વાઈરલ વીડિયોમાં સિપાહીને ઉઠક-બેઠક કરાવનાર અધિકારીને અપાયું પ્રમોશન.
હાલમાં પચ્ચીસ માર્ચથી દેશભરમાં લૉકડાઉન અમલી છે. કોરોના રોગ લોકોના સંપર્કમાં આવતા જ ફેલાતો હોવાને કારણે આજના સમયમાં સોશીયલ ડિસ્ટેંસિંગ અત્યંત જરૂરી છે.

માટે કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ માટે દેશના આંતરીક સુરક્ષા બળો અને પોલીસની ભૂમિકા અત્યંત મહત્વની બની જાય છે ત્યારે ઘણા વિસ્તારમાં પોલીસનો માનવતાભર્યો ચહેરો સામે આવ્યો છે. ઘણા વિસ્તારોમાં પોલીસ દ્વારા કડક રીતે કામ કરાયું છે.
પણ આ લૉકડાઉનમાં કેટલાક અધિકારીઓ એવા છે કે જેમનો રૌફ ઓછો થવાનું નામ જ નથી લેતો. પોતે કોઈ વિવિઆઈપી હોય તેમ સામાન્ય લોકો સાથે વ્યવહાર કરતા હોય છે. બિહારનો એક કિસ્સો સામે આવ્યો છે કે જે આપણને કેટલાક અધિકારીઓના રૌફના દર્શન કરાવે છે.

બિહારના અરસિયા જીલ્લામાં એક હોમગાર્ડ સિપાહીએ એક અધિકારીને રોકીને તેમની પાસે પાસ માંગ્યો અને કહ્યું કે જો તમે પાસ નહિ બતાવો તો પાંચસો રૂપિયાનો દંડ લાગશે. જેનાથી કૃષિ વિભાગના વરિષ્ટ અધિકારી નારાજ થઈ ગયા. તેમણે ત્યાં ડ્યુટી પર તૈનાત ઉચ્ચ અધિકારીને બોલાવવામાં આવ્યા અને ઉચ્ચ અધિકારીની સામે જ કૃષિ વિભાગના અધિકારીએ હોમગાર્ડને ઉંઠક-બેઠક કરાવી. આ વીડિયો સોશીયલ મિડીયા પર વાઈરલ થયો. પણ આશ્ચર્ય અને આચકાજનક વાત એ છે કે આ ઘટના પછી એ કૃષિ વિભાગના અધિકારીની પ્રમોશન કરવામાં આવ્યું.

આ ઘટના જ્યારે સામે આવ્યા બાદ કૃષિ વિભાગના અધિકારી મનોજ કુમારની વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી શરૂ કરવામાં આવી. જ્યારે આ વીડિયો સામે આવ્યો ત્યારે મનોજ કુમાર કૃષિ વિભાગમાં કાર્યરત હતા. ઘટના પરથી રાજ્યકૃષિ મંત્રી કહ્યું કે સરકારે તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી દીધી છે. આટલું જ નહિ તેમને હેડ ક્વાર્ટર પાછા બોલાવી લીધા છે, જેના કારણે તે તપાસમાં કોઈ હસ્તક્ષેપ ન કરે. આ ઘટના પછી ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ જણાવ્યું કે ઓડિશ્નર સબ ઇન્સપેક્ટર ગોવિંદ સિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે વાઈરલ વીડિયો સામે આવ્યો ત્યારે વીડિયોમાં જોઈ શકાતું હતું કે હોમગાર્ડ ગોનુ તાત્મા માફી માંગી રહ્યો છે જે આરીયા જીલ્લાના બેરગાછી ગામનો રહેવાસી છે. અને આ વીડિયોમાં કૃષિ વિભાગના અન્ય અધિકારીઓ સાથે જીલ્લા કૃષિ પદાધિકારી પણ દેખાઈ રહ્યા છે. વાઈરલ વીડિયો પ્રમાણે જ્યારે હોમગાર્ડ સિપાહીએ પાસ માંગ્યો અને પાસ ન આપવા પર દંડની વાત કરી ત્યારે તે સમયે ડ્યુટી પર તૈતાન ઉચ્ચ અધિકારી પહોંચ્યા અને તેમની સામે જ કૃષિ અધિકારી મનોજ કુમારે ગોનુ ઉઠક-બેઠક કરવાની ફરજ પાડી હતી.

આ મામલે અરસિયા એસડીપીઓ જણાવ્યું કે આ મામલાની તપાસ કરાઈ અને અને ખબર પડી કે સિપાહીએ પોતે જ ઉઠક-બેઠક શરૂ કરી દીધી હતી. સાથે તેમણે એ પણ કહ્યું કે એ હોમગાર્ડ એટલો સીધો હતો કે તેણે પોતે જ માફી માંગવાની શરૂ કરી દીધી હતી અને ઉઠક-બેઠક કરવા લાગ્યો હતો. જોકે એસડીપીઓના જવાબો સંતોષકારક નહોતા.