જેને તે બેહદ પ્રેમ કરતો હતો તેની કરપીણ હત્યા કરવાનો પ્રયાસ કેમ કર્યો..? કોણ છે તે સનકી પ્રેમી

તે યુવતી તેના સ્વપ્નની પરી હતી, જેને તે બેહદ પ્રેમ કરતો હતો, સાથે જીવવા મરવાના સ્વપ્ન જોતો હતો, તેની સાથે તેને સુખી ઘરસંસાર માંડવુ હતુ, પરંતુ કદાચ આ બધુ એક તરફી હતું, અને તે જ એક તરફી પ્રેમનો જાહેરમાં લોહીયાળ ખેલ ખેલાયો.

ભાવનગરના દેવરાજનગર નગર નજીક યુવકે યુવતી પર છરી વડે હુમલો કર્યો. આ યુવતી એક પ્રાઇવેટ લેબમાં કામ કરતી હોવાનું સામે આવ્યું છે. આ હુમલો એક તરફી પ્રેમ પ્રકરણમાં કરવામાં આવ્યો હોવાનું અનુમાન છે. યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, યુવતી જે પ્રાઇવેટ લેબમાં કામ કરે છે તે જ રસ્તા પર આંતરી યુવતીને પર પ્રેમમાં પાગલ સનકી યુવકે છરીના ઘા માર્યા

image soucre

યુવકે છરી વડે કર્યો હુમલો

ભાવનગરમાં યુવતી પર જાહેરમાં હુમલો

એક તરફી પ્રેમ પ્રકરણનું અનુમાન

ગુજરાતમાં એક તરફી પ્રેમમાં યુવતીઓ પર હુમલા થવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક યુવતી સનકી યુવકના અત્યાચારનો ભોગ બની છે. ભાવનગરના દેવરાજનગર નજીક યુવકે યુવતી પર હુમલો કર્યો હતો. યુવતી યુવતી એક પ્રાઇવેટ લેબમાં કામ પરથી પરત ફરી રહી હતી ત્યારે યુવક જાહેર રસ્તા પર યુવતીને રોકે છે બાદમાં છરીના ઘા ઝીંકી ફરાર થઈ જાય છે.

image soucre

ઘાયલ યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું નિવેદન લેવાની કોશિશ થઈ રહી છે. સમગ્ર મામલો એક તરફી પ્રેમ પ્રકરણનો હોય તેવુ અનુમાન છે. ત્યારે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પુરાવા એકત્રિત કર્યા છે અને હાલમાં આરોપી યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિલ્હીમાં એક તરફી પ્રેમમાં એસિડ એટેક

image soucre

આજે જ દિલ્હીમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે અહીયા યુવતી પર એસિડ એટેક કર્યો છે. જેમા પહેલા તો તેણે વાતચીત કરવાના બહાને યુવતીને તેના ઘરે બોલાવી હતી. બાદમાં તેણે યુવતીને દોરી વડે બાંધી દીધી અને ત્યારાબાદ તેની પર એસિડ એટેક કર્યો હતો. આ ગુનાને અંજામ આપીને આરોપી બાદમાં બિહાર ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી આરંભી છે. જ્યારે યુવતીની હાલત નાજુક હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. જેમા બિહારથી પોલીસે તેની ધરપક઼ડ કરી હતી. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી યુવકે યુવતીના પતિની હત્યા કરવા માટે બંદૂક પણ ખરીદી હતી. તેજ બંદૂક વડે તેણે પોલીસ પર પણ ફાયરિંગ કર્યું હતું. હાલ આ સમગ્ર મામલે હોસ્પિટલમાં યુવતીની સારવાર ચાલી રહી છે. સાથેજ આરોપીની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.

એક તરફી પ્રેમમાં પાગલ સનકીઓની કરતૂત દિન પ્રતિદિન વધતી જાય છે.. અને તેના માટે યુવતીઓએ જ હિંમતભેર આગળ આવવું પડશે.. આવા સનકીઓને પાઠ ભણાવવા પહેલા પરિવારને અને ત્યારબાદ પોલીસને જાણ કરવી પડશે.. જેથી સમાજમાંથી આવુ દુષણ ઓછું કરી શકાય.