પુરાતત્વવિદોને મળ્યો માયા સભ્યતાના ઈતિહાસનો મળ્યો મોટો પુરાવો

એક એવી સભ્યતા હતી જેની દરેક ભવિષ્યવાણી, કેલેન્ડર અને પિરામિડ્સ હંમેશા ચર્ચામાનો વિષય રહ્યા છે. પુરાતત્વવિદોએ હવે ફરીથી તે જ સભ્યતાનું સૌથી જુનું અને મોટું સ્મારક શોધી કાઢ્યું છે. આ સ્મારક એક ઊંચા પ્લેટફોર્મ જેવું છે અને તે અંદાજે 1.4 કિલોમીટર લાંબુ છે. તો ચાલો તમને પણ જણાવીએ તેના વિશે.

image source

માયા સભ્યતા દરમિયાન બનેલા એક સ્મારકને અગુઆડા ફેનિક્સ કહેવામાં આવે છે. પુરાતત્વવિદોનું માનીએ તો મેક્સિકોમાં મળેલા આ સ્મારકને 1000 બીસીમાં બનાવવામાં આવ્યું હતું. આ સ્મારક દક્ષિણ-પૂર્વ મેક્સિકોના તબાસ્કો રાજ્યમાં છે.

image source

માયા સભ્યતા પોતાના કેલેન્ડર અને દાદરવાળા પિરામિડો માટે પ્રખ્યાત છે. સાથે જ માનવામાં આવે છે કે માયા સભ્યતાના લોકોએ અમેરિકા અને યૂરોપીય દેશોમાં અનેક મોટા શહેરોનું નિર્માણ કર્યું હતું. માયા સભ્યતાના વિદ્વાનો અંતરિક્ષ વિજ્ઞાનનું પણ જ્ઞાન હતું. પરંતુ આ સંપૂર્ણ સભ્યતા 800 એડી આસપાસ નાશ પામી હતી. આ સભ્યતાના કેલેન્ડર અનુસાર વર્ષ 2012માં ધરતી પર પ્રલય આવવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી.

image source

ટક્સન સ્થિત યૂનિવર્સિટી ઓફ એરિજોનાની ડૈનિએલા ત્રિયાદાન અને તેના સાથીઓએ લિડાર ટેકનીકની મદદથી જમીન પર મળેલા આ સ્મારકનો 3ડી નકશો તૈયાર કર્યો છે. તમને જણાવી દઈએ કે ભારતમાં પણ લિડાર ટેકનીકથી જ પૂરી ગંગા નદીનો 3ડી નકશો બનાવવામાં આવી રહ્યો છે. ડૈનિએલા ત્રિયાદાન અને તેના સાથીઓએ સ્મારકની આસપાસ 21 એવા સ્થાન શોધી કાઢ્યા છે જ્યાં માયા સભ્યતાના અવશેષ મળ્યા છે. ડૈનિએલાની ટીમ આ અવશેષોના ખનન કાર્યમાં જોડાઈ ગયા છે.

image source

અગુઆડા ફેનિક્સ અંદાજે 1413 મીટર લાંબુ, 399 મીટર પહોળુ અને 10થી 15 મીટર ઊંચુ છે. તેની ચારે તરફ નાના નાના નિર્માણ છે જેમાં પાણી જમા કરવાના સ્ત્રોત, રસ્તા અને કેટલાક ઊંચા પ્લેટફોર્મ બનેલા છે. ડૈનિએલાએ જણાવ્યું હતું કે જ્યારે આ જગ્યા પર કોઈ ચાલે તો લાગે છે કે એક સામાન્ય પઠાર પર ચાલી રહ્યા હોય. પરંતુ લિડાર ટેકનીકના કારણે તેઓ સત્ય જાણી શક્યા. ડૈનિએલાએ જણાવ્યું કે માયા સભ્યતા દરમિયાન અગુઆડા ફેનિક્સને બનાવવું મોટું કામ છે. તેને બનાવવામાં અંદાજે 3.2થી 4.3 મિલિયન ક્યૂબિક મીટર જમીનનો ઉપયોગ થયો છે.

image source

અગુઆડા ફેનિક્સનું નિર્માણની રીતને જોઈ લાગે છે કે તે સમયે સમતાવાદનો સમય હતો. એટલે કે સમાજમાં બધા જ એક સમાન. કોઈ નાનું કે કોઈ મોટું, અમીર-ગરીબ નહીં. અગુઆડા ફેનિક્સને જોઈ એમ પણ લાગે છે કે તેનું નિર્માણ કોઈ અમીર વ્યક્તિએ નથી કર્યું. શક્ય છે કે આ જગ્યાએ સામાજિક મેળાવડા થતા હોય.

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત