સુરત મહાનગર પાલિકાની જબ્બર ઓફર, માત્ર 100 રૂપિયામાં આખો મહિનો મુસાફરી

સુરત મહાનગર પાલિકા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી માત્ર 100 રૂપિયામા આખો મહિનો સુરતભરમાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. તો સાથે જ સિટી, બીઆરટીએસ બસમાં આખા વર્ષમાં માત્ર હજાર રૂપિયામાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. એટલે કે માત્ર 100 રૂપિયામાં આખો મહિનો સુરતમાં ગમે ત્યાં ફરી શકાશે. સુરત મહાનગર પાલિકા દ્વારા મનીકાર્ડ ધારકોને રાહત આપવામાં આવી છે. તથા વિદ્યાર્થીઓ અને સીનીયર સિટીઝનોને ફાયદો થશે.

image source

ઉલ્લેખનિય છે કે સુરત મહાનગર પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં હવેથી માત્ર 100 રૂપિયામાં આંખો મહિનો અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. તેમાં સીટી બીઆરટીએસ બસમાં આખા વર્ષમાં માત્ર હજાર રૂપિયામાં અનલિમિટેડ મુસસફરી કરી શકાશે. જેમાં સુરત મહાનગર પાલિકા દ્વારા મનીકાર્ડ ધારકોને રાહત અપાઇ છે.
ઓફરમાં શું શું

100 રૂપિયામાં આખો મહિનો મુસાફરી
300 રૂપિયામાં 3 મહિના મુસાફરી
600 રૂપિયામાં 6 મહિના મુસાફરી
1 હજાર રૂપિયામાં એક આખુ વર્ષ મુસાફરી

image source

બીજી તરફ, સુરત પાલિકા દ્વારા બસની સુવિધા વધારવાનો નિર્ણય કરાયો છે. હાલમાં 1575 સિટી બસ, 140 બીઆરટીએસ બસ અને 49 ઈલેક્ટ્રીક બસ સુરતમાં દોડે છે. જેમાં 250 બસ વધારવામાં આવશે. તથા બસની સુવિધાથી પર્યાવરણની જાણવણી સાથે ટ્રાફિકનું ભારણ પણ ઘટાડવા પ્રયાસ કરાશે. તેમજ લોકોની આ રાહતમાં પાલિકાની તિજોરી પર બોજો પડી શકે તેવી શકયતા પણ સેવાઇ રહી છે.