Site icon News Gujarat

શું તમે ઓળખી શકશો કોણ છે આ સિંગર? જો ‘હા’ તો કોમેન્ટમાં લખો તમારો જવાબ

બપ્પી લહેરીએ ક્યારેક કિશોર કુમારની આ ફિલ્મમાં કરી હતી એક્ટિંગ, શેર કરવામાં આવી છે થ્રોબેક ફોટો.

બપ્પી લહેરી (Bappi Lahiri) ૮૦ના દશકમાં પોતાના ગીત- સંગીતના લીધે લોકોના ચહેતા બની ગયા હતા. બપ્પી લહેરીનો તે સોનેરી સમય હતો. ત્યાર બાદ બપ્પી લહેરી સંગીતની દુનિયાનું જાણીતું- માનીતું નામ બની ગયા હતા. મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ, બપ્પી લહેરીએ પોતાના કરિયરની શરુઆત એક સંગીતકાર તરીકે કરી હતી નહી.


બપ્પી લહેરીએ શરુઆતમાં એક અભિનેતા તરીકે કામ કર્યું હતું. ઘણા ઓછા લોકો જાણે છે કે, બપ્પી લહેરીએ વર્ષ ૧૯૭૪માં મહાન ગાયક કિશોર કુમાર (Kishor Kumar)ની ફિલ્મમાં જોવા મળ્યા હતા. હાલમાં જ બપ્પી લહેરીએ પોતાના તે સમયને યાદ કરતા, કિશોર કુમારની સાથે પોતાની એક જૂની ફોટો શેર કરી છે. બપ્પી લહેરીના ફેંસ તેમના આ ફોટોને ખુબ જ લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે.

બપ્પી લહેરીની ફિલ્મ:

અભિનેતા કિશોર કુમારની વર્ષ ૧૯૭૪માં આવેલ ફિલ્મનું નામ છે- ‘બઢતી કા નામ દાઢી’ (Badhti Ka Naam Dadhi). હવે આ ફિલ્મના સેટ પરથી બપ્પી લહેરીએ પોતાની એક ફોટો શેર કરી છે. આ ફોટોમાં બપ્પી લહેરી ખુબ જ ક્યુટ લાગી રહ્યા છે. આ ફોટોમાં અભિનેતા કિશોર કુમાર પોતાના ચિર- પરિચિત અંદાજમાં જોવા મળી રહ્યા છે.

તા. ૨૭ મે, ૨૦૨૧ ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલ આ ફોટોને ૧૨૦૦ કરતા વધારે લાઈક્સ મળી ગયા છે. સંગીતકાર બપ્પી લહેરીએ આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘ફિલ્મ જેનાથી મે એક અભિનેતા તરીકે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મને અભિનેતા કિશોર કુમારએ અમિત કુમારની સાથે મળીને ડાયરેક્ટ અને પ્રોડ્યુસર કરી હતી. ફિલ્મનું નામ જણાવો?

બપ્પી લહેરીના ફેંસએ આપ્યું ફિલ્મનું નામ:


જયારે બપ્પી લહેરીની આ ફિલ્મનું નામ જણાવવા માટે કહ્યું છે અને કેટલાક ફેંસએ એનો સાચો જવાબ આપ્યો છે. આપને જણાવી દઈએ કે, અભિનેતા કિશોર કુમારએ ફિલ્મને ડાયરેક્ટ કરવા સિવાય એમાં અભિનય પણ કર્યો હતો. જો કે, આ અભિનેતા કિશોર કુમારની આ ફિલ્મ કોઈ ખાસ કમાલ કરી શકી હતી નહી. આ ફોટોમાં બપ્પી લહેરીને ઓળખવા સરળ છે નહી. આ ફોટોમાં બપ્પી લહેરી ખુબ જ સ્ટાઈલીશ અંદાજમાં જોવા મળી રહ્યા છે. બપ્પી લહેરીએ પોતાના હાથમાં ગિટાર પકડીને અને માથા પર રૂમાલ બાંધી રાખેલ જોઈ શકાય છે.

આપને જણાવી દઈએ કે, બપ્પી લહેરીના કેટલાક પ્રસિદ્ધ ગીતોને કિશોર કુમારએ પોતાનો અવાજ આપ્યો હતો. બપ્પી લહેરી, કિશોર કુમારને પોતાના ગુરુ માનતા હતા. કેટલાક સમય પહેલા, બપ્પી લહેરી કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાના લીધે ચર્ચામાં આવી ગયા હતા. તેમને હોસ્પિટલમાં પણ એડમિટ થવું પડ્યું હતું. જો કે, હવે બપ્પી લહેરી સ્વસ્થ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version