TMC MP નુસરત જહાંની પ્રેગનેન્સી પર મોટો વિવાદ, પતિ નિખિલે કહ્યું…’આ બાળક મારું નથી, ભાજપના નેતા સાથે અફેરની ચર્ચા’

ગર્ભવતી નુસરત જહાં ભાજપ નેતાના પ્રેમમાં હોવાની ચર્ચા, પતિએ કહ્યું- આ બાળક મારૂ નથી

બાંગ્લા ફિલ્મોની અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં શુ પ્રેગ્નેન્ટ છે અને જલ્દી જ માતા બનવાની છે? બાંગ્લાદેશી લેખિકા તસલીમાં નસરીને એમની પ્રેગ્નનસી અને પતિ સાથેના એમના સંબંધને લઈને ફેસબુક પોસ્ટ લખી છે. એ પછી એમના વિવાહીત જીવન અને પ્રેગ્નનસીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નુસરત જહાં 6 મહિના પ્રેગ્નેન્ટ બતાવવામાં આવી રહી છે. જો કે આ સંબંધમાં એમની તરફથી કે એમની મીડિયા ટીમ તરફથી કોઈ જ જાણકારી સામે આવી નથી. રિપોર્ટ અનુસાર એમના સાસરી વાળાને પણ આ વિશે કોઈ જ જાણકારી નથી.

રિપોર્ટ અનુસાર નુસરત જહાંના પતિ નિખિલ જૈનને આ પ્રેગ્નનસી પર ટિપ્પણી કરી છે. એમનું કહેવું છે કે એ બન્નેના લગ્ન તૂટવાને આરે છે. નુસરત જહાં ગયા વર્ષે ડિસેમ્બર 2020માં ઘર છોડીને પોતાના માતા પિતા સાથે બાલિગંજ વાળા ઘરે રહી રહી છે. ત્યારથી એ બન્ને એક પણ વાર નથી મળ્યા. એવામાં આ બાળક એમનું કઈ રીતે શકે છે.?

image source

રિપોર્ટ અનુસાર નુસરત જહાંની બંગાળ ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર રહી ચૂકેલા યશ દાસગુપ્તા સાથે રિલેશનશિપની ખબર છે. એ બન્ને એક ફિલ્મની શૂટિંગ દરમિયાન મળ્યા હતા. બન્નેને ઘણીવાર સાથે જોવામાં આવ્યા છે. બંને થોડા સમય પહેલા સાથે જયપુર અને અજમેર શરીફ ગયા હતા. બન્નેનું એકબીજાના ઘરે પણ આવવા જવાનું રહે છે. નુસરત જહાંના માતા પિતા સાથે પણ યશ દાસગુપ્તા સાથે ખૂબ જ સારા સંબંધ છે. ખબરો અનુસાર નુસરત જહાં જલ્દી જ નિખિલ સાથે ડિવોર્સ લઈ શકે છે.

આ દરમિયાન બાંગ્લાદેશી લેખિકા તસલીમાં નસરીને નુસરત જહાંને કથિત ગર્ભવતી હોવા પર પ્રતિક્રિયા આપી છે. પોતાની ફેશબુક પોસ્ટ પર નસરીને લખ્યું કે નુસરતની ખબર ખૂબ જ ચર્ચાઈ રહી છે. એ ગર્ભવતી છે. તેમ છતાં એમના પતિ નિખિલને એ વિશે કઈ જ ખબર નથી.

તસલીમાં નસરીને લખ્યું કે બન્નેને 6 મહિના માટે અલગ કરી દેવામાં આવ્યા છે. પણ અભિનેત્રી નુસરત જહાંને યશ નામના અભિનેતા સાથે પ્રેમ છે. લોકો એને જ આ બાળકના પિતા માની રહ્યા છે નિખિલ ને નહિ. આ ખબર છે કે અફવા એ તો ખબર નથી. જો આ જ હાલ રહ્યો તો શું નિખિલ અને નુસરતનો ડિવોર્સ થઈ જાય એ સારું નથી? ચામચીડિયાની જેમ કોઈપણ અસ્થિર સંબંધમાં લટકી રહેવાનો કોઈ અર્થ નથી. બન્ને પાર્ટી આનાથી અસુવિધાજનક છે. જ્યારે પતિ સાથે ન બની રહ્યું હોય તો ડિવોર્સ લઈ લેવા જ સારા છે..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!