Site icon News Gujarat

OMG! આ દેશમાં કાતરથી નહીં હથોડી અને ચાકુથી કાપવામાં આવે છે વાળ

પાકિસ્તાની યુવતીની પાવરી હો રહી છે મીમના ધમાલ બાદ હવે એક હેરડ્રેસરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના લાહોર શહેરનો એક વાળંદ હથોડો, તીક્ષ્ણ છરી અને આગથી વાળ એટલા સુંદર રીતે કાપે છે કે લોકો જોઈને ચોંકી જાય છે. સૌથી અગત્યની બાબત એ છે કે આ પ્રકારનાં વાળ કાપવાથી લોકોને ક્યારેય કોઈ ઈજા થતી નથી.

આ વાળંદનું નામ અલી અબ્બાસ છે

image soucre

વાયરલ થયેલા આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. અનોખી રીતે વાળ કાપનારા આ વાળંદનું નામ અલી અબ્બાસ છે. પાકિસ્તાનના ARY News સાથે વાત કરતા અલી અબ્બાસે કહ્યું કે તે દરરોજ વાળ કાપવાની નવી રીતો અજમાવે છે. અલી અબ્બાસ નવી પદ્ધતિઓની સંપૂર્ણ તાલીમ પણ લે છે, જેથી ગ્રાહકને નુકસાન ન થાય.

અલી અબ્બાસ આખા લાહોરમાં પ્રખ્યાત થઈ ગયો

image soucre

અલી અબ્બાસે કસાઈવાળી છરી અને હથોડાનો ઉપયોગ કરીને વાળ કાપવાનો નવો પ્રયોગ કર્યો. હેરકટની આ રીત જોઈને એક ગ્રાહકે એક વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. ખૂબ જ ટૂંકા સમયમાં, આ વિડિયોને કારણે, અલી અબ્બાસ આખા લાહોરમાં પ્રખ્યાત થઈ ગયો. આ અનોખી રીતે હેરકટ કરાવવા માટે આ દિવસોમાં તેમની દુકાન પર લોકોની લાંબી લાઇન લાગી છે.

તે પોતાનું કાર્ય પૂરા દિલથી કરે છે

image soucre

સામાન્ય રીતે, વાળ કાપવા માટે, વાળંદ કાતરનો ઉપયોગ કરે છે, પરંતુ અલી અબ્બાસે કાચના ટુકડાઓનો ઉપયોગ કરીને વાળને લેયર આપવાનો એક અનોખી રીત અપનાવી છે. અલી અબ્બાસે કહ્યું કે તે પોતાનું કાર્ય પૂરા દિલથી કરે છે અને તેની સફળતા માટે ભગવાનની પ્રાર્થના કરે છે.

અલી અબ્બાસના ગ્રાહકો મહિલાઓ પણ છે

image soucre

તમને જણાવી દઈએ કે અલી અબ્બાસના ગ્રાહકો માત્ર પુરુષો જ નહીં પણ મહિલાઓ પણ છે. એક મહિલા ગ્રાહકે જણાવ્યું કે શરૂઆતમાં આ રીતે વાળ કાપવાના કારણે તે ખૂબ જ નર્વસ હતી, પરંતુ હવે સમયની સાથે બધું સામાન્ય લાગવા લાગ્યું છે.

યે હમારી પાવરી હો રહી હૈ

image soucre

નોંધનિય છે કે આ પહેલા એક પાકિસ્તાની યુવતીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો હતો. જેમા તે પાર્ટી શબ્દ બોલવાને બદલે પાવરી શબ્દ બોલે છે. આ પાકિસ્તાની યુવતીનું નામ દનાનીર છે તે તેના મિત્રો સાથે મસ્તીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વિડીયો જોત-જોતામાં વાયરલ થઈ ગયો અને ટ્રેન્ડ થવા લાગ્યો હતો. જો કે આ વીડીયો વાઈરલ થયા બાદ ભારતમાં પણ તેના ઘણા વર્જન બનાવવામાં આવ્યા હતા. વાઈરલ થયેલા આ વીડિયોમાં દનાનીર કહે છે કે ‘યે હમારી કાર હૈ, યે હમ હૈ ઔર યે હમારી પાવરી હો રહી હૈ.’ અહીં તે પાર્ટીને બદલે પાવરી શબ્દનો ઉપચોગ કરે છે. ત્યાર બાદ આ વીડિયો સોશિયલ માડિયામાં ખુબ વાઈરલ થયો હતો અને લોકો તેના પર મજા લઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version