વિશ્વ લેવલ પર જે ઓર્ગેનિક ખેતીની ડિમાન્ડ છે એ તમે પણ કરો આ રીતે, અને કરો લાખોની કમાણી, ક્યારે નહિં જાય ખોટ

વૈશ્વિક સ્તરે જેની ઘણી માંગ થઈ રહી છે તેવા કઠોળની ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરી શકાય છે તેના વિષે તમામ માહિતી જાણીશું.

અત્યારના દિવસોમાં ઉનાળાની ઋતુમાં થતા પાકના વાવેતર કરવાનો સમય ચાલી રહ્યો છે ત્યારે જાણીશું કે, અડદના પાકની વાવણી કરતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

અત્યારે હવે ઉનાળાની ઋતુના પાકની વાવણી કરવાનો સમય થઈ ગયો છે ત્યારે આ લેખમાં અમે આપને અડદના પાકના રક્ષણ કેવી રીતે કરી શકાય છે આવી જ ઘણી માહિતી વિષે આપને જણાવીશું જુનાગઢ કૃષિ યુનીવર્સીટીના કઠોળ વિભાગની વેબસાઈટ પરથી તેના વિષે માહિતી મેળવવામાં આવી છે ચાલો જાણીએ અડદના પાક માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે?

જમીનની તૈયારી.

જો આપ આ વર્ષે ઉનાળાની ઋતુમાં અડદની દાળનો પાક લેવાના હોવ તો આપે તેના માટે જમીનમાં ઉનાળાની ઋતુમાં ઊંડી ખેડ કરવાની રહેશે અને ત્યાર બાદ ખેડ કરેલ જમીનને સુર્યપ્રકાશમાં તપાવી દેવી. આપે જમીનની ખેડ કરતા સમયે હેક્ટર દીઠ ૧૦ ટન છાણીયું ખાતર કે પછી ગળતીયું ખાતર નાખીને કરબ મારીને જમીનને તૈયાર કરી લેવી.

image source

બીજના વાવેતરનો સમય.

ચોમાસાની ઋતુમાં જુલાઈ મહિનાના પહેલા પંદર દિવસ દરમિયાન અને ઉનાળાની ઋતુમાં ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં અડદના બીજનું વાવેતર કરી દેવું અડદના પાક માટે હિતાવહ રહે છે. જો આપની જમીન પર વધારે તાપમાન જળવાઈ રહેતું હોય તો આપે તેવી જમીનમાં અડદના પાકનું વાવેતર કરવું જોઈએ નહી.

બિયારણના દર અને બીજની માવજત.

અડદના બીજનું વાવેતર કરતા સમયે આપને હેક્ટર દીઠ ૧૫ થી ૨૦ કિલો જેટલા બિયારણની જરૂરિયાત રહેશે. આપે અડદના બીજને વાવતા પહેલા રાઈઝોબિયમ અને પીએશબી કલ્ચરનો પટ આપવાનો રહેશે. બીજને પટ આપવા માટે આપને ૮ કિલો બીજ માટે ૨૫૦ ગ્રામનું પેકેટ મુજબ પટ આપવો જોઈએ. આપે બીજને ટ્રાઈકોર્ડમાંની માવજત આપવાની જરૂરિયાત છે.

સેન્દ્રીય ખાતર

આપે જમીન તૈયાર કરતા સમયે હેક્ટર દીઠ જમીનમાં ૧૦ ટન છાણીયું ખાતર કે પછી ગળતીયું ખાતર નાખવું જોઈએ.

image source

વાવણી

આપે બીજની વાવણી કરતા સમયે અડદની બે હારની વચ્ચે ૪૫ સેમી અને બે છોડની વચ્ચે ૧૦ સેમીનું અંતર રાખવું જોઈએ. આપે જયારે અડદનો પાક ઉગી જાય છે ત્યાર પછી તરત જ ખાલી રહેલ જગ્યાને ભરવા અને જે જગ્યાએ વધારે છોડ હોય છે ત્યાં પારવણી કરી લઈને અડદના છોડની સંખ્યાને જાળવી રાખવી.

નિંદામણ, આંતરખેડ અને પિયત.

