કેન્સર જેવી ગંભીર બીમારીઓના દર્દીની અટકી ગઈ સારવાર, લોકડાઉન પછી ઊંચકશે માથું

કોરોના વાયરસનો ફેલાવો વધવાથી ભારતમાં લોકડાઉન જાહેર થયો અને સાથે જ ઊભી થઈ એક વિચિત્ર સમસ્યા.

image source

આ સમસ્યા એટલે લોકડાઉન દરમિયાન જે લોકો કેન્સર કે તેના જેવી બીમારીની સારવાર કરાવવા પોતાના ઘરથી દૂર આવ્યા છે તેમની હાલ સારવાર તો થતી નથી અને લોકડાઉનના કારણે તેઓ ઘરે પણ જઈ શકતા નથી. આવી હાલતમાં તેઓ ન ઘરના રહ્યા ન ઘાટના..

હોસ્પિટલમાં જે દર્દીઓ સારવારમાં હતા તેમને પણ રજા આપી દેવામાં આવી હતી. જેથી કોરોના માટે ખાસ વોર્ડ અને બેડ તૈયાર કરી શકાય. આવી જ એક દર્દી હતી શાહજહાં.

તેને દિલ્હીની લોક નાયક હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી અને પરીવારજનોને તેને ઘરે લઈ જવા કહેવાયું. 40 વર્ષીય શાહજહાં મંગળવારે રાત્રે હોસ્પિટલથી નીકળી અને અન્ય હોસ્પિટલમાં પણ તેને દાખલ કરવામાં ન આવી. ઘરે પહોંચ્યા બાદ તેનું અવસાન સારવારના અભાવે થયું.

આ જ રીતે અન્ય રાજ્યોમાં પણ દર્દીઓની હાલત કફોડી થઈ રહી છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીંના રામપુરના રહેવાસી મોહમ્મદ શાન-એ-આલમે કહ્યું છે કે, ડોક્ટરએ તેને હમણા કીમોથેરાપી નથી આપી શકીએ એમ કહ્યું છે. તેને લોકડાઉન પૂર્ણ થયા પછી બોલાવવામાં આવશે.

આવી સ્થિતિમાં 25 વર્ષીય આલમ ઘરે પણ જઈ શકે તેમ નથી. તે સારવાર માટે એઈમ્સ આવ્યો હતો. પરંતુ એઈમ્સની ઓપીડી બંધ થવાના કારણે કેન્સર જેવા ગંભીર રોગના દર્દીઓ અંડર પાસમાં સમય કાઢી રહ્યા છે.

જો કે આવા દર્દીઓને લોકો ભોજન અને જરૂરી વસ્તુઓ પહોંચાડી રહ્યા છે પરંતુ તેમના માટે સૌથી વધુ જરૂરી છે તેમની બીમારીની સારવાર મળે તે. આવા જ એક દર્દી છે. સરિયુ દાસ તેમને મોઢાનું કેન્સર છે અને તે સારવાર મળે તે રાહમાં જમીન પર ચાદર પાથરી સુતા રહેતા હતા. જો કે તેમનું અવસાન આ દશામાં જ થઈ ગયું. આવા અન્ય 10 પરીવારો એઈમ્સ કેમ્પલની બહાર હાલ લોકડાઉનનો સમય પૂરો થાય અને તેમની સારવાર મળે તેવી રાહ જોઈ રહ્યા છે.