Site icon News Gujarat

જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને જૂના સંબંધો તાજા થાય

*તારીખ-૦૯-૧૧-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વાક્ બારસ થી લાભપાંચમ સુધી બધા તહેવારો ની દરેક રાશિના જાતકોને શુભેચ્છા*

*વિશેષ*

પાંડવ પંચમી,લાભપાંચમ.

*મેષ રાશિ*

ભાગ્ય નો સહકાર જણાય. સમયનો સાથ મળે.તણાવ દુર થાય.પ્રવાસનું આયોજન થાય. જુના સંબંધો તાજા થાય.

*વૃષભ રાશી*

હરો ફરો કામકાજ કરો ચિત્ત સ્થિર ન જણાય.સામાજિક મત-મતાંતર ટાળવા.આર્થિક પ્રશ્ન હલ થાય.મનદુઃખ ની સંભાવના.

*મિથુન રાશિ*

મિલન-મુલાકાત સફળ રહે દિવસ આનંદદાયક રહે.શુભ પ્રસંગ જણાય.આવતા જતા પડવા-વાગવાથી સંભાળવું.

*કર્ક રાશિ*

વ્યાવસાયિક કામમાં સરળતા રહે. ભાગીદાર સાથે મતમતાંતર ની શક્યતા.તણાવમુક્તિ માટે સકારાત્મક રહેવું.

*સિંહ રાશી*

સંપત્તિ લે-વેચ થઈ શકે.કેટલીક ચિંતાઓ દૂર થાય.વ્યવસાયીક ઉલજન યથાવત રહે.ખર્ચ-વ્યય વધતા જણાય.

*કન્યા રાશિ*

નાણાભીડ વધે.વ્યવસાયિક વ્યસ્તતા વધે.ભાગ્યનો સાથ ઓછો જણાય.સંતાનના અભ્યાસ અંગે ચિંતા યથાવત રહે.

*તુલા રાશિ*

પોતાના અહમના ટકરાવ ન બને તે જોવું.આર્થિક ખેંચ રહે.ચિંતાનો માહોલ સર્જાય.આરોગ્ય અંગે સજાગ રહેવું.

*વૃશ્ચિક રાશિ* :-

વ્યવસાયિક પ્રવાસ સંભવ બને. પ્રયત્નો સફળ થાય.અગત્યનું કામ કાજ સફળ થાય.અકસ્માત સંજોગોથી સંભાળવું હિતાવહ.

*ધનરાશિ*

સામાજિક કામકાજ સફળ રહે. સ્નેહી મિત્ર થી મિલન મુલાકાત સંભવ બને.અકસ્માતની સંભાવના.

*મકર રાશિ*

આયોજન સફળ બને.ચિંતા વ્યગ્રતા દૂર થાય.લેવડદેવડનો વ્યવહાર સચવાય રહે.આવકમાં સુધારો જણાય.ચિંતા દૂર થાય.

*કુંભરાશિ*

સંતાન પ્રત્યે ચિંતા દૂર.વ્યસ્તતા વધે.વ્યવસાયમાં લાભની તક. કૌટુંબિક કાર્ય થઈ શકે.હળવાશ રાહત અનુભવાય.

*શુભરંગ*:-વાદળી
*શુભઅંક*:-૫

*મીન રાશિ*

ઉતાવળા નિર્ણય ટાળવા મનદુઃખ ની સંભાવના.મહેમાનોનું આગમન શક્ય રહે.વિચારો સકારાત્મક રાખવા.

Exit mobile version