‘રામાયણ’માં આ સીનનુ શૂટિંગ કરતા લક્ષ્મણ એટલા બધા ખડખડાટ હસી પડ્યા હતા કે, માંડ-માંડ શૂટિંગ કર્યુ હતુ પૂરું

રામાયણના સેટ પર લક્ષ્મણને ઉબટન લગાવતા જ ખડખડાટ હસી પડ્યા લક્ષ્મણ – જાણો શું હતું કારણ

image source

લોકડાઉન દરમિયાન ચેનલો પર અઢળક પ્રમાણમાં ધાર્મિક સિરિયલો બતાવવામાં આવી રહી છે. અને લોકો તેને પુર્ણ શ્રદ્ધા તેમજ ભાવથી જોઈ પણ રહ્યા છે. રામાયણની કોરોડોની વ્યુઅરશીપે તેને વિશ્વનો સૌથી મોટો શો બનાવી મુક્યો છે. રામાનંદ સાગરની રામાયણે દૂરદર્શન ચેનલ પર ધૂમ મચાવ્યા બાદ હાલ તેનું પુનઃપ્રસારણ સ્ટાર પ્લસ પર ચાલી રહ્યું છે. રામાનંદ સાગરની રામાયણે ફરી એકવાર લોકોના હૃદયમાં પોતાની ખાસ જગ્યા બનાવી દીધી છે. અને લોકો તેમાં હાજર દરેક પાત્રના પ્રેમમાં પડી ગયા છે. અને તેવું જ એક પાત્ર લક્ષ્મણનું.

image source

રામાનંદ સાગરરની રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહરી ધીમે-ધીમે દર્શકોમાં માનીતા બની રહ્યા છે. પોતાના સ્મીતથી તેમણે લોકોને પોતાની પાછળ પાગલ કરી મુક્યા છે તો વળી તેમના અતિ નમ્ર તેમજ મઝાકિયા સ્વભાવના કારણે પણ હાલ તેઓ દર્શકોનું દીલ જીતી રહ્યા છે. હાલ એક્ટર સોશિયલ મિડિયા પર ઘણા એક્ટિવ છે. અને રામાયણ સાથે જોડાયેલી કેટલીક હકીકતો તેઓ અવારનવાર પોતાના ફેન્સ સાથે શેર કરી રહ્યા છે. આજકાલ સ્ટાર પ્લસ પર રામાયણનું રીટેલિકાસ્ટ થઈ રહ્યું છે.

સુનીલ લહરી વિડિયો દ્વારા પોતાના ફેન્સની સામે આવી રહ્યા છે અને વિતેલા એપિસોડ સાથે જોડાયેલી પોતાની યાદોને દર્શકો સાથે શેર કરી રહ્યા છે. એક્ટરે તાજેતરમાં બતાવવામાં આવેલા તે એપિસોડ સાથે જોડાયેલો એક કિસ્સો જણાવ્યો જ્યાં તેઓ આશ્રમમાંથી શિક્ષા મેળવ્યા બાદ પાછા મહેલ આવી રહ્યા છે અને બધા ભાઈઓ તેમનું જોરદાર સ્વાગત કરી રહ્યા છે. આ દરમિયાન એક પારંપરિક સીન હોય છે જેમાં લોકો લક્ષ્મણને ચંદન તેમજ હળદરના ઉબટન લગાવી રહ્યા છે. લક્ષ્મણનું શરીર ઘણું સેન્સીટીવ હોવાના કારણે જ્યારે પણ લોકો તેમને ઉબટન લગાવે ત્યારે તેમને ગલીપચી થાય અને તેઓ ખડખડાટ હસી પડતાં.

છેવટે મહાપરાણે પોતાના હાસ્યને રોકીને સીનનું શૂટિંગ પુરું કર્યું હતું.

image source

જ્યારે જ્યારે પણ લોકો તેમને ઉબટન લગાવતા ત્યારે ત્યારે તેમને લોકોને અરજ કરવી પડતી કે તેમણે જેટલું ઉબટન લગાવવું હોય લગાવી લે પણ તેમની બગલમાં ઉબટન ન લગાવે તેનાથી તેમને ખૂબ ગલીપચી થતી હતી અને તેના કારણે તેમને હસવું આવી જતું અને સીન શૂટ નહોતો થઈ શકતો. પણ તેમણે મહાપરાણે પોતાનું હાસ્ય રોકવું પડ્યું છેક ત્યારે આખો સીન શૂટ થઈ શક્યો. અને ત્યાર બાદ તેઓ ખૂબ હસ્યા હતા.

આ સાથેસાથે સુનિલે બીજો પણ એક કિસ્સો પોતાના ફેન્સ સાથે શેર કરતાં જણાવ્યું હતું, એક મહત્ત્વનના સિનના શૂટિંગ દરમિયાન તેમની અરધી ધોતી ખુલી જાય છે. અને તે દરમિયાન તેમણે શત્રુઘનનું પાત્ર નિભાવતા સમીરની મદદ લેવી પડી હતી અને ત્યારે છેક સીન પુરો થઈ શક્યો હતો.

image source

દૂરદર્શન પર રામાનંદ સાગરની રામાયણના પુનઃપ્રસારણથી લોકોને ફરી એકવાર 90ના દાયકામાં જીવવાનો મોકો મળ્યો છે. હાલ લોકોને રામાનંદ સાગરની રામાયણ અને બીઆર ચોપરાની મહાભારત ખૂબ પસંદ આવી રહી છે. અને પરિવાર સાથે તેઓ તેનો આનંદ લઈ રહ્યા છે.

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત