હવે નહિ બચાવી શકો તમારા 15 વર્ષથી જુના વાહનો, સરકારના આ નિર્ણય પછી સ્ક્રેપ થવું નક્કી.

દિલ્હીમાં પ્રદૂષણ એની ચરમસીમાએ છે અને હવે ઘાતક સ્વરૂપ ધારણ કરી લીધું છે. આના ઘણા કારણો છે જેમાંથી એક સૌથી મહત્વનું કારણ છે વાહનોમાંથી નીકળતો ધુમાડો. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના વાહનો પણ પ્રદૂષણને ઘણી હદે વધારી દે છે અને તેની સામે લડવા માટે દિલ્હી સરકારે એક મોટું પગલું ભર્યું છે. દિલ્હી સરકારે આદેશ આપ્યો છે કે 15 વર્ષથી વધુ જૂના વાહનોને ફરજિયાતપણે સ્ક્રેપ અથવા નાશ કરવામાં આવશે, પછી તે વાહન પેટ્રોલ હોય કે ડીઝલ.

વાહન માલિકને કરવામાં આવશે દંડ

image source

જો આવા વાહનો રસ્તા પર ચાલતા જોવા મળશે તો તેને તાત્કાલિક જપ્ત કરવામાં આવશે. વાહન માલિકને દંડ કરવામાં આવશે અને તેમનું વાહન વાહનવ્યવહાર વિભાગના લાઇસન્સ પ્રાપ્ત સ્ક્રેપરને સોંપવામાં આવશે. અહીં સ્ક્રેપર વાહન ખેંચવાની વ્યવસ્થા કરશે અને તમારું વાહન સ્ક્રેપેજ સેન્ટર પર મોકલવામાં આવશે. જો સ્ક્રેપર સ્થળ પર આવી શકશે નહીં, તો સ્થાનિક પોલીસને આ વાહન જપ્ત કરવાનો અધિકાર રહેશે અને પોલીસ દ્વારા તેને સ્ક્રેપિંગ યાર્ડમાં મોકલવામાં આવશે.

.
સ્ક્રેપર એ વાહનની માર્કેટ વેલ્યુનો હિસાબ લગાવીને એની રકમ આપી દેશે

image source

15 વર્ષથી જૂની કારને પણ રસ્તા પર પાર્ક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને આ સ્થિતિમાં વાહનને ટોઇંગ કરવામાં આવશે અને કાર માલિકને દંડ કરવામાં આવશે. રાજ્ય દ્વારા અધિકૃત સ્ક્રેપર આ વાહનની બજાર કિંમતની ગણતરી કરશે અને તેની રકમ માલિકને આપશે. જો સ્ક્રેપર અને વાહન માલિક વચ્ચે કોઈ વિવાદ હશે તો સ્થાનિક પોલીસ દ્વારા તેનું સમાધાન કરવામાં આવશે. આ નિર્ણય એવા સમયે સામે આવ્યો છે જ્યારે રાજ્ય સરકારે 3 ડિસેમ્બરથી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

15 વર્ષથી જુના વાહનોને સ્ક્રેપ કરવા ફરજીયાત

image soucre

અત્યાર સુધી, 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો અને 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો ફિટનેસ ટેસ્ટ પછી સારી સ્થિતિમાં જોવા મળે તો તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાની જોગવાઈ હતી. જો વાહનો ફિટનેસ ટેસ્ટમાં પાસ ન થઈ શકે તો તેને સ્ક્રેપ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વાહન સ્ક્રેપિંગને પ્રોત્સાહન આપવા માટે, સરકારે ઘણાં પગલાં લીધાં છે, જેમાં માલિકને તેના વાહનનો નાશ કરવા માટે ઘણા લાભો આપવામાં આવી રહ્યા છે. જો કે હવે દિલ્હી સરકારે વધતા પ્રદૂષણને કાબૂમાં લેવા માટે કડક અભિગમ અપનાવ્યો છે. અને 15 વર્ષથી જુના વાહનોને સ્ક્રેપ કરવા ફરજીયાત કર્યા છે.

.