Site icon News Gujarat

કોઈ એમ્પ્લોઇઝ પોતાના બોસને ખરાબ નહિ કહે જો આવા રૂલ્સ આપણા દેશમાં આવી જશે તો…

માત્ર ભારતમાં જ નહિ, પંરતુ દુનિયાભરમાં કામને લઈને અજીબોગરીબ ઓફિસ રુલ્સ બનાવવામાં આવ્યા છે, જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહિ થાય, કે કોઈ કંપની પોતાના એમ્પ્લોઈઝ સાથે આવું પણ કંઈક કરી શકે છે.

image source

આજે અમે તમને દુનિયાભરના કેટલાક ખાસ અને અનોખા રુલ્સ વિશે બતાવવા જઈ રહ્યાં છે. જાપાનમાં મહેનતી વર્કર્સને ઓફિસમાં ઊંઘવાની પરમિશન આપવામાં આવે છે, તો સંયુક્ત આરબ અમીરાતમાં ઓફિસમા કામ કરવા દરમિયાન ઓફિસમાં થોડા કલાક રીડિંગ માટેની પરમિશન આપવામાં આવે છે. આ નિયમોથી ન માત્ર વાંચનારાઓને ફાયદો થાય છે, પરંતુ લોકો અનુશાસનમાં પણ રહે છે.

રજાઓ લેવી જરૂરી છે

image source

કામને લઈને સૌથી સારો રુલ્સ ઓસ્ટ્રીયામાં છે, જ્યાં 6 મહિના સુધી કામ કર્યા બાદ દરેક એમ્પ્લોઈને 30 દિવસ સુધીની પેઈડ લીવ આપવામાં આવે છે. જો તમે આ દેશમાં કામ કરો છો, તો તમને 6 મહિના બાદ સમગ્ર એક મહિના માટે પેઈડ લીવ મળી શકે છે. 25 વર્ષથી ઓછા અનુભવવાળા લોકોને પણ આ સુવિધા મળે છે અને જો તમને 25 વર્ષથી વધુનો અનુભવ છે, તો તમારી રજાઓ 30થી વધીને 36 થઈ જશે.

ઊંઘવાની આઝાદી

image source

ઓફિસમાં તો કેટલાક લોકોને ઊંઘ આવતી હોય અને તમારું મન ઝપ્પી લેવાનું મન કરે છે. પરંતુ ઓફિસમાં આવું કરવું પોસિબલ નથી બનતું. પરંતુ જો તમે જાપાનમાં છો, તો તમારું આ સપનું પણ પુરુ થઈ શકે છે. અહીં ઓફિસમાં તમે ઊંઘી શકો છો. જાપાનમાં લોકો તેને મહેનતનું પ્રતિક માને છે.

ફરવું તમારો અધિકાર છે

image source

આપણને બધાને જ ફરવાનું સારું લાગે છે, પણ ઓફિસના કામકાજમાં આ સપનુ ક્યારેય પૂરુ થતું નથી, પરંતુ બેલ્જિયમમાં આવું નથી. અહી જોબમાંથી રજા લઈને ફરવા જવાનો એમ્પ્લોઈનો અધિકાર ગણાય છે. એટલું જ નહિ, આ દેશમાં તે એક વર્ષની રજા પણ ફરવા માટે લઈ શકો છો. આ બ્રેકમાં તમને આખો પગાર તો મળશે જ, પણ પરત આવ્યા બાદ પણ તમારી નોકરી નહિ જાય તેની ગેરેન્ટી.

વિકેન્ડ પર નો ઈમેઈલ

image source

ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીમાં એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત રજાઓ અને વિકેન્ડ પર એમ્પ્લોઈઝને ઓફિસમાં કામ, કોલ્સ અને ઈ-મેઈલ્સમાંથી સમગ્ર રીતે આઝાદી આપવામાં આવી છે. આ નિયમ કર્મચારીઓના હેલ્થને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.

નહિ જાય નોકરી

image source

કર્મચારીઓ માટે પોર્ટુગલ દેશ કોઈ સ્વર્ગથી ઓછો નથી. અહીં કોઈ પણ કંપની પોતાના કર્મચારીને નોકરીમાંથી કાઢી શક્તી નથી. જો કોઈ કંપની કોઈ એમ્પ્લોઈને કાઢવા માગે છે, તો તેને રિસેગ્નેશન પેકેજ પણ આપવુ પડે છે, અને એમ્પ્લોઈને નોકરી છોડવા માટે પણ અરજી કરવી પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version