સ્ટીમ્ડ, સ્ટફ્ડ, લેસ ઓઇલ વેજ – બહુ ઓછા તેલમાં બનાવો આ ભરેલું શાક ઘરમાં બધાને પસંદ આવશે..

સ્ટીમ્ડ, સ્ટફ્ડ, લેસ ઓઇલ વેજ. :

સામાન્ય રીતે બધાના રસોડે રેગ્યુલર જમવામાં શાક બનતા જ હોય છે. ક્યારેક અમુક શાક બારીક સમારીને કે ભરેલા પણ બનાવાય છે. જે વધારે સ્પાયસી હોવાની સાથે વધારે ઓઇલી પણ હોય છે. કેમકે તેને વધારે ઓઇલમાં કૂક કરાતા હોય છે. તેથી જે લોકો વધારે હેલ્થ કોંશ્યશ હોય છે, તે આવા ભરેલા, સ્પાયસી શાક નો સ્વાદ માણી શકતા નથી. તો તેઓએ ભરેલા શાક બનાવતી વખતે પ્રથમ જે શાક ભરેલું બનાવવું હોય તેને પહેલા સ્ટ્ફ કરીને પ્રથમ સ્ટીમ કરી લેવું જોઇએ, ત્યાં સુધીની પ્રોસેસ ઓઇલ વગરની થઈ જશે અને શાક કૂક પણ થઈ જશે.

હવે થોડા જ ઓઇલમાં ઓનિયન – ટોમેટોની ગ્રેવીમાં જરુર પૂરતા સ્પાઈસ ઉમેરી તડકા કરી લ્યો. તેમાં સ્ટીમ્ડ કરેલા શાક ભાજી ઉમેરી મિક્ષ કરી ગ્રેવી સાથે ફરી થોડા કૂક કરી લ્યો. આમ ભરેલા શાક બનાવવાથી લેસ ઓઇલ, ટેસ્ટી અને હેલ્ધી ભરેલું શાક બનાવી શકાશે.

અહીં હું સ્ટીમ્ડ, સ્ટફ્ડ છતાં લેસ ઓઇલથી બનતા ભરેલા રીંગણ – બટેટાના વેજીટેબલની રેસિપિ આપી રહી છું. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

સ્ટીમ્ડ, સ્ટફ્ડ, લેસ ઓઇલ વેજ. બનાવવા માટેની સામગ્રી :

  • 6-7 નાના ભરવા માટેના રીંગણ
  • 4 નાના બટેટા
  • 1 મોટું ટમેટું- ગ્રાઇડ કરેલું
  • 1 મોટી ઓનિયન ગ્રાઇંડ કરેલી
  • 2 ટેબલ સ્પુન કોથમરી

સ્ટફીંગ માટે મસાલા :

  • 2 ટેબલ સ્પુન રોસ્ટેડ ચણા નો લોટ અથવા રોસ્ટેડ બેસન
  • 3 ટેબલ સ્પુન ધાણાજીરું પાવડર
  • 1 ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્બ્સ
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટેબલ સ્પુન કાશમીરી લાલ મરચું
  • 1 ટી સ્પુન ગોળ
  • સોલ્ટ જરુર મુજબ
  • 1 ટી સ્પુન ઓઇલ

સ્ટ્ફીંગ ભરવાની રીત:

એક મિક્સિંગ બાઉલ લઈ તેમાં 2 ટેબલ સ્પુન રોસ્ટેડ ચણાનો લોટ અથવા રોસ્ટેડ બેસન ઉમેરો સાથે તેમાં 3 ટેબલ સ્પુન ધાણાજીરું પાવડર, 1 ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્બ્સ, ½ ટી સ્પુન હળદર પાવડર, 1 ટેબલ સ્પુન કાશમીરી લાલ મરચું, 1 ટી સ્પુન ગોળ, સોલ્ટ જરુર મુજબ અને 1 ટી સ્પુન ઓઇલ ઉમેરો. બધું સરસથી મિક્ષ કરી લ્યો. હવે સ્ટફીંગ રીંગણ – બટેટામાં ભરવા માટે રેડી છે.

રીંગણ-બટેટા પાની થી ધોઈ લુછી લેવા. બટેટાની છાલ કાઢી લેવી, તેના ઉપર અને નીચે એમ બન્ને બાજુ સ્ટફીંગ ભરવા માટે ઉંડા એક-એક કાપા કરી લેવા. એજ પ્રમાણે રીંગણમાં પણ ઉપર અને નીચે એમ બન્ને બાજુ એક-એક કાપા પાડી લેવા. ( પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે ).

હવે બનાવેલું સ્ટફીંગ કાપા પાડેલા રીંગણ બટેટામાં ભરી લેવું.

હવે સ્ટીમર માં પાણી ગરમ થાય એટ્લે તેની જાળી વાળી પ્લેટમાં સ્ટફ્ડ રીંગણ-બટેટા ગોઠવી, સ્ટીમર બંધ કરી 12 થી 15 મિનિટ સ્ટીમ કરવા. સ્ટીમર ઠરે ત્યાંસુધી તેમાં રહેવા દેવા જેથી બરાબર કૂક થઈ જાય. ત્યારબાદ એક પ્લેટમાં ટ્રાંસફર કરવા. સ્ટીમ્ડ રીંગણ-બટેટા હવે ગ્રેવીનો વઘાર કરી તેમાં ઉમેરવા માટે રેડી છે.

