ઓફલાઈન શિક્ષણને લઈને સરકારનો મોટો પ્લાનઃ પહેલા શિક્ષકોને વેકસીનેશન બાદમાં સ્કૂલ ખોલવાની તૈયારીમાં કેન્દ્ર

આપણે સૌ જાણીએ છીએ કે 2019 થી શરૂ થયેલી કોરોના મહામારી ભલે થોડી નબળી પડી હોય તેવો અનુભવ થાય પરંતુ એ બીમારી સાવ નાબૂદ થઈ ગઈ છે એવું માનવાને કોઈ કારણ નથી. હા, એ વાત ચોક્કસ કે હાલ પૂરતો તેનો પ્રભાવ થોડો ઓછો થયો છે.

image soucre

સરકાર ધીમે ધીમે સ્કૂલો ખોલવાની તૈયારી કરી રહી છે. નીતિ આયોગે સરકારને સલાહ આપી છે કે સ્કૂલ ખોલાવ્યા પહેલા સરકાર આખા દેશના 1.5 કરોડ શિક્ષકોને કોરોના વેકસીનેશન કરાવે. આ માટે કંપનીઓ CSR ફંડનો ઉપયોગ કરે તેવી પણ સલાહ આપવામાં આવી છે.

image soucre

દેશમાં કોરોના સંક્રમણના ઘટી રહેલા પ્રભાવને અનુલક્ષીને સરકાર હવે સ્કૂલો ખોલવા બાબતે વિચાર કરી રહી છે. અમુક રાજ્યોએ તો સ્કૂલ ખોલી પણ નાખ્યા છે. ત્યારે આ પરિસ્થિતિ દરમીયાન દેશભરના લગભગ 75 લાખ શિક્ષકોને કોરોના વેકસીન આપવા સંદર્ભે સરકારે પ્રાઇવેટ હોસ્પિટલોના એસોસીએશન એટલે કે AHPI એસોસીએશન ઓફ હેલ્થ કેયર પ્રોવાઇડરસને શક્યતાઓ અંગે સંશોધન કરવા જણાવ્યું છે. નીતિ અયોગના સદસ્ય ડોકટર વિકે પોલએ જણાવ્યું હતું કે, અલગ અલગ કંપનીઓ પાસેથી CSR અંતર્ગત પૈસા એકઠા કરો અને આપણા દેશના પ્રાઇવેટ હોસ્પિટલના નેટવર્કમાં તેનું મફત કોરોના વેકસીનેશન કરો.

image source

સ્કૂલ ખોલ્યા પહેલા શિક્ષક સહિત તમામ કર્મચારીઓનું વેકસીનેશન જરૂરી છે. આ સંબંધે સરકારે શિક્ષકોના વેકસીનેશન માટે હોસ્પિટલોના એસોસીએશન ઓફ હેલ્થ કેયર પ્રોવાઇડરસને શક્યતાઓ શોધવા માટેની જવાબદારી સોંપી છે. Tv9 સમાચાર માધ્યમને મળેલી માહિતી અનુસાર દેશભરમાં લગભગ દોઢ કરોડ શિક્ષકો છે તે પૈકી લગભગ અડધા શિક્ષકોને કોરોના વેકસીન અપાઈ ચુકી છે. AHPI એ અમેઝોન સહિત 6 કંપનીઓને CSR ફંડ માટે પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો છે.

જેથી કરીને બાળકો રહે સુરક્ષિત

image soucre

APHI ના મહાનિર્દેશક ગિરધર જ્ઞાનીએ જણાવ્યું હતું કે ડોકટર વિનોદ પોલએ એક સૂચન કર્યું હતું અને કહ્યું કે, અલબત્ત AHPI પાસે હોસ્પિટલનું મોટું નેટવર્ક છે એટલા માટે આ હોસ્પિટલો મળીને શિક્ષકોના.વેકસીનેશન પ્રોગ્રામ લોન્ચ કરે. વેકસીનેશન CSR એક્ટીવીટીનો ભાગ છે તો શા માટે AHPI એ ડોનર્સને એ સૂચન આપે જે આ ફંડ આપી શકે.

શા માટે જરૂરી છે આ કાર્ય ?

image soucre

તાજેતરમાં જ થયેલા ચોથા સીરો સર્વેના પરિણામ બાદ સ્કૂલ ખોલવાની વાત બહુ જોર પકડવા લાગી. બાળકોમાં સારા એવા સંક્રમણના પુરાવા મળ્યા અને આ સ્થિતિમાં તેમના પર વધુ જોખમ નથી. સાથે જ વિશ્વના અનેક એવા દેશો છે જ્યાં કોરોના મહામારીની બીજી લહેર પુરી થઈ રહી છે અને ત્યાં સ્કૂલો ખોલવાનું પણ શરૂ થઈ ગયું છે. આમ તો સરકારનો પ્રયાસ એ છે કે બધા શિક્ષકોનું વેકસીનેશન થાય જેથી કરીને બાળકોમાં સંક્રમણ થવાનું જોખમ પણ ઓછું થાય.