Site icon News Gujarat

હોળીના રંંગમાં ભંગ, સુરતના પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, કાર કેનાલમાં ખાબકતા પરિવાર વિખરાઇ ગયો

ધુળેટી ઉજવે એ પહેલાં જ પટેલ પરિવારને માર્ગમાં થયો કાળનો ભેટો- કાર કેનાલમાં ખાબકતાં પરિવારના આટલા લોકોના થયા મોત

ધુળેટીના ઉત્સવ (Dhuleti Festival) પર સુરતમાં કાર અકસ્માત સર્જાતા એક પરિવારમાં માતમ છવાયો છે. હાલમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. અનેક લોકોને પોતાનો અથવા તો પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે હાલમાં ધૂળેટીનાં પર્વ પર બનેલ ભયંકર માર્ગ અકસ્માતની ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે.

image source

ઓલપાડથી કીમ જતા માર્ગ પર અકસ્માત (Car Accident)ની ઘટના બની હતી. ટકારમાં પાટિયા નજીક કાર પલટી મારીને માઇનોર કેનાલમાં ખાબકી હતી. કાર ચાલક અને 3 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. કારમાં સવાર અન્ય 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે. તમામ લોકો સુરતના કતારગામના રહેવાસી છે. કીમ પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયા છે. સુરતના કતારગામથી રાત્રિના સમયે ઓલપાડના એરથાણ તરફ જતી કાર કેનાલમાં પલટી મારી ગઈ હતી.

image source

ટકારગામ ગામ નજીક રાત્રિના સમયે સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવતા કાર કેનાલમાં પલટી મારી ગઈ હતી. જેથી કારમાં સવાર બે લોકોના મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ધૂળેટીની ઉજવણી માટે પરિવાર રાત્રિના સમયે ફાર્મ હાઉસ તરફ જતું હતું,તે સમયે સર્જાયેલા અકસ્માત બાદ કીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણને કારણે સરકારે ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે ધુળેટીની ઉજવણી માટે ફાર્મહાઉસ પર જતા સમયે કાર અકસ્માત સર્જાયો હતો.

image source

મનોરંજન માટે પરિવાર જતુ હતુ

કતારગામ વિસ્તારમાં રહેતા કાપડના વેપારીના પરિવારના સભ્યોમાં મયુરભાઈ બાબુભાઇ ગાબાણી (ઉ.વ.આ. 28) રહે. કતારગામ સુભાષ નગર પરિવાર સાથે વર્ના કાર નંબર (GJ5JA 2546) લઈને ઓલપાડના એરથાણ ગામના એલિફન્ટા ફાર્મ હાઉસમાં ધુળેટી નિમિતે મનોરંજન માટે જતા હતાં હતાં. એ દરમિયાન ટકારમા ગામ નજીક સ્ટીયરીગ પરથી કાબૂ ગૂમાવતા કાર કેનલમાં ખાબકી હતી.

image source

પાંચ વ્યક્તિ ડૂબ્યા હતા

કાર કેનાલમાં ખાબકતા એક માસુમ સહિત 5 જણા ડૂબ્યાં હતાં.મયુરભાઈ અને એના મિત્રનો 2 વર્ષ નો માસૂમ પુત્ર અર્જુન શૈલેષનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. પત્ની શીતલ, સહિત અને રિન્કુ અને બીજી એક યુવતીને ગંભીર ઇજા પહોંચતા તમામને સુરતની ખાનગી હોસ્પિટલ કિરણમાં દાખલ કરાયા હતાં.

image source

રંગોનો તહેવારે શોકના માહોલમાં ફેરવાયો

પરિવારના માસૂમ અર્જુન અને મયુરનું પોસ્ટ મોર્ટમ ઓળપાડમાં થયું હતું.મયુર કાલે મોડી સાંજે ફાર્મ પર જવા નીકળી ગયો હતો.આજે મિત્ર પરિવાર સાથે જવાનો હતો. હોળીના રંગોના તહેવારમાં જ બે વ્યક્તિના એક જ પરિવારમાં મોત નીપજતાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. કોરોના સંક્રમણના કારણે સરકારને ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હોવાથી સંપન્ન પરિવાર કુટુંબના સભ્યો સાથે ફાર્મમાં હોળીની ઉજવણી કરવા માટે જતી વખતે સમગ્ર અકસ્માત સર્જાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version