ટૂંકા સમયગાળાના અડદના પાકની શરુઆતના એક મહિના સુધી તેને નિંદામણમુક્ત રાખવું જરૂરી છે. એના માટે આપે બે વાર આંતરખેડ અને હાથથી પાકની આસપાસ ઉગી નીકળેલ નિંદામણને દુર કરી દેવું. ઉનાળાની ઋતુમાં સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે ૯- ૧૦ દિવસના અંતરે ૪- ૬ પિયત આપવા જોઈએ. દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં ૧૬- ૧૭ દિવસના સમયગાળા દરમિયાન ૫ પિયત આપવા જોઈએ.

image source

પાક સંરક્ષણ

-ઉનાળાના સમયમાં ઊંડી ખેડ કરવી જરૂરી કે ઊંડી ખેડ કરવાથી જમીનની અંદર રહેલ જીવોના કોશેટાઓનો નાશ કરીને તેમનું જીવનચક્રને આગળ વધતા અટકાવી શકાય છે.

-તડતડીયાની સફેદ માખીઓને નિયંત્રણ કરવા માટે આપે લીંબોળી માંથી બનાવેલ ૫% દ્વાવણ (૫૦૦ ગ્રામ/ ૧૦ લિટર પાણી) નો છંટકાવ કરી દેવો.

-અલગ અલગ ઉત્પન્ન થતી ઈયળોને નિયંત્રણ કરવા માટે પ્રકાશના પિંજરાને ગોઠવી દેવા જોઈએ.

image source

-ફેરોમેન ટ્રેપની મદદથી મોટા પ્રમાણમાં ઈયળોની નર જાતિને આકર્ષિત કરીને તેમનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.

-અડદના ઉભા પાકમાં બેલાખડા લગાવીને વક્ષીઓ એવી ઈયળોનું ભક્ષણ કરતા હોવાથી ઈયળોની વસ્તીમાં ઘટાડો કરી શકાય છે.

-જો જમીનમાં જીવાતનું પ્રમાણ ઓછું હોય તો તેને વીણીને પણ તેનો નાશ કરી શકાય છે.

-આપે પાકની આસપાસ અને તેની વચ્ચેની તરફ ગલગોટા અને દિવાલા વાવી દેવાથી લીલી ઈયળ અને લશ્કરી ઈયળને અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે. આની સાથે જ પરભક્ષી અને પરજીવીઓની સંખ્યાને જાળવી શકાય છે.

image source

-પરજીવી જીવો જેવા કે, ટ્રાઈકોગ્રામા અને પરત્રક્ષી જેવા કે, દાળિયા અને ક્રાઈસોપા કીટકોને લેબોરેટરીમાં ઉછેર કરીને ખેતરમાં છોડી દેવાથી ઈયળોના ઉપદ્રવને ઘટાડો કરી શકાય છે.

-ચુસિયા જીવાતોને ભૌતિક નિયંત્રણ કરવા માટે સ્ટીકી ટ્રેમ ૧૦ થી ૧૦નો ઉપયોગ કરવો જોઈએ. ઉધઈને નિયંત્રણ કરવા માટે લીંબોળી કે પછી દીવેલાના ખોળને હેક્ટર દીઠ ૨૫૦ કિલો આપવાથી લાભ થાય છે.

image source

-ગંઠવા કૃમિને અસરકારક રીતે નિયંત્રણ કરવા માટે એરંડીનો ખોળ અથવા રાયડાનો ખોળ અથવા લીંબોળીના ખોળને હેક્ટર દીઠ ૧ ટન પ્રમાણે વાવણી કરવાના ૨ થી ૩ દિવસ પહેલા જમીનમાં આપવું જોઈએ.

-મૂળમાં થતા રોગોને અટકાવવા માટે ટ્રાયકોડમાં હેક્ટર દીઠ ૨.૫ કિલોનું વાવેતર કરતા સમયે ચાસમાં ૧૦૦ કિલો દેશી ખાતર અથવા એરંડાના ખોળની સાથે મિક્સ કરીને જમીનમાં નાખવું.

image source

કાપણી

અડદના પાકની ૮૦ શીંગો પાકી જાય છે ત્યારે તેને બપોરના સમય પહેલા કાપણી કરી દેવી જેથી કરીને શીંગો ખરી જાય નહી. પાકની કાપણી કરી લીધા પછી તેને ખળામાં સૂકવવા દેવી. અડદ પુરેપુરી રીતે સુકાઈ જાય ત્યાર બાદ બળદ કે ટ્રેક્ટર અથવા થ્રેસરની મદદથી દાણાને છુટા પાડી લેવા અને ઉપણીનો સંગ્રહ કરી લેવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!