?

image source

સબસિડી આપવા અંગે સરકાર દ્વારા હજુ સુધી કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. પરંતુ અત્યાર સુધી મળેલી માહિતી મુજબ 10 લાખ રૂપિયાની આવકનો નિયમ અમલમાં રાખવામાં આવશે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે બાકીના લોકો માટે સબસિડી સમાપ્ત થઈ શકે છે.

હવે સબસિડીની શું સ્થિતિ છે?

આંતરરાષ્ટ્રીય બજારોમાં કોરોના મહામારી દરમિયાન ક્રૂડ ઓઈલ અને ગેસની કિંમતોમાં સતત ઘટાડો થયા બાદ જ આ પગલું લેવામાં આવ્યું છે. જો કે, આ સમય સુધી સરકારે એલપીજી સિલિન્ડર પરની સબસિડી બંધ કરી નથી.

સરકાર સબસિડી પર ઘણો ખર્ચ કરે છે

image source

નાણાકીય વર્ષ 2021 દરમિયાન સબસિડી પર સરકારનો ખર્ચ 3,559 રૂપિયા હતો. નાણાકીય વર્ષ 2020માં આ ખર્ચ 24,468 કરોડ રૂપિયા હતો. વાસ્તવમાં આ DBT સ્કીમ હેઠળ છે, જે જાન્યુઆરી 2015માં શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત ગ્રાહકોએ બિન-સબસિડીવાળા LPG સિલિન્ડરની સંપૂર્ણ રકમ ચૂકવવાની હોય છે. તે જ સમયે, સરકાર દ્વારા સબસિડીના પૈસા ગ્રાહકના બેંક ખાતામાં પરત કરવામાં આવે છે. આ રિફંડ સીધું હોવાથી સ્કીમને DBTL નામ આપવામાં આવ્યું છે.

ભાવ સતત વધી રહ્યા છે

ગેસ સિલિન્ડરના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. ગયા વર્ષથી એટલે કે વર્ષ 2021થી ગેસ સિલિન્ડરની કિંમત સતત વધી રહી છે. જોકે, આ મહિને અત્યાર સુધી ઘરેલુ ગેસના ભાવ અંગે કોઈ અપડેટ નથી.