એક પૈડાંવાળી અજબ ઇલેક્ટ્રોનિક બાઇકની આ ખાસિયતો જાણીને તમે પણ થઇ જશે લેવાની ઇચ્છા

અનોખી ઈલેક્ટ્રીક બાઈક : એક પેંડા પર ચાલે છે, આગળ નમીએ તો સ્પીડ પકડે છે, જાણો કિંમત અને રેન્જ

આવનાર ભવિષ્ય ઇલેક્ટ્રિક વાહનોનું જ છે. તેવામાં ઘણી કંપનીઓ પોતાના ઇલેક્ટ્રિક વાહનો માર્કેટમાં ઉતારી રહી છે. હવે આ રેસમાં ચીનની ટોપ ઈ-કોમર્સ કંપની અલીબાબા પણ સામેલ થઈ ગઈ છે. આ દિવસોમાં ઇલેક્ટ્રિક કાર અને બાઇક પર ખૂબ ધ્યાન અપાઈ રહ્યું છે. ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાએ એક વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલી ઇલેક્ટ્રિક બાઇક રજૂ કરી છે, જેમાં ફક્ત એક જ પૈડું છે.

image source

આ એક પૈડાવાળી ઇલેક્ટ્રિક બાઇક ચીની કંપની અલીબાબા ગ્રુપની કંપની તરફ્થી બનાવાઇ છે. બાઇક સિંગલ ચાર્જમાં 100 કિ.મી.ની રેન્જ આપે છે. આની ઉપરાંત, તેનો ચાર્જ કરવાનો સમય પણ ખૂબ વધારે નથી. અલીબાબા ગ્રુપની એક પૈડાં વાળી આ અજીબ બાઈક દરેકનું ધ્યાન ખેંચી રહી છે. જો તમને યાદ હોય તો પહેલા એક પૈડાવાળી ગાડી માત્ર સર્કસમાં જ જોવા મળતી હતી પરંતુ હવે અલીબાબાએ તેને સામાન્ય જનતા માટે માર્કેટમાં ઉતારી છે. બાઇકની કેવી ડિઝાઇન છે

મહત્વનું છે કે બાઇકમાં ટ્રેડિશનલ સ્ટીલ ટ્રેલીઝ ફ્રેમ છે. ઉપરાંત, તેમાં બળતણની ટાંકી અને બેઠક છે. ટાંકીની ડિઝાઇન મોટાભાગે ડુકાટી મોન્સ્ટરની યાદ અપાવે છે. વિશેષ વાત એ છે કે તેની પાસે અન્ય પેસેન્જર માટે પાછળની પિલિયન સીટ પણ છે, પરંતુ સીટ કેટલી અસરકારક છે કે કેમ તે વિશે કહી શકાય નહીં.

image source

આ સિંગલ-વ્હીલ બાઇકની ઇલેક્ટ્રિક મોટર 2,000 વોટ પાવર ઉત્પન્ન કરે છે. બાઇકની ટોપ સ્પીડ 48 kmph છે. તે સામાન્ય બાઇક કરતા ઘણી હળવા હોય છે અને તેનું વજન ફક્ત 40 કિલો હોય છે. બાઇકમાં આપવામાં આવેલી બેટરી તેને 60 થી 100 કિલોમીટર સુધી ચલાવવામાં સક્ષમ છે. કંપનીના જણાવ્યા મુજબ, બેટરી પૂર્ણ ચાર્જ કરવામાં 3-12 કલાક લાગે છે. આ બાઇકની ખાસ વાત એ છે કે તેને ચલાવવાની રીત પણ ઘણી રસપ્રદ છે. જો તમે બાઈક પર આગળની તરફ નમશો તો તેની રફતાર વધી જશે. જ્યારે પાછળની તરફ હોવા પર બાઈકની સ્પીડ ઓછી થઈ જશે.

ચીનમાં ઇ વાહનોનું ચલણ વધી રહ્યું છે

image source

આ બાઇકને તમે વધારેમાં વધાર ૪૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડાવી શકો છો. જો તમે આ બાઇકને ખરીદવા માંગો છો તો તમારે ખિસ્સામાંથી ૧૫૦૦ ડોલર ઢીલા કરવા પડશે. ભારતીય મુદ્રામાં આ રકમ ૧.૩૪ લાખ રૂપિયા છે. જણાવી દઈએ કે તે એક્સ શોરૂમ કિંમત છે. મતલબ ઓન રોડ પ્રાઈઝ હજુ પણ વધારે હશે. ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, અલીબાબાએ પણ ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં શરૂઆત કરી દીધી છે. કંપનીએ તાજેતરમાં ચીનની સરકારી ઓટોમોબાઈલ કંપની SAIC ના સહયોગથી નવી ઇલેક્ટ્રિક કારની પણ જાહેરાત કરી છે.

આ કારની સૌથી મોટી સુવિધા વાયરલેસ ચાર્જિંગ હશે. કંપની આશા રાખી રહી છે કે તે આ બાઇકની સારી સેલ કરી શકશે. જોકે એ આવનારો સમય જ બતાવશે કે લોકોને એક પૈડાવાળી ઈલેક્ટ્રીક બાઈકનો કન્સેપ્ટ પસંદ આવે છે કે નહીં. હવે આ બાઈક વિશે તમારું શું મંતવ્ય છે ? જો તે ભારતમાં લોન્ચ થાય છે તો શું તમે તેને ખરીદવાનું પસંદ કરશો ? તમે આ એક પૈડાવાળી બાઇક ચલાવવામાં રસ ધરાવો છો ? તેનાથી પણ મોટી વાત શું તમે આ બાઈક માટે એક લાખથી વધારે પૈસા ખર્ચ કરશો ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!