OMG! લગ્નને વારે-વારે અટકાવી રહ્યો હતો પાડોશી, પછી અચાનક જ આવ્યો JCB લઇને અને…પૂરી ઘટના વાંચીને તમે પણ આશ્વર્યમાં પડી જશો

આપણા સમાજમાં બાળક જન્મે ત્યારથી તેના ભવિષ્ય માટેની તૈયારીઓ માતાપિતા કરવાની શરૂ કરી દેતા હોય છે, જેમાં મુખ્ય રીતે બાળકનો અભ્યાસ અને ત્યાર બાદ બાળકના લગ્નનો સમાવેશ થતો હોય છે. લગ્ન એ માત્ર કોઈ યુવક કે યુવતિનું જ સ્વપ્ન નથી હોતું પણ તેના માતાપિતા તેમજ તેના ભાઈ બહેનનું પણ તે સ્વપ્ન હોય છે કે તેમના દીકરા કે દીકરીને સારો જીવનસાથી મળી જાય અને તે આગળનું
જીવન સુખેથી જીવે.

image source

માટે માતાપિતા પણ લગ્ન માટે વર્ષોથી પૈસા બચાવવામાં લાગી જાય છે અને પોતાના દીકરા કે દીકરી માટે કોઈ રત્ન જેવો વર કે વધુ શોધવા લાગે છે. પણ જ્યારે આવા શુભકાર્યમાં વારંવાર વિઘ્ન આવે અને તે વિઘ્ન મુકનાર બીજું કોઈ નહીં પણ તમારો પાડોશી જ હોય તો તમારું મગજ તપ્યા વગર ન રહે.

image source

પાડોશીને પહેલો સગો કહેવામાં આવે છે પણ જો પાડોશી સારો મળ્યો તો સારું અને જો સારો ન મળ્યો તો તમારું જીવવું મુશ્કેલ કરી મુકે છે. આ યુવકનો પાડોશી પણ કંઈક તેવો જ વિઘ્નસંતોષી હતો. આ યુવકની લગ્નની ઉંમર થઈ ગઈ અને હવે તેના માટે માગા આવવા લાગ્યા હતા. પણ તેનો પાડોશી વારંવાર તેના માટે આવતા માગામાં વિઘ્નો નાખતો રહેતો. કેરળના કન્નૂરની આ ઘટના છે પોતાના પાડોશીના કૃત્યથી આ યુવક એટલો તે ગુસ્સે ભરાયો કે તેણે જેસીબી લઈને પાડોશીની આખી દુકાન જ તોડી નાખી.

image source

30 વર્ષિય યુવકે પોતાના પાડોશી પર આરોપ લગાવ્યો હતો કે તે હંમેશા તેની માટે આવતા લગ્ન માટેના માગામાં વિઘ્નો નાખતો રહેતો હતો. અને તેના કારણે તેના લગ્ન નહોતા થઈ શકતા. અને એવું નથી કે તેણે સીધું જ જેસીબી લઈને તેની દુકાન તોડી નાખી. તેણે પાડોશી અને તેની દુકાનને લઈને વારંવાર ફરિયાદ પણ કરી હતી. પણ તેની ફરિયાદ કોઈ સાંભળતું જ નહોતું. અને છેવટે આ યુવકે જ પાડોશીને
દંડ આપવાનું નક્કી કરી લીધું.

image source

છેવટે કોઈ ઉપાય ન જણાવતા લગ્નઇચ્છુક યુવાન જેસીબી લઈને તેના પાડોશીની દુકાન બહાર પહોંચી ગયો અને સીધી જ દુકાનને તોડી પાડી. તેમના પાડોશીઓનું કહેવું છે કે તે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહે છે. બીજી બાજુ યુવકના પાડોશીએ જણાવ્યું કે તેના પર લગાવવામાં આરોપો સાવ જ ખોટા છે. યુવકે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે. જેમાં તેણે પોતાના પાડોશી પર આરોપ લાગવ્યો છે કે તેની દુકાનનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો હતો.

image source

તેણે આ વિડિયોમાં જણાવ્યું હતું કે તેનો પોડાશી પોતાની દુકાનનો ઉપયોગ જુગારના અડ્ડા, દારૂના વેચાણ માટે કરતો હતો. અને માત્ર આ યુવક જ નહીં પણ બીજા યુવાનો પણ દુકાનમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓથી પરેશાન છે. પણ અહીંના ગામના અધિકારીઓ કે પોલીસ કોઈ જ દુકાનદાર વિરુદ્ધ પગલા નહોતા લઈ રહ્યા. અને છેવટે તેણે જ કાયદો હાથમાં લેવાનું નક્કી કર્યું અને જેસીબીથી પાડોશીની દુકાન તોડી પાડી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત