ફરજ પર તૈનાત ગર્ભવતી મહિલા પોલીસકર્મીને DGP એ આપી આરામની સલાહ, મળ્યો ભાવુક કરી દે તેવો જવાબ

ફરજ પર તૈનાત ગર્ભવતી મહિલા પોલીસકર્મીને DGP એ આપી આરામની સલાહ, મળ્યો ભાવુક કરી દે તેવો જવાબ.

image source

– ભારત સહિત દુનિયાભરના તમામ દેશોને કોરોનાએ પોતાના ભરડામાં લઈ લીધા છે.કોરોનાના કહરથી બચવા એક બાજુ જ્યાં લોકો ઘરમાં કેદીની માફક રહી રહ્યા છે ત્યાં બીજી બાજુ પોલીસકર્મીઓ પોતાના જીવની ચિંતા કર્યા વગર પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

આ દરમ્યાન અનેક બહાદુર પોલીસકર્મીઓ છે કે જેમની બહાદુરના કિસ્સાઓ દેશ આવનારા સમયમાં યાદ રાખશે. હાવ સોશીયલ મીડિયામાં એક ગર્ભવતી પોલીસકર્મીનો ફોટો વાઈરલ થઈ રહ્યો છે. જે આ કપરી અવસ્થામાં આરામ કરવાને બદલે ફરજ પર રહીને દેશની સેવા કરી રહી છે.

image source

– ઓડિસ્સાના ડીજીપીએ કર્યા વખાણ.

હાલ લૉકડાઉનના ચાલતા ઓડિસ્સાના ડીજીપી લૉકડાઉનની અસરકારકતા તપાસવા માટે મયુરભંજ વિસ્તારમાં ગયા હતા. આ દરમ્યાન તેમણે એક આઠ મહિનાનો ગર્ભ ધરાવતી મહિલા એસઆઈને ડ્યુટી કરતા જોઈ. ગર્ભવતી મહિલા એસઆઈને દેશસેવા કરવા માટેની નિષ્ઠાની તેમણે પેટભરીને વખાણ કર્યા. આ મામલામાં ઓડિસ્સા પોલીસના અધિકારીઓએ બતાવ્યું કે એસઆઈ મમતા મિશ્રાએ કોરોના મહામારીના આ સમયમાં રજાને બદલે પોતાની ફરજ બજાવવાનું મહત્વ માન્યું.

પોલીસ અધિકારીઓએ તેમની તબિયતને ધ્યાનમાં રાખીને તેમને ફિલ્ડમાં ઊભા રહેવાને બદલે બેટનોટી થાણામાં નોકરી કરવા મોકલી દીધાં. હાલમાં મહિલા એસઆઈ બેટનોટી થાણા પોતાની ફરજ પૂરી ઈમાનદારીથી નિભાવી રહ્યા છે.

જાણિતા આઈપીએસ નવનીત સિકેરાને જ્યારે આ ગર્ભવતી મહિલા એસઆઈની ખબર મળી ત્યારે તેમણે આ વાત સોશીયલ મિડીયામાં પોસ્ટ કરી. તેમણે લખ્યું કે જ્યારે ડીજીપીએ ગર્ભવતી મહિલા એસઆઈને ફરજ નિભાવતા જોઈ ત્યારે તેમને કહ્યું કે તમારે અત્યારે આરામ કરવો જોઈએ. ઘરમાં રહેવું જોઈએ.

image source

મહિલા પોલીસકર્મીએ વિનમ્રતાથી પ્રત્યુત્તર આપ્યો કે સર, આ સમયે જો પોતાની ફરજ ન નિભાવી તો આજીવન આત્મગ્લાનિથી પીડાતી રહીશ. જ્યારે દેશની સેવા કરવાની તક મળે અને તમે ઘરમાં આરામ કરો તેનાથી શરમની વાત અન્ય કોઈ ન હોય શકે.

અત્યારે મારા માટે મારી ફરજ પહેલા પછી આરામ. આઈપીએસ સિકેરાએ આગળ લખ્યું કે બન્ને સલામ કરવાને યોગ્ય છે. ડીજીપી સાહેબે પોતાના નેતૃત્વની સહ્રદતા બતાવી છે જ્યારે મહિલા એસઆઈએ પોતાની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.