વઘાર અને ગ્રેવી માટેની સામગ્રી :

  • 2 ટેબલ સ્પુન ઓઇલ( વધારે હેલ્થ કોંશ્યશ હોય તેઓ 1 ટી સ્પુન પણ લઈ શકે).
  • ½ ટી સ્પુન રાઈ
  • ½ ટી સ્પુન આખુજીરું
  • 1 ટેબલ સ્પુન લસણ-લીલા મરચાની પેસ્ટ
  • 8-10 પાન મીઠો લીમડો
  • પિંચ હિંગ
  • 2 ટેબલ સ્પુન ફ્રેશ મેથીના પાન
  • 1 ટેબલ સ્પુન દાણા જીરું
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ½ ટી સ્પુન કાશ્મીરી મરચું
  • 1 ટેબલ સ્પુન ગોળ
  • સોલ્ટ
  • 4 ટેબલ સ્પુન સંચર વાળી સેવ + 3 ટેબલ સ્પુન દહીં – બન્ને સાથે ગ્રાઇંડ કરી પેસ્ટ બનાવવી
  • ½ કપ પાણી
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • 1/2 ટી સ્પુન લેમન જ્યુસ

વઘાર અને ગ્રેવી બનાવવા માટેની રીત :

એક પેન લઈ તેમાં 2 ટેબલ સ્પુન ઓઇલ (અથવા 1 ટી સ્પુન ઓઇલ )મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો.

( 2 ટેબલ સ્પુન ઓઇલ પણ અહીં લીધેલા સ્ટીમ્ડ રીંગણ – બટેટાના પ્રમાણ માટે ઘણું ઓછું કહેવાય કેમકે ભરેલા શાકમાં ઓઇલ વધારે પ્રમાણમાં હોય છે).

ઓઇલ બરાબર ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ અને આખુંજીરું ઉમેરી, તતડે એટલે તેમાં 8-10 પાન મીઠો લીમડો, પિંચ હિંગ ઉમેરો.

જરા સંતળાય એટલે તેમાં ગ્રાઇન્ડ કરેલી ઓનિયન અને 1 ટેબલ સ્પુન લસણ-લીલા મરચાની પેસ્ટ ઉમેરી મિક્ષ કરો.

પેસ્ટ કૂક થઇને થોડી નરમ થાય એટલે તેમાં 2 ટેબલ સ્પુન ફ્રેશ મેથીના પાન, 1 ટેબલ સ્પુન દાણા જીરું, ½ ટી સ્પુન હળદર પાવડર, 1 ½ ટી સ્પુન કાશ્મીરી મરચું ઉમેરી મિક્ષ કરી લ્યો.

1 મિનિટ સાંતળી લ્યોએટલે મસાલા બરાબર મિક્ષ થઈ જાય, ત્યારબાદ તેમાં ગ્રાઇંડ કરેલ ટમેટું ઉમેરી દ્યો.

સાથે તેમાં રીંગણ બટેટા ભરતા વધેલું સ્ટફીંગ પણ ઉમેરી મિક્ષ કરી 2-3 મિનિટ કૂક કરો. એટલે ટમેતાની કચાશ પણ દૂએ થઈ જાય.

હવે તેમાં 1 ટેબલ સ્પુન ગોળ અને ગ્રેવીના ભાગનું તમારા સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો. 1 મિનિટ કૂક કરો.

ત્યારબાદ તેમાં 4 ટેબલ સ્પુન સંચર વાળી સેવ + 3 ટેબલ સ્પુન દહીં – બન્ને સાથે ગ્રાઇંડ કરી પેસ્ટ બનાવી ગ્રેવીમાં ઉમેરી મિક્ષ કરો.

હવે તેમાં ½ કપ પાણી ઉમેરીને બધુંબરાબર સ્પુન વડે હલાવીને મિક્ષ કરી એકરસ કરો.

હવે તેમાં ½ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી 3-4 મિનિટ ઢાંકીને કૂક કરો.

ઢાંકણ ખોલીને હલાવી જરા ઓઇલ ઉપર આવતું દેખાય એટલે તેમાં સ્ટીમ્ડ રીંગણ-બટેટા ઉમેરી બનેલી ગ્રેવી સાથે બરાબર મિક્ષ કરી લ્યો.

ઢાંકીને ફરી 2-3 મિનિટ કૂક કરી લ્યો. ત્યારબાદ ઢાંકણ ખોલીને સ્ટીમ્ડ, સ્ટફ્ડ, લેસ ઓઇલ વેજ. સ્પુન વડે ઉપર નીચે કરી હલાવી લ્યો. તેના પર કોથમરી સ્પ્રિંકલ કરી લ્યો.

તો હવે ગરમા ગરમ સ્ટીમ્ડ, સ્ટફ્ડ, લેસ ઓઇલ વેજ રોટલી, પરોઠા, નાન, કુલ્ચા અને પૂરી વગેરે સાથે સર્વ કરવા માટે રેડી છે.

સર્વેંગ પ્લેટ્માં સર્વ કરી તેના પર ઓનિયન રીંગ્સ અને ટમેટાના નાના પીસ અને કોથમરી અને મીઠા લીમડાના પાનથી ગાર્નીશ કરો.

સ્ટીમ્ડ, સ્ટફ્ડ, લેસ ઓઇલ વેજ ખૂબજ પૌષ્ટિક અને ટેસ્ટી હોવાથી બધાને ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.