Site icon News Gujarat

OMG! ડ્રાઇવર વગર જ દોડવા લાગી આ કાર, વિડીયો જોઇને તમે પણ પડી જશો આશ્વર્યમાં…

ટેસ્લા પોતાની ઓટો પાઇલોટ કારને લીધે.વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જો કે ભારતમાં હજુ સુધી આવી ટેકનોલોજી ધરાવતી કાર બજારમાં નથી આવી. પરંતુ સોશ્યલ મીડિયા પર હાલ એક ઓટો પાઇલોટ કારનો વિડીયો સનસનાટી મચાવી રહ્યો છે. વીડિયોમાં દેખાતા દ્રશ્યો મુજબ ચાલકની બાજુવાળી સીટ પર એક વૃદ્ધ સહ ચાલક આરામથી બેસેલા છે પરંતુ કાર ચાલકની સીટમાં કોઈ નથી બેસેલું અને તેમ છતાં આ કાર રોડ પર ચાલી રહી છે.

image source

વાયરલ થઈ રહેલો આ વીડિયો તમિલનાડુનો છે પરંતુ તેનું ચોક્કસ લોકેશન નથી જાણી શકાયું. ટેગોર ચેરી નામના એક ફેસબુક યુઝરે આ વીડિયો શેયર કર્યો હતો. આ વીડિયોની શરૂઆત હાઇવે પર પ્રીમિયર પદ્મિની પોતાની મેળે ચાલી રહી હોય તેવા દ્રશ્યથી થાય છે. અને કાર ચાલકની બાજુની સીટમાં એક વૃદ્ધ માણસ પણ બેસેલો દેખાય છે. માસ્ક પહેરેલા આ વૃદ્ધ માણસને જોતા એમ જ જણાય છે કે કાર ચાલક વિના દોડી રહી છે છતાં તેમને કોઈ ફેર પડતો નથી.

image source

ઉલ્લેખનીય છે કે આ વીડિયો પ્રીમિયર પદ્મિની કારની પાછળ ચાલી રહેલી અન્ય એક કારમાંથી ઉતારવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર ચાલકની સીટ ખાલી છે છતાં કાર રસ્તા પર દોડી રહી છે એટલું જ નહીં પણ આ કાર સરળતાથી લેન પણ બદલી રહી છે.

image source

ટેગોર ચેરીએ આ કારનો વિડીયો શેયર કરતા કેપશનમાં લખ્યું છે કે આજે અમુક લોકોએ એક વૃદ્ધ વ્યક્તિને કાર ચાલકની બાજુની સીટમાં બેસી પ્રીમિયર પદ્મિની કાર ચલાવતા જોયા. લોકો આશ્ચર્યમાં હતા કે આ રીતે કાર કેમ ચલાવી શકાય ? કાર કઈ રીતે ચાલી રહી હતી તે તમે વીડિયોમાં જોઈ શકો છો.

તો કોણ ચલાવી રહ્યું છે ગાડી ?

નોંધનીય છે કે કાર ચાલકની બાજુમાં બેઠેલા વૃદ્ધ વ્યક્તિ જ અસલમાં કાર ચલાવી રહ્યા હતા. તે પોતાના એક હાથ વડે કારનું સ્ટિયરિંગ કન્ટ્રોલ કરી રહ્યાં છે પરંતુ આ કામ તેઓ એકદમ શાંતિથી કરી રહ્યા છે જેના કારણે તે કાર ચલાવે છે તેવી કોઈને શંકા પણ નથી પડતી. સોશ્યલ મીડિયાના યુઝર્સને આકર્ષિત કરવા તેઓએ ચાલુ ગાડીએ જ સીટ બદલી. રેકોર્ડ થયેલા વીડિયોમાં જોતા એમ જ લાગે છે જાણે તેઓ ફક્ત શાંતિથી બેઠા છે.

image source

એક સમય એવો હતો જ્યારે પ્રીમિયર પદ્મિની કારનો યુવાનો, સેલિબ્રિટીઓ અને સામાન્ય લોકોમાં બહુ ક્રેઝ હતો. વાયરલ થયેલ આ વીડિયો ફક્ત સોશ્યલ મીડિયામાં યુઝર્સનું ધ્યાન આકર્ષવા જ રેકોર્ડ કરાયો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version