હલકી વાસ્તવિકતાનો ભાંડાફોડ: નવસારીની 28 વર્ષીય નર્સ કેસમાં મોટો ભડાકો, સિનિયર સાથે શારીરિક સંબંધો માટે….

હાલમાં નવસારી સિવિલ હોસ્પિટલની એક ઘટના ભારે ચર્ચામાં છે અને ચારેકોર હાહાકાર મચી ગયો છે. કારણ કે નવસારી સિવિલમાં છેલ્લાં પાંચ વર્ષથી ફરજ બજાવતી નર્સે બુધવારે મોડી રાત્રે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો છે. તેણીએ લખેલી પાંચ પાનાની સ્યુસાઇડ નોટમાં સિવિલની જ હેડ નર્સ દ્વારા સિનિયર સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરાતી હોવાનો તથા અંતિમવિધિમાં પોતાના સાસરિયાઓને હાજર નહીં રાખવાનો ઉલ્લેખ કરતી સ્યુસાઈટ નોટ પોલીસે કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ આત્મહત્યા કરી લેનાર નર્સ મેઘા આચાર્યના લગ્ન દોઢ વર્ષ અગાઉ ધરમપુર ખાતે રહેતા અંકીત ખંભાતી જોડે થયા હતાં.

image source

હાલમાં નર્સની સિવિલ હોસ્પિટલમાં નોકરી હોવાના કારણે માતા સાથે વિજલપોરમાં મુનલાઇટ એપાર્ટમેન્ટના ફલેટ નંબર 101માં ભાડેથી રહેતી હતી. ગુરુવારે સવારના ત્રણ વાગ્યે તેમની માતા સવારે લઘુશંકા માટે ઉઠી ત્યારે પુત્રી મેધા પંખા સાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. તેમણે બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. ત્યારબાદ વિજલપોર પોલીસને જાણ કરાઈ હતી. બનાવના પગલે ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ કરતા મેઘાના રૂમમાં બેડ પરથી પાંચ પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

image source

જે આ પાંચ પાનાની નોટ મળી એ પ્રમાણે મેઘા દ્વારા લખાયેલા અંતિમ શબ્દો એવા હતા કે સિવિલ હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતી તારા ગામીત અને વનીતા પટેલ દ્વારા તેણીને ભારે ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. અને તેમના કારણે જ આત્મહત્યા કરી રહી છું તેવો મેઘાએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો.

કારણ કે સ્ટાફ નર્સ વધુ ઉંમરના સિનિયર જોડે શારીરિક સંબંધ બાંધવા પણ દબાણ કરતી હોવાની વાત તેણીએ તેના ડેથ ડેક્લેરેશનમાં લખી હતી અને આ બાબતોના કારણે કંટાળી જઈ આત્મહત્યા કરી રહી હોવાની વાત સાફ શબ્દોમાં સ્યુસાઈડ નોટમાં ટાંકી હતી. આ સિવાય મેઘાએ લખ્યું કે, આ ઉપરાંત મારા સાસરિયાઓને પણ અંતિમવિધિમાં હાજર રાખશો નહીં તેવું પણ જણાવ્યું હતું.

image source

આ સમગ્ર મામલે ઈકબાલ કડીવાલા (ઉપ પ્રમુખ- ગુજરાત નર્સીંગ કાઉન્સિલ)એ પ્રતિક્રિયા આપી છે કે, નવસારી સિવિલ હોસ્પિટલના નર્સ મેઘા આચાર્યના આપઘાતની ઘટનાના રાજ્યભરની નર્સેસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. મેઘા આચાર્યના આપઘાત પ્રકરણમાં ઉપલા અધિકારી દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની ગંભીર વાત બહાર આવી છે, જે દુ:ખદ છે. આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા એસોસિએસનની માંગ છે.

image source

તેમજ એસ.જી.રાણા (ડીવાયએસપી, નવસારી)એ પણ આ સમગ્ર ઘટના અંગે વાત કરી હતી કે, નર્સ યુવતી મેઘાની આત્મહત્યામાં અમે હાલ અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ઘરી છે. અમને સ્થળ પરથી સ્યુસાઈડ નોટ મળી છે. જેમાં બે વ્યક્તિઓ વિરુદ્ધ આક્ષેપ કરવામાં આ્યા છે. આ અંગે હોસ્પિટલના સ્ટાફ તથા અન્ય કર્મચારીઓની પણ પુછપરછ કરીશું. અમે એફએસએલની પણ મદદ લીધી છે. ફરિયાદ નોંધી યોગ્ય કાર્યવાહી કરીશું.

image source

આ પહેલાં આ કેસમાં એટલે કે નવસારી નર્સ આપઘાત પ્રકરણમાં 28 વર્ષીય નર્સે ડિપ્રેશનમાં આત્મહત્યા કર્યા હોવાનું બહાર આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો પરિવારજનો પણ આક્ષેપ કરી રહ્યા છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લાના વિજલપોર શહેરમાં 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચઈ ગઈ છે. યુવતીએ ઘરે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત