120 વર્ષની મહિલાને ખાટલામાં સુવાડી દીકરી લઈ ગઈ બેન્ક સુધી, જાણો શું છે મામલો

ઓડિશાથી એક આશ્ચર્યમાં મુકી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક દીકરીએ તેની 120 વર્ષની માતાને ખાટલામાં સુવાડી બેન્ક સુધી લઈ જવા પડ્યા હતા. 120 વર્ષના વૃદ્ધા ચાલી શકવા સક્ષમ ન હતા તેવામાં દીકરી ખાટલા સહિત માતાને બેન્ક સુધી લઈ જવા મજબૂર થઈ હતી.

image source

દીકરીએ આવું કામ એટલા માટે કરવું પડ્યું કે બેન્ક તરફથી કહી દેવામાં આવ્યું હતું કે તે પેન્શન ધારકની હયાતી વિના પેન્શન આપશે નહીં. પેન્શન ધારકે બેન્ક આવવું જ પડશે. તેવામાં દીકરી પાસે અન્ય કોઈ રસ્તો ન બચ્યો અને તેણે આ કામ કર્યું.

image source

ઘટનાની વિગતો જણાવીએ તો નૌપાડા જિલ્લાના ખારિઅર બ્લોકના બરગન ગામમાં જૂન માસમાં જ બની છે. 120 વર્ષીય મહિલાની ઓળખ લાભે બઘેલ તરીકે થઈ છે. તેની દીકરીના જણાવ્યાનુસાર તેની ઉંમર 120 વર્ષ છે અને જૂન માસના પેન્શન માટે તે બેન્કમાં ગઈ તો બેન્કના અધિકારીઓએ કહ્યું કે ખાતાધારકને એટલે કે તેની માતાને પ્રત્યક્ષ હાજર કરે. પરંતુ તેની માતા 120 વર્ષના છે અને તે ખાટલા પરથી ઊભા પણ થઈ શકતા નથી. એટલે તેની 70 વર્ષની દીકરીએ તેને ખાટલા સહિત જ બેન્ક સુધી લઈ જવાનું નક્કી કર્યું.

image source

આ અંગે મળેલી વધુ જાણકારી અનુસાર આ વૃદ્ધ મહિલાએ તેની દીકરી ગુંજાને પેન્શન ખાતામાંથી 1500 રૂપિયાનો ઉપાડ કરવા મોકલી હતી. જો કે બેન્ક અધિકારીએ પેન્શનના રૂપિયા આપવાની ના કહી દીધી અને બેન્કમાં ખાતા ધારકે હાજર થવું પડે તેમ કહી દીધું.

image source

70 વર્ષીય ગુંજા પોતે પણ વૃદ્ધ મહિલા છે પરંતુ તેની પાસે અન્ય કોઈ વિકલ્પ હતો નહીં. તેથી તે પોતાની માતાને ખાટલા સાથે બેન્ક સુધી લઈ જવા નીકળી પડી. બેન્કે પહોંચેલી માતા અને દીકરીને જોઈ બેન્ક અધિકારીએ તુરંત પેન્શનના રૂપિયા આપી દીધા.

image source

અત્રે ઉલ્લેખનીય એ પણ છે કે બીએમસી આયુક્ત પ્રેમ ચંદ ચૌધરીએ તમામ સરકારી, ખાનગી બેન્કોને લેખિતમાં જણાવ્યું હતું કે તેમના પ્રદેશના વૃદ્ધ નાગરિકોને ઘરે ઘરે જઈ પેન્શન આપવામાં આવે જેથી કોઈને આ રીતે હાલાકીનો સામનો કરવો પડે નહીં.

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત