જાણો આ અભિનેેતા-અભિનેત્રીઓ વિશે, કે જેમને ગોડફાધર વગર જ પોતાનુ નામ રોશન કર્યુ છે બોલિવૂડમાં

આ અભિનેતા-અભિનેત્રીઓએ આઉટસાઇડર હોવા છતાં પણ બોલીવૂડમાં જમાવ્યો છે સિક્કો – કોઈ પણ ગોડફાધર વગર

ઘણા બધા લોકોની એવી દલીલ છે કે નેપોટીઝમ એક્ટર્સને સફળ થવામાં ખાસ કંઈ મદદ નથી કરતું કારણ કે સારા એક્ટર્સ પોતાની જાતે જ ચમકવાનું ટેલેન્ટ ધરાવે છે. પણ સત્ય એ પણ છે કે ઘણા બધા ટેલેન્ટેડ એક્ટર્સને પ્રથમ ચાન્સ પણ નથી મળી શકતો અને તેમની કળા ખીલતા પહેલાં જ મુર્ઝાઈ જાય છે.

image source

સિદ્ધાંત ચતુર્વેદીએ એક ઇન્ટર્વ્યૂમાં ખૂબ જ બોલ્ડલી જણાવ્યું હતું કે સ્ટાર કીડ્સ અને સ્ટ્રગલર્સની સ્ટ્રગલ કેવા પ્રકારની હોય છે. તેણે કહ્યું હતું કે બન્ને માટે સ્ટ્રગલ સાવ જ અલગ હોય છે. એક બોલીવૂડની બહારથી આવતા હોય તેમની સ્ટ્રગલનો અંત તેમની પહેલી મૂવી મળે છે ત્યારે આવે છે જ્યારે સ્ટાર કીડ્સની સ્ટ્રગલ ત્યારે શરૂ થાય છે જ્યારે તેમને ફિલ્મ મળે છે અને તેમને પોતાની જાતને સાબિત કરવાની હોય છે.

તો આજે અમે તમને બોલીવૂડના કેટલાક એવા કલાકારો વિષે જણાવીશું જેમણે કોઈ પણ ગોડફાદર વગર કે બોલીવૂડના બેકગ્રાઉન્ડ વગર સંપૂર્ણ આઉટસાઇડર તરીકે બોલીવૂડમાં પોતાની ટેલેન્ટથી સીક્કો જમાવ્યો છે. અને ઇન્ડસ્ટ્રીમાં ગમે તેટલું નેપોટીઝમ ઘર કેમ ન કરી ગયું હોય પણ આ સ્ટાર્સે તે બધામાંથી ઉપર આવીને પોતાનું નામ બનાવ્યું છે.

ઇરફાન ખાન

image source

ઇરફાન ખાન આજે આપણી સમક્ષ નથી રહ્યા પણ તેમના ફેન્સમાં તેમના જવાથી કોઈ જ ઘટાડો થવાનો નથી. તેમને પરદા પર જોવા એ એક જાતનો લાહ્વો હતો. ઇરફાન ખાન એક એવી વ્યક્તિ છે કે તેમને વૈશ્વિક ધોરણે નામના મળી છે. તે પણ તેમની એક્ટિંગ સ્કિલ અને સ્ક્રીન પ્રેઝન્સના કારણે. તેઓ ઘણા બધા એક્ટર્સ બનવા માગતા લોકો માટે એક રોલ મોડેલ સમાન છે.

આયુષમાન ખુરાના

image source

આયુષમાન ખુરાના એક આઉટસાઇડર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કેવી રીતે પોતાની અદ્ભુત એક્ટિંગ સ્કિલથી કબજો જમાવવો તેનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયો છે. તેણે એક પછી એક ઉત્તમ ફિલ્મો પસંદ કરીને લોકોને સુંદર ફિલ્મો આપી છે. તેણે બોલીવૂડમાં પ્રવેશતા પહેલાં રિયાલીટી શોઝ તેમજ કેટલીક સિરિયમાં પણ કામ કર્યું છે.

નવાઝુદ્દીન સિદ્દિકી

image source

ગેંગ્સ ઓએફ વાસેપુર સિરિઝ રિલિઝ થયા બાદ નવાઝુદ્દીન બધાનો પ્રિય બની ગયો છે. એ લિસ્ટર બોલીવૂડ એક્ટર્સ પણ તેની એક્ટિંગ સ્કીલને બિરદાવી રહ્યા છે. વરુણ ધવને જ્યારે નવાઝુદ્દીન સાથે ફિલ્મ બદલાપૂરમાં કામ કર્યું હતું ત્યારે તે તો નવાઝનો ફેન જ બની ગયો હતો. શાહરુખ ખાને પણ એક સમયે કહ્યું હતું કે નવાઝ એક સાચો અભિનેતા છે.

રણદીપ હૂડા

image source

રણદીપ હૂડા જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે તેને અહીં કોઈનો પણ સંપર્ક નહોતો. એક પછી એક ફિલ્મો કર્યા બાદ તેણે પોતાનું એક મોટું ફેન ફોલોઇંગ ઉભું કર્યું છે. આજે રણદીપ એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક સૌથી સમર્પિત અભિનેતાઓમાંનો એક છે.

કાર્તિક આર્યાન

image source

કાર્તિક આર્યાન આજે યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે પણ તેણે આ મુકામ પર પહોંચવા માટે ખૂબ સ્ટ્રગલ કરવી પડી છે. તેને ખાસ ઓળખ ત્યારે મળી જ્યારે તેણે સોનુ કે ટીટ્ટુ કી સ્વિટિ ફિલ્મ કરી. તેણે પહેલી ફિલ્મ પ્યાર કા પંચનામા કરી હતી. જે 2011માં આવી હતી. તેણે સતત આંઠ વર્ષના સ્ટ્રગલ બાદ 2018માં તેની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વિટી આવી ત્યારે ખરી ઓળખ મળી હતી.

સુશાંત સિંહ રાજપૂત

image source

ડીપ્રેશનના કારણે સુશાંતે આત્મહત્યા કરી લીધી છે. તેણે પણ બોલીવૂડમાં પોતાના જોરે નાની ઉંમરમાં ઘણી બધી સફળતા મેલવી લીધી હતી. તેણે પોતાની નાનકડી કેરિયરમાં ખૂબ જ અદ્ભત ફિલ્મો કરી છે. જેમ કે એમ.એસ. ધોનીની બાયોપીક, બ્યોમકેશ બક્ષી, છીછોરે, કાઈ પો છે અને બીજી ઘણી બધી.

રાજકુમાર રાવ

image source

રાજકુમારની પણ છેવટે એક અત્યંત પ્રતિભાવાન એક્ટર તરીકેની ગણના થવા લાગી છે. તેણે પોતાની કારકીર્દીમાં અત્યંત નોંધનીય ફિલ્મો કરી છે અને તેમાં અદ્ભુત પ્રદર્શન કર્યું છે. રાજકુમાર રાઓ સંપૂર્ણ રીતે એક આઉટસાઇડર છે અને તે માત્રને માત્ર પોતાની એક્ટિંગ સ્કીલ્સના કારણે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટકી શક્યો છે. રાજકુમાર રાઓ એક ઉત્તમ વક્તા પણ છે જે તમે તેના ફારાહ ખાન સાથેના ઇન્ટર્વ્યૂમાં જોયું હશે.

પ્રિયંકા ચોપરા

image source

ઇરફાન ખાનની જેમ પ્રિયંકા ચોપરાએ પણ વિશ્વ સ્તરે પોતાની એક્ટિંગ સ્કિલથી નામના મેળવી છે. તેણી પર ધી કટ મેગેઝિન દ્વારા એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે તેણી સ્કેમ આર્ટીસ્ટ છે. તેમ છતાં, પ્રિયંકા ચોપરાને આજે પણ બોલીવૂડ તેમજ હોલીવૂડ બન્નેમાં ભારોભાર સમ્માન મળી રહ્યું છે.

કંગના રનૌત

image source

કંગના રનૌત હંમેશા પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહેતી હોય છે. કંગનાના આજે લાખો કરોડો ફેન્સ છે જે તેની બોલીવૂડના રહસ્યોને ઉજાગર કરવાની બોલ્ડનેસને બીરદાવી રહ્યા છે. સાથે સાથે તેણી એક ઉત્તમ અભિનેત્રી છે જે તેણીએ પોતાની ઘણી બધી ફિલ્મોમાં સાબિત કર્યું છે.

અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપનો સંઘર્ષ ખરેખર ઉદાહરણ રૂપ છે. તેણે એક આઉટસાઇડર હોવા છતાં પણ બોલીવૂડમાં પોતાની કળાના જોરે ખૂબ સફળતા મેળવી છે. તેણે પોતાની જાતને ઉત્તમ રીતે ઘડી છે અને આખીએ ઇન્ડસ્ટ્રી આજે તેના કામને વખાણી રહી છે.

સિદ્ધાંત ચતુર્વેદી

image source

ગલી બોય ફિલ્મની રિલિઝ બાદ સિદ્ધાંત ચતુર્વેદીના MC શેરનું પાત્ર ભારે લોકપ્રિય બની ગયું હતું. હવે તે તમને નજીકના ભવિષ્યમાં બન્ટી બબલીના સિક્વલમાં મુખ્ય પાત્ર ભજવતો જોવા મળશે.

વિક્રાંત મેસી

image source

વિક્રાંત મેસીને આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ. તે પણ સુશાંત સિંહ રાજપુત અને શાહરુખ ખાનની જેમ જ ટેલીવિઝન પર એક્ટિંગ કર્યા બાદ ફિલ્મોમાં પ્રવેશ્યો છે. તે એક ટ્રેઇન્ડ ડાન્સર છે. તેણે ફિલ્મો તમજ વેબ સિરિઝમાં સુંદર કામ કર્યું છે.

તાપસી પન્નુ

image source

તાપસી પન્નું સંપૂર્ણ રીતેપોતાની એક્ટિંગ સ્કિલ પર જ બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં નભી રહી ચે. તેણીએ અવારનવાર પોતાના પાત્રો દ્વારા સાબિત કર્યું છે કે તેણી એક ઉત્તમ અભિનેત્રી છે. તેણીએ છેલ્લે ફિલ્મ થપ્પડમાં કામ કર્યું હતું. જેમાં તેણીએ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.

કપીલ શર્મા

image source

આપણે બધા કપીલના સંઘર્ષને સારી રીતે જાણીએ છીએ. તેને ભલે ફિલ્મોમાં સફળતા ન મળી પણ તે આજે દેશનો એક ઉત્તમ કોમેડિયન છે અને એક મોટા બોલીવૂડ સ્ટાર જેવું ફેનફોલોઇંગ ધરાવે છે. તેણે પોતાની કારકીર્દીની શરૂઆત લાફ્ટર ચેલેન્જથી કરી હતી અને ત્યાર બાદ તેણે વર્ષો સુધી કોમેડી નાઇટ્સમાં કામ કર્યું છે. છેવટે તેને પોતાનો શો કરવાનો મોકો મળ્યો અને તેણે ફિલ્મો પણ કરી.

Source: dhumor

